Home> India
Advertisement
Prev
Next

લોકસભાના સમાપન ભાષણમાં પીએમ મોદીએ કરેલી 10 મોટી વાતો

વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, હું ગૃહના સભ્યો તરફથી અધ્યક્ષ મહોદયાને ગૃહની કાર્યવાહીનું સુંદર રીતે સંચાલન કરવા માટે આભાર માનું છું

લોકસભાના સમાપન ભાષણમાં પીએમ મોદીએ કરેલી 10 મોટી વાતો

નવી દિલ્હીઃ 16મી લોકસભાના બજેટ સત્રના અંતિમ દિવસે સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ગૃહના સાંસદોનો આભાર વ્યક્ત કરજા ણાવ્યું કે, હું ગૃહના તમામ સભ્યો તરફતી અધ્યક્ષ મહોદયાનું સુંદર રીતે ગૃહની કાર્યવાહીનું સંચાલન કરવા માટે આભાર વ્યક્ત કરું છું. 

પીએમ મોદીએ કેન્દ્ર સરકારની નીતિઓની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસની પૂર્વ સરકારની ટીકા પણ કરી હતી. 

પીએમ મોદીના ભાષણની 10 મહત્વની બાબતોઃ- 
1. 16મી લોકસભા પર આપણે એ બાબતે પણ ગર્વ કરીશું કે સૌથી વધુ 44 મહિલા ગૃહમાં ચૂંટાઈને આવી હતી. સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રીનો કાર્યભાર પણ મહિલા સાંસદોએ સંભાળ્યો હતો. 

2. દેશ ઝડપથી આગળ વધતું અર્થતંત્ર બન્યો છે અને તેનું નીતિ નિર્ધારણ પણ આ ગૃહમાં થયું છે. વર્તમાન લોકસભાના કાર્યકાળ દરમિયાન દેશ વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે. સાથે જ હવે 5000 અબજ ડોલરનું અર્થતંત્ર બનવા જઈ રહ્યો છે, જે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ બંને માટે ગર્વની બાબત છે. 

3. રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, સંસદમાં લોકો કહેતા હતા કે ભૂકંપ આવશે. 5 વર્ષના કાર્યકાળમાં કોઈ ભૂકંપ આવ્યો નથી. મને પ્રથમ વખત ખબર પડી કે, 'ગળે મળવા અને ગળે પડવા' વચ્ચે શું અંતર હોય છે. પ્રથમ વખત ગૃહમાં આવીને જોયું કે અહીં આંખ મિચામણાં પણ કરવામાં આવે છે. આંખો મારવાનો આ ખેલ પણ મેં ગૃહમાં આવીને જ જોયો છે. 

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?

4. 30 વર્ષ બાદ કોઈ પક્ષની સંપૂર્ણ બહુમતની સરકાર બની છે. આઝાદી બાદ પ્રથમ વખત કોંગ્રેસના ગોત્ર વગરની સરકાર બની છે. 

5. પીએમ મોદીએ જણાવ્યું કે, 16મી લોકસભાના 8 સત્ર એવા રહ્યા જેમાં 100 ટકા કામ થયું છે. આ શુભ શરૂઆત છે અને હજુ ઘણું કામ કરવાના બાકી છે. 

6. સંસદના સત્રમાં કાગળના વિમાન પણ ઉડાવાયા છે. જોકે, લોકશાહીની મર્યાદા એટલી ઊંચી છે કે, એક પણ વિમાન એ ઊંચાઈ સુધી પહોંચી શક્યું નથી. 

7. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર કટાક્ષ કરતા કહ્યું કે, આજે ખડગેજીનું ગળું ખરાબ છે. જો સારું હોત તો આપણને કંઈક શીખવા મળતું. 

રાફેલ પર CAGના રિપોર્ટથી આક્રમક બનેલી કોંગ્રેસ બેકફૂટ પર!, જેટલીએ કહ્યું- 'સત્યમેવ જયતે'

8. 16મી લોકસભા એટલા માટે પણ યાદ રાખવામાં આવશે કે, ગૃહના સભ્યોએ 1400થી વધુ નિષ્ક્રિય કાયદાઓને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. કાયદાઓનું એક એવું જંગલ બન્યું હતું, જેમાં વેપારીઓ ફસાયેલા હતા. 

9. 16મી લોકસભાના સભ્યોએ આ 5 વર્ષમાં કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદા બનાવ્યા છે. આજે વિશ્વમાં ભારતનું એક આગવું સ્થાન બન્યું છે. જેનો સંપૂર્ણ યશ બહુમતની સરકાર બનાવનારા દેશના સવાસો કરોડ દેશવાસીઓને જાય છે. 

10. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે લોકસભાના સમાપન ભાષણ દરમિયાન જણાવ્યું કે, અમારા સૌની ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બને. મુલાયમ સિંહ યાદવ દ્વારા પ્રશંસા કરાતાં પીએમ મોદીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું. અને જણાવ્યું કે, મુલાયમ સિંહજીએ આશિર્વાદ આપી દીધા છે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More