Home> Health
Advertisement
Prev
Next

Healthy Roti: રોટલી બની જશે સુપરફૂડ, લોટમાં ઉમેરો આ 3 વસ્તુઓ, શરીર રહેશે હેલ્ધી

Healthy Roti: શું તમે જાણો છો કે તમે રોજ ઘરમાં બનતી રોટલીને વધારે હેલ્ધી બનાવી શકો છો ? તેના માટે રોટલીના લોટમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાની હોય છે. આ વસ્તુઓ રોટલીના લોટમાં ઉમેરવાથી રોટલી હેલ્ધી બની જાય છે. 

Healthy Roti: રોટલી બની જશે સુપરફૂડ, લોટમાં ઉમેરો આ 3 વસ્તુઓ, શરીર રહેશે હેલ્ધી

Healthy Roti: રોટલી દરેક ભારતીય ઘરમાં મુખ્ય ભોજનમાં આવે છે. રોજ ઘરમાં રોટલી બને જ છે. રોટલી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે રોજ ઘરમાં બનતી રોટલીને વધારે હેલ્ધી બનાવી શકો છો ? તેના માટે રોટલીના લોટમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાની હોય છે. આ વસ્તુઓ રોટલીના લોટમાં ઉમેરવાથી રોટલી હેલ્ધી બની જાય છે. 

આ પણ વાંચો: Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, ઝડપથી થશે ફાયદો

રોટલીને હેલ્ધી બનાવવા લોટમાં ઉમેરો આ 3 વસ્તુઓ

મેથી દાણા - મેથી દાણામાં આયરન, મેગ્નેશિયમ અને ફાયબરથી ભરપુર હોય છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી પાચન તંત્રને દુરુસ્ત રાખે છે અને હાડકા મજબૂત થાય છે. મેથી દાણામાં એન્ટી ઓક્સીડન્ટ શરીરને બીમારીઓથી બચાવે છે. મેથી દાણાને ઘઉં સાથે પીસાવી લેવા અને તે લોટનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરવો.

આ પણ વાંચો: Superfoods: સવારે વાસી મોઢે આ 5 વસ્તુઓ લેવાથી બીમારીઓ થાય છે દુર અને શરીર રહે છે ફીટ

અળસીના બી - અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાયબરથી ભરપુર હોય છે. તેનાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે. બેડ કોલેસ્ટ્રોલ રહેતું હોય તેમના માટે આ ઉપાય અસરકારક છે. અળસીના બીનો પાવડર કરી રોટલીના લોટમાં મિક્સ કરી લોટ બાંધવો. 

આ પણ વાંચો: Garlic: ઘુંટણના દુખાવાથી લઈ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરશે લસણનો આ ઘરેલુ નુસખો

મોરિંગા - મોરિંગાને સુપરફૂડ કહેવાય છે. તેમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સથી ભરપુર હોય છે. તે ઈમ્યૂનિટી મજબૂત કરે છે. તેનાથી એનીમિયા દુર કરે છે અને ત્વચાને ફાયદો કરે છે. મોરિંગાના લોટને રોટલીના લોટમાં મિક્સ કરી રોટલી બનાવવી. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More