Home> Health
Advertisement
Prev
Next

Health Tips: રોજ 5 કલાકથી ઓછી ઊંઘ કરનારને આ ગંભીર બીમારીઓ થવાનું વધે છે જોખમ

Health Tips: સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, વધતી ઉંમર સાથે લોકોની ઊંઘવાની આદતો પર અસર થાય છે. પરંતુ સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ રોજ લગભગ 7 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. જે લોકો ઓછી ઊંઘ કરે છે તેમને ગંભીર રોગ થવાનું જોખમ વધી જાય છે. 

Health Tips: રોજ 5 કલાકથી ઓછી ઊંઘ કરનારને આ ગંભીર બીમારીઓ થવાનું વધે છે જોખમ

Health Tips: વધતી ઉંમરની સાથે ઊંઘ ઓછી થવી તે સામાન્ય વાત છે. પરંતુ સંશોધકોના મતે 50 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ રોજ પાંચ કલાકથી ઓછી ઊંઘ કરે તો તે ગંભીર રોગ થવાનું જોખમ વધારે છે. એક અભ્યાસમાં લોકોમાં ઊંઘનો સમયગાળો અને હૃદયરોગ, ડાયાબિટીસ કે કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીઓ થવાના કારણો વચ્ચે શું સંબંધ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જેમાં સામે આવ્યું કે 50 વર્ષની ઉંમરે પાંચ કલાકથી ઓછી ઊંઘ લેતા લોકોમાં ક્રોનિક અને ગંભીર રોગ વધારે જોવા મળ્યા હતા. જ્યારે તેમને બે કે તેથી વધુ ગંભીર રોગો થવાનું જોખમ 40 ટકા વધુ હોવાનું જણાયું હતું. આ જોખમ એવા લોકોમાં ઓછું જોવા મળ્યું છે જેઓ લગભગ સાત કલાક ઊંઘે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, વધતી ઉંમર સાથે લોકોની ઊંઘવાની આદતો પર અસર થાય છે. પરંતુ સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ રોજ લગભગ 7 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. જે લોકો ઓછી ઊંઘ કરે છે તેમને ગંભીર રોગ થવાનું જોખમ વધી જાય છે. 

આ પણ વાંચો: 

આ 5 આયુર્વેદિક ઉપાયો બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કરી દેશે બહાર, નહીં આવે હાર્ટ એટેક

બ્લડ સુગર લેવલ દવા વિના રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ખાલી પેટ પીવું હળદર વાળું પાણી

Curd-Rice: ફરમેન્ટેડ દહીં ભાત ખાવાથી શરીરને થાય છે આ 5 ગજબના ફાયદા

ઓછી ઊંઘના કારણે કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યા થાય છે ?

-  ઓછી ઊંઘ કરવાથી ચીડિયાપણું અને ગુસ્સો આવવો. મૂડ સ્વિંગ થઈ શકે છે.
-  પૂરતી ઊંઘ ન મળવાના કારણે ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા અને યાદશક્તિમાં પણ નબળાઈ આવી શકે છે. 
-  પૂરતી ઊંઘ ન આવવાથી તમને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગી શકે છે.
-  ઓછી ઊંઘ કરવાથી ભૂખ ન લાગવી અથવા વધુ લાગવાની સમસ્યા થઈ શકે છે. 
 
કેવી રીતે સુધારવી ઊંઘની પેટર્ન 

જો તમને રોજ મોડા ઊંઘવાની આદત પડી ગઈ છે તો સૌથી પહેલા સુવાનો સમય નિયમિત કરો. વીકેન્ડમાં પણ સમયસર સુવાનું રાખો. આ સિવાય સારી ઊંઘ માટે બેડરુમને ડાર્ક અને શાંત રાખો. આલ્કોહોલનું સેવન કરવાનું ટાળો. નિયમિત રીતે દિવસે વ્યાયામ કરો. જેથી રાત્રે સમયસર ઊંઘ આવી જાય.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More