Home> Health
Advertisement
Prev
Next

Corona માં તમને ગળામાં ખારાશ કે સોજાની સમસ્યા હોય તો થાઓ સાવધાન, અજમાવો આ ઘરેલું નુસખા

વાઈરલ થ્રોટ ઇન્ફેક્શન શિયાળામાં એક સામાન્ય સમસ્યા જોવા મળતી હોય છે. આમાં, દવાઓ સિવાય, તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તેનાથી ગળાના દુ:ખાવાની સમસ્યામાં રાહત મળશે. કોરોનાના સમયમાં વધારે સાવચેત થવાની જરૂર છે.

Corona માં તમને ગળામાં ખારાશ કે સોજાની સમસ્યા હોય તો થાઓ સાવધાન, અજમાવો આ ઘરેલું નુસખા

નવી દિલ્હી: હાલ કોરોના મહામારીમાં વાયરલ ઈન્ફેક્શન અથવા તો બેક્ટેરિયલ ચેપ અથવા અન્ય ઘણા કારણોસર ગળામાં દુ:ખાવો એક સમસ્યા હોઈ શકે છે. નિષ્ણાંતોના મતે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાના લીધે સ્ટ્રેપ થ્રોટ ઇન્ફેક્શન ખતરનાક છે. જેના કારણે તાવ પણ આવી શકે છે. વાઈરલ થ્રોટ ઇન્ફેક્શન શિયાળામાં એક સામાન્ય સમસ્યા છે. આમાં, દવાઓ સિવાય, તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તેનાથી ગળાના દુ:ખાવાની સમસ્યામાં રાહત મળશે. આ નુસખાં અપનાવતાં પહેલાં આપને કોઈ એલર્જી હોય એ તો એ ખાસ જાણી લેવું.

મધ
ગળાના દુખાવાની સમસ્યામાં પણ મધનું સેવન કરવાથી ફાયદો થશે. તમે ચામાં મધ ઉમેરીને પી શકો છો. મધમાં રહેલા પોષક તત્વો તમને વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે. તેનાથી ગળાના દુખાવામાં પણ રાહત મળશે.

હળદરની ચા
જો તમે પણ ગળામાં ખરાશની સમસ્યાથી પરેશાન છો તો હળદરની ચાનું સેવન કરો. હળદરનું સેવન કરવાથી બળતરાની સમસ્યા દૂર થશે અને હળદર ગળામાં દુ:ખાવો, સોજો અને શરદી મટાડવામાં પણ મદદ મળે છે.

તુલસીનો ઉકાળો
ગળાના દુ:ખાવાની સમસ્યામાં તુલસીની ચા અથવા ઉકાળાનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે અને વાયરલ ચેપ દૂર કરશે.

અન્ય ઉપાયો
- કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે કોગળા કરવાથી ખાંસી-શરદી તેમજ ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.
– તમાલપત્રને પાણીમાં ઉકાળીને કોગળા કરવા જોઈએ. આ સિવાય ડુંગળીને વાટીને સંચળ અને જીરુ મિક્સ કરી ખાવુ જોઈએ. આવુ કરવાથી ગળાની બળતરા સારી થઈ જાય છે.
– આખા ધાણા સૂકા ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. અને ગળાના સોજામાં પણ રાહત થાય છે.
– ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
– દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ ભેળવીને જીભ ઉપર ચોપડવાથી ગળાના દુખાવામાં રાહત મળશે.
– લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
– ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
– ગરમ પાણીમાં નમક-હળદર નાખી ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.
– પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More