Home> Health
Advertisement
Prev
Next

લેપટોપ અને મોબાઇલ પર કલાકો સુધી કરો છો કામ, તો જાણી લો 20-20-20નો આ નિયમ, બાકી થશો આ બીમારીનો શિકાર

સ્ક્રીનના વધુ પડતા એક્સપોઝરને કારણે વિઝન સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે, જેના કારણે તમને ઘણા પ્રકારની મુશ્કેલી થઈ શકે છે. અહીં જાણો આ સમસ્યાનું કારણ અને બચાવની રીત.
 

લેપટોપ અને મોબાઇલ પર કલાકો સુધી કરો છો કામ, તો જાણી લો 20-20-20નો આ નિયમ, બાકી થશો આ બીમારીનો શિકાર

નવી દિલ્હીઃ નોકરી કરતા લોકોનું મોટા ભાગનું કામ મોબાઈલ કે લેપટોપ પર થાય છે. કામ ઝડપથી પૂર્ણ કરવા માટે, લોકો લાંબા સમય સુધી સ્માર્ટફોન અથવા લેપટોપમાં લાંબા સમય સુધી જોતા તેમનું કામ કરતા રહે છે. ઘણી વખત દબાણ એટલું વધી જાય છે કે કામની વચ્ચે તેમને ઉઠવાનો અને બેસવાનો અને ખાવા-પીવાનો સમય નથી મળતો. આ સિવાય ફ્રી ટાઇમમાં લોકો સોશિયલ મીડિયા, વેબસિરીઝ, વીડિયો વગેરેના વર્તુળમાં ગેજેટ્સમાં વ્યસ્ત રહીને લાંબો સમય પસાર કરે છે. સ્ક્રીનના વધુ પડતા સંપર્કમાં આવવાથી આંખોમાં શુષ્કતાની સમસ્યા થાય છે અને અહીંથી વિઝન સિન્ડ્રોમની સમસ્યાનું જોખમ વધી જાય છે.

આ મામલામાં નેત્ર રોગ નિષ્ણાંત ડો. અસીમ અગ્રવાલનું કહેવું છે કે સ્ક્રીન પર સતત કામ કરવા અને ઓછી આંખો પટપટાવવા, કોન્ટેક્ટ લેન્સનો વધુ સમય સુધી ઉપયોગ કરવાને કારણે મોટાભાવે આ સમસ્યા થાય છે. વિઝન સિન્ડ્રોમને કારણે આંખોમાં ડ્રાઈનેસ થવા લાગે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓ સામે આવે છે. સમય રહેતા તેને કંટ્રોલ ન કરવામાં આવે તો આ મુશ્કેલી ગંભીર રૂપ લઈ શકે છે. 

આ છે વિઝન સિન્ડ્રોમના લક્ષણ
વિઝન સિન્ડ્રોમના સમયમાં આંખોમાં ડ્રાઈનેસ વધવાથી ઇરિટેશન અનુભવાય છે અને એવું લાગે છે કે કોઈ કચરો આંખમાં પડી ગયો હોય. આ સિવાય ઘણી વખત ઝાંખાપણું, ખંજવાળ, લાલાશ, થાક, એક જગ્યાએ બે વસ્તુ જોવાથી આંખ સામે અંધારા આવવા જેવા તમામ લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો- સાવધાન! શું તમને તો નથી ને આ બીમારીઓ? ધીમે ધીમે શરીરને કરી નાખે છે ખતમ

20-20-20 નો ફોર્મ્યુલા થશે મદદરૂપ
ડો. અસીમનું કહેવું છે કે આ સમસ્યાથી બચવા માટે સતત કામ કરવાની સ્થિતિથી બચવું જોઈએ. તે માટે 20-20-20 ની ફોર્મ્યુલા ખુબ કામની છે. તે માટે તમે કાની દરેક 20 મિનિટ બાદ બ્રેક લો અને 20 સેકેન્ટ માટે 20 ફુટનું અંતર રાખો. તેને એક રૂટીનનો ભાગ બનાવી લો. આ પ્રેક્ટિસ તમારા માટે ખુબ મદદગાર સાબિત થશે. 

આ કામ પણ છે જરૂરી
સ્ક્રીન ટાઇમને ઓછો કરો. વચ્ચે-વચ્ચે આંખ પટપટાવતા રહો. અંધારામાં મોબાઇલ ફોન કે લેપટોપનો ઉપયોગ કરવાથી બચો. જ્યાં પણ કામ કરો ત્યાં સારો પ્રકાશ હોય તેનું ધ્યાન રાખો.
લેપટોપ પર કામ કરવા સમયે ચશ્માનો ઉપયોગ કરો અને તેમાં એન્ટી ગ્લેયર લેન્ચ લગાવડાવો.
સુવા સમયે નિયમિત રૂપથી ડોક્ટર દ્વારા નિર્દેશિત આઈડ્રોપ નાખો.
આંખોમાં ખંજવાળ આવવા પર આંખમાં પાણી નાખો, તેને ખંજવાળો નહીં.
ફળ, લીલા શાકભાજી, બદામ, અખરોડ વગેરે વસ્તુઓને ડાઇટમાં સામેલ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More