Home> Health
Advertisement
Prev
Next

ચા ન પીવી જોઈએ તેવી તો ઘણી વાતો સાંભળી, હવે જાણો ચાના અધધધ ફાયદા

ગુજરાતીઓ માટે 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે. મિત્રો સાથે ગપાટાં મારવા માટે ચા થી સારું કોઈ બહાનું હોતું નથી. એ જ કારણ છેકે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દુનિયાભરમાં સૌથી વધારે ચા પીવાય છે.

ચા ન પીવી જોઈએ તેવી તો ઘણી વાતો સાંભળી, હવે જાણો ચાના અધધધ ફાયદા

ઝી બ્ચૂરો, અમદાવાદઃ  ચા રસિયાઓ માટે ચા પીવી એ અમૃત પીવા સમાન છે. તે લોકો ઘરે કે કિટલી પર ચા પીવા માટે હંમેશાં તૈયાર રહે છે. વિશ્વભરમાં ભલે ચા દિવસની ઉજવણી માટે અલગ અલગ તારીખો નક્કી કરેલી હોય પરંતું ભારતીયો માટે 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે. 

ચા અને કોફીના ચાહકો વચ્ચે કાયમ રહે છે શાબ્દિક જંગ 

એક તરફ ચા પીનારા આશિકોનો વર્ગ તો બીજી તરફ કોફી પ્રેમીઓ... સૌથી સારું પીણું કઈ તે બાબતે આજથી નહી પણ વર્ષોથી બને વર્ગ વચ્ચે રકઝક થતી રહી છે. હજુ સુધી ચા શ્રેષ્ઠ કે કોફી તે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કોફી પીનારા લોકો ચાના ગેરફાયદા ગણાવતા રહે છે તો ચાના ચાહકો કોફીથી થતું નુકસાન ગણાવે છે. પરંતુ અમે આપને જણાવી રહ્યા છીએ ચા પીવાના ફાયદા. આ ફાયદા ચાના ચાહકો જાણશે તો તેમની છાતી ગર્વથી ફૂલી જશે અને જે લોકો ચા નથી પીતા તે કોફી પીતા પીતા ચાના ફાયદા વાંચીને દંગ રહી જશે.

fallbacks

ક્યાંથી થયું ચાનું આગમન?

બોટનીની ભાષામાં કહીએ તો ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડનાં પાંદડાંને જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે. 16મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે આપવાની શરૂઆત થઈ. ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચડાવવા ચા આપતા. 17મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને આસામ અને કુર્ગ (તામિલનાડુ)નું હવામાન માફક આવે છે. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા એક્સપોર્ટ થાય છે અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચામાં 32 ટકા ચા પત્તી ભારતની છે. ચાનો બિઝનેસ 10 હજાર કરોડનો છે.

fallbacks

જાણો આદુવાળી ચા પીવાના ફાયદા:

1) ચા પીવાથી વધે છે રોગ પ્રતિકારક શકિત:

ચાને એનર્જી બુસ્ટઅપ ડ્રિંક કહેવામાં આવે છે. ચામાં રહેલું કેફિન અને ટેનિન તત્ત્વ શરીરમાં સ્ફૂર્તિનો સંચય કરે છે. ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ શરદી-કફ અને માથાના દુખાવામાં રાહત મળે છે.

 

2)આદુવાળી ચાથી શરીરમાં રહે છે સ્ફૂર્તિ:

આદુવાળી ચામાં પુષ્કળ માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જેના કારણે શરીર સ્વસ્થ રહે છે. આદુ શરીરમાં ઊર્જાનો સંચય કરે છે. સવારે આદુવાળી ચા પીધી હોય તો દિવસભર ઊર્જા રહે છે.

 

3) પાચનશકિતને મજબૂત બનાવે છે ચા:

જો ચા આદુવાળી હોય તો તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચનશકિતને મજબૂત રાખે છે. ચાના કારણે શ્વાસ સંબંધી સમસ્યા પણ દૂર થાય છે. શરીરનાં તમામ અંગોને આદુવાળી ચાથી ફાયદો થાય છે.

fallbacks

4) ચા તમને રાખે છે વધુ જવાન:

આદુવાળી ચામાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા શરીરમાં એન્ટિ એજિંગ રોકે છે. ચાના કારણે ત્વચા પર થતી કરચલીઓ દૂર થાય છે. ઘણા લોકોને ઉંમર વધવાની સાથે ચામડી લચી પડતી હોય છે, જો તમને આવી સમસ્યા હોય તો આદુવાળી ચા પીવાની શરૂઆત કરી દેવી જોઈએ. આદુમાં ચહેરા પર કરચલી દૂર કરવાની સાથે એન્ટિ એજિંગની સમસ્યા દૂર કરવાની તાકાત હોય છે. જો આ બધી સમસ્યાઓ દૂર કરવી હોય તો આદુવાળી ચા પીવાની શરૂ કરી દો.

કોરોનાથી અપરિણીત લોકોને જોખમ વધુ, થઈ શકે છે મૃત્યુ, જાણો કેમ?

5) ચા પીવો અને તણાવમુક્ત રહો:

આદુવાળી ચા પીવાથી મગજ શાંત રહે છે. આદુવાળી ચામાં સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટી હોવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. એટલે જ જ્યારે તમને આળસ આવતી હોય કે ઊંઘ આવતી હોય અને તમે ચા પીવો તો તરોતાજા થઈ જાઓ છો.

 

6) આયુર્વેદિક રીતે પણ ચાના ઘણા ફાયદા:

આયુર્વેદમાં કહેવાયું છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત, પિત્ત અને કફ જેવા દોષો દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતા અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેથી આદુવાળી ચા પીવી એ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે.

WEEKEND પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપ્શન નહીં મળે

7) શરદી ખાંસીમાં મળે છે રાહત:

ચા એ શરદી-ખાંસીના દર્દીઓ માટે અમૃત સમાન છે. જે લોકોને શરદી અને ખાંસીનો કોઠો રહેતો હોય તેમના માટે આદુવાળી ચા મોટી રાહતનું કામ કરે છે. આદુવાળી ચા તમારી શરદી-ખાંસીની સમસ્યા દૂર કરે છે. ચા પીવાથી શરીરમાં તમને ગરમી મળે છે અને શરદી ખાંસીમાંથી રાહત મળે છે.

fallbacks

8) આદુવાળી ચા પીવાથી ભૂખ ઉઘડશે:

અનેક લોકો હોય છે જેમને ભૂખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે તે લોકો માટે આદુવાળી ચા અક્સીર ઈલાજ છે. નિયમિત રીતે આદુવાળી ચા પીવો તો ભૂખ ઊઘડે છે અને આ સમસ્યા દૂર થાય છે.

પ્રમાણસર પીવાથી કોઈ નુકસાન થતું નથી. પણ કોઈપણ વસ્તુ વધારે પડતી ખાવા કે પીવામાં આવે તો તેનાથી હંમેશા તકલીફ ઉભી થતી હોય છે. એટલે હવે કોઈ તમને કહે કે ચા ન પીવો તો તેમને આ ફાયદા જણાવી દો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More