Home> Health
Advertisement
Prev
Next

Bad Cholesterol: શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને તુરંત કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, આજથી જ ડાયટમાં કરો સામેલ

Bad Cholesterol Home Remedies: બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવા માટે દવાની સાથે કેટલાક ઘરેલુ ઉપાય કરવા ફાયદાકારક સાબિત થાય છે. આજે તમને 5 એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ જેને કરવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે. 

Bad Cholesterol: શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને તુરંત કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, આજથી જ ડાયટમાં કરો સામેલ

Bad Cholesterol Home Remedies: હાઈ કોલેસ્ટ્રોલ એક ગંભીર સમસ્યા છે જે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થો હોય છે જે બ્લડવેન્સમાં વધે છે. જ્યારે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હૃદય સુધી રક્ત બરાબર રીતે પહોંચતું નથી. આ સ્થિતિ ગંભીર સાબિત થઈ શકે છે. તેથી જ સતત વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાના ઉપાય ઝડપથી કરવા જોઈએ. 

આ પણ વાંચો: ઘરમાં રહેલી 2 વસ્તુથી બનેલું ચૂર્ણ 21 દિવસમાં ડાયાબિટીસ સહિતની સમસ્યાનો કરશે ખાતમો

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવા માટે દવાની સાથે કેટલાક ઘરેલુ ઉપાય કરવા ફાયદાકારક સાબિત થાય છે. આજે તમને 5 એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ જેને કરવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે. 

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાના 5 ઘરેલુ ઉપાય 

ઓટ્સ 

ઓટ્સ ખાવા ગુણકારી છે. તે બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. સવારના નાસ્તામાં ઓટ્સ ખાવાથી આખો દિવસ પેટ ભરેલું લાગે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ અને વજન બંને કંટ્રોલમાં રહે છે. 

આ પણ વાંચો: રોજ સવારે ખાલી પેટ 1 ચમચી ઘી પી લેવું, શરીરની 6 સમસ્યા દવા વિના થઈ જાશે દુર

નટ્સ 

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ડ્રાયફ્રુટ પણ ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બેડ કોલેસ્ટ્રોલમાં સૌથી વધારે બદામ, અખરોટ, અળસી અને ચિયાસીડ ફાયદો કરે છે.

લસણ 

લસણમાં એલિસિન નામનું યૌગિક હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો રોજ કાચું લસણ ખાવું જોઈએ. જો કાચુ લસણ ન ખાવું હોય તો દૈનિક આહારમાં લસણનો સમાવેશ કરવાનું રાખો. 

આ પણ વાંચો: Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર

હળદર 

હળદરમાં કર્કયુમીન નામનું યૌગિક હોય છે જે શરીરમાં આવતા સોજાને દૂર કરવામાં મદદ કરે છે. હળદરને તમે દૂધમાં મિક્સ કરીને પી શકો છો અથવા તો મધ સાથે પણ લઈ શકો છો. ડાયટમાં હળદરનો સમાવેશ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ઘટી જાય છે. 

ગ્રીન ટી 

ગ્રીન ટી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે. દિવસ દરમિયાન બે વખત ગ્રીન ટી પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: કેન્સરની શરુઆતમાં શરીરમાં જોવા મળે આ 8 લક્ષણ, આ સાયલન્ટ સંકેતોને ન કરવા ઈન્ગોર

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More