Home> India
Advertisement
Prev
Next

લોખંડના ચણા ચાવવા કરતા પણ અઘરી હોય છે નાગા સાધુ બનવાની પ્રોસેસ

 સનાતન પરંપરાનો સૌથી શક્તિશાળી અખાડો શ્રી પંચ દશનામ જૂના અખાડામાં લગભગ એક હજાર નવા ધર્મ રક્ષક નાગા સંતોને તાજેતરમાં દીક્ષા આપવામાં આવી. વર્ષો પહેલા સન્યાસ ધારણ કરેલ સંતોએ વૈદિક વિધિ-વિધાન અને અખાડાની પરંપરા અનુસાર, આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ દિક્ષા આપીને તેઓને પૂર્ણ રીતે નાગા સંત બનાવ્યા. તમને જણાવી દઈએ કે, મૌની અમાસના સ્નાન પહેલા જૂના અખાડામાં 1100 નાગા સંતોને દીક્ષા આપવામાં આવી હતી. ત્યાં આજે લગભગ એક હજાર નવા નાગા સંત બની ગયા છે, જેમાં 100થી વધુ મહિલા નાગા સંત પણ સામેલ છે.

લોખંડના ચણા ચાવવા કરતા પણ અઘરી હોય છે નાગા સાધુ બનવાની પ્રોસેસ

પ્રયાગરાજ : સનાતન પરંપરાનો સૌથી શક્તિશાળી અખાડો શ્રી પંચ દશનામ જૂના અખાડામાં લગભગ એક હજાર નવા ધર્મ રક્ષક નાગા સંતોને તાજેતરમાં દીક્ષા આપવામાં આવી. વર્ષો પહેલા સન્યાસ ધારણ કરેલ સંતોએ વૈદિક વિધિ-વિધાન અને અખાડાની પરંપરા અનુસાર, આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ દિક્ષા આપીને તેઓને પૂર્ણ રીતે નાગા સંત બનાવ્યા. તમને જણાવી દઈએ કે, મૌની અમાસના સ્નાન પહેલા જૂના અખાડામાં 1100 નાગા સંતોને દીક્ષા આપવામાં આવી હતી. ત્યાં આજે લગભગ એક હજાર નવા નાગા સંત બની ગયા છે, જેમાં 100થી વધુ મહિલા નાગા સંત પણ સામેલ છે.

fallbacks

સાધના કરીને વિતાવશે જીવન
સાંસારિક મોહમાયા ત્યાગીને પોતાનું અને પોતાના પરિવાર સહિત ચૌદ પેઢીઓને પિંડદાન બાદ સાધુઓને નાગા સંતની દિક્ષા આપવામાં આવે છે. જૂના અખાડાના વરિષ્ઠ પદાધિકારી થાનાપતિ મહંત સત્ય ચેતન પૂરી મહારાજે જણાવ્યું કે, આ બધા હવે નાગા સન્યાસી બની ગયા છે. સંસારની માયાથી અલગ પોતાના ઈષ્ટની સાધનામાં પોતાનું જીવન વ્યતિત કરશે.

ત્રણ દિવસો સુધી ચાલે છે દિક્ષા
નાગા બનવાની દિક્ષા પરંપરા મુજબ, તે ત્રણ દિવસ સુધી ચાલે છે. તેમાં વૈદિક ક્રિયાઓ મુજબ, પહેલા દિક્ષા આપવામાં આવે છે. જૂના અખાડાના આચાર્ય પુરોહિત દિક્ષા આપે છે. જેના બાદ નાગાઓની દસ વિધિ સ્નાન કરીને તેમની શુદ્ઘિ કરવામાં આવે છે. 

fallbacks

આવી રીતે થાય છે શુદ્ધિ
શુદ્ધિ માટે પંચગવ્ય સ્નાન કરાવવામાં આવે છે. જેમાં ગાયનુ છાણ, ગૌમૂત્ર, દહી, ભસ્મ, ચંદન, હળદરથી સ્નાન કરાવવામાં આવે છે. દિક્ષાની પ્રક્રિયાના ત્રીજા અને અંતિમ દિવસે તમામ નાગા સંતોને ઉપનયન સંસ્કાર કરાવવામાં આવે છે. સંસ્કાર બાદ તેઓ પોતાના પરિવારજનોનું પિંડદાન કરે છે. તેના બાદ આજીવન ગુરુના શરણમાં રહેવાનો સંકલ્પ લઈને પૂર્ણત નાગા સાધુ બની જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More