Home> India
Advertisement
Prev
Next

'અજાણી' જગ્યાએ કબૂતરોને દાણા ન નાખવા, નહીં તો આ વેપારી જેવી કફોડી હાલત થશે

દિલ્હીના ન્યૂ રોહતક રોડ પર કબૂતરને દાણા નાખવાનું એક વેપારીને મોંઘુ પડી ગયું. માત્ર બે મિનિટની અંદર વેપારીએ 10 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

'અજાણી' જગ્યાએ કબૂતરોને દાણા ન નાખવા, નહીં તો આ વેપારી જેવી કફોડી હાલત થશે

નવી દિલ્હી: દિલ્હીના ન્યૂ રોહતક રોડ પર કબૂતરને દાણા નાખવાનું એક વેપારીને મોંઘુ પડી ગયું. માત્ર બે મિનિટની અંદર વેપારીએ 10 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. દાણા નાખીને જેવો તે પોતાની કાર પાસે પહોંચ્યો તો જોયું કે કારનો કાચ  તૂટેલો હતો અને કારની સીટ પર રાખેલી બેગ કે જેમાં 10 લાખ રૂપિયા પડ્યા હતાં તે ગાયબ હતાં. જાણ થતા જ બે ડિસ્ટ્રિક્ટની પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આનંદ પર્વત અને સરાય રોહિલ્લા પોલીસ સ્ટેશન એક બીજાનો વિસ્તાર ગણાવીને લાંબા સમય સુધી આ મામલે ગૂંચવાયેલા રહ્યાં. ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ સરાય રોહિલ્લા પોલીસે આ મામલો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી બદમાશોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. 

શિવસેના નેતા અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે

પોલીસના જણાવ્યાં મુજબ પીડિત શ્યામ સેતિયા (45) પશ્ચિમ વિહાર વિસ્તારમાં રહે ચે. તેમનો કારોલબાગ વિસ્તારમાં જૂતાનો હોલસેલનો વેપાર છે. રવિવારે સવારે તેઓ ઘરેથી તૈયાર થઈને દુકાન જવા માટે નીકળ્યા હતાં. તેમને કોઈ પાર્ટીનું પેમેન્ટ કરવાનું હતું. આ માટે  તેમણે એક બેગમાં 10 લાખ રૂપિયા મૂક્યા અને કાર લઈને કારોલબાગ જવા નીકળ્યા હતાં. 

જુઓ LIVE TV

આ દરમિયાન વચ્ચે ન્યૂ રોહતક રોડ,  કમલ ટી પોઈન્ટ પર રોકાઈને કબૂતરોને દાણા નાંખવા લાગ્યાં. રૂપિયાની બેગ તેમણે સીટ ઉપર જ રાખી દીધી. બે મિનિટ બાદ જ્યારે પાછા ફર્યા તો જોયુ કે કારનો કાચ તૂટેલો હતો અને રૂપિયાની બેગ ગાયબ હતી. શ્યામે તરત આ મામલે પોલીસને સૂચના આપી હતી.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More