Home> India
Advertisement
Prev
Next

મેઘાલય ખાણ દુર્ઘટના : 36 દિવસ બાદ હાથ લાગ્યો એક મૃતદેહ

ગેરકાયદેસર ખાણમાં ગત 13 ડિસેમ્બરથી મજૂરો ફસાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, 15 મજૂરો ખાણમાં અચાનક પાણી જતુ રહેવાથી ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે સતત નવી નવી તરકીબ અપનાવવામાં આવી હતી. 

મેઘાલય ખાણ દુર્ઘટના : 36 દિવસ બાદ હાથ લાગ્યો એક મૃતદેહ

નવી દિલ્હી : મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં એક ગેરકાયદેસર રૈટહોલ ખાણમાં ગત 13 ડિસેમ્બરના રોજ ફસાયેલ 15 મજૂરો માટે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે 36 દિવસ બાદ ગુરુવારે રેસ્ક્યુ ટીમે સફળતા હાથ લાગી હતી. નૌસેનાએ બચાવ અભિયાનમાં એક મજૂરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. તો ત્યાં અન્ય 14 મજૂરોની શોધખોળ હજી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ખાણમાં ગત 13 ડિસેમ્બરથી મજૂરો ફસાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, 15 મજૂરો ખાણમાં અચાનક પાણી જતુ રહેવાથી ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે સતત નવી નવી તરકીબ અપનાવવામાં આવી હતી. 

અત્યાર સુધી તેમને બચાવવાના તમામ પ્રયાસો અસફળ હોવાને કારણએ આ આશા પણ ક્ષીણ થઈ ચૂકી હતી કે, તેમને હવે સલામત બહાર કાઢી શકાશે. ખાણમાં પોતાના કામ માટે મહારથ રાખનારા વૈજ્ઞાનિકોની એક ટીમ રેસ્ક્યુ અભિયાનને ફાસ્ટ બનાવવા માટે રવિવારે ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લો પહોંચી હતી. આ બચાવ અભિયાનને દેશનું સૌથી મોટું લાંબુ ચાલનારું બચાવ અભિયાન બતાવવામાં આવી રહ્યું છે. 

બચાવ અભિયાનના પ્રવક્તા અને સુસ્નગીએ જણાવ્યું કે, હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય ભૂ-ભૌતિકીય અનુસંધાન સંસ્થાન, વૈજ્ઞાનક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (એનજીઆઈઆર-સીએસઆઈઆર) અને ગ્રેવિટી એન્ડ મેગ્નેટિક ગ્રૂપના એક્સપર્ટ્સની ટીમ બચાવ સ્થળ પર પહોંચી ગઈ છે.

fallbacks

તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રેડાર (જીપીઆર) અને ચેન્નાઈ સ્થિત રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (આરઓવી)ની એક ટીમ પણ બચાવ મિશનમાં મદદ માટે પહોંચી છે. અધિકારીએ કહ્યું કે, અત્યાર સુધી 370 ફૂટ ઊંડી ખાણમાંથી એક કરોડ લિટર પાણી કાઢવામાં આવી ચૂક્યું છે. પરંતુ જળસ્તરમાં કોઈ વધુ બદલાવ આવ્યો નથી. 

તેમણે કહ્યું કે, પાસે જ આવેલી અન્ય ખાણમાંથી બે કરોડ લિટર પાણી કાઢી દેવામાં આવ્યું છે. જોકે, અમને શંકા હતી કે, આ ખાણ એકબીજા સાથે જોડાયેલી છે. જોકે, બચાવકર્મીઓ હજી એ શોધી શક્યા નથી કે, આ પાણી ક્યાંથી અને કેવી રીતે આવી રહ્યું છે. 

બચાવ અભિયાનમાં અનેક સરકારી એન્જસીઓ અંતર્ગત 200 કર્મચારીઓ કામે લાગ્યા છે. જેમાં નૌસેના અને એનડીઆરએફ ટીમ ઉપરાંત કોલ ઈન્ડિયા અને કિર્લોસ્કર બ્રધર્સના કર્મચારીઓ પણ સામેલ છે. બચાવ અભિયાનની દેખરેખ કરી રહેલ સુપ્રિમ કોર્ટે બચાવ એજન્સીઓને ખણિકોને જીવંત કે મૃત બહાર કાઢવાનો નિર્દેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More