Home> Health
Advertisement
Prev
Next

ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી કે ભાખરી તમે પણ ખાતા હોય તો એકવાર વાંચી લો તેનાથી થતાં નુક્સાન વિશે પણ

Refrigerated Roti Dough: વધેલા લોટને ફ્રીઝમાં મૂકી દેવામાં આવે છે અને પછી વધેલા લોટને એકસાથે ભેગા કરીને રોટલી કે ભાખરી બનાવી દેવામાં આવતી હોય છે. જો તમારા ઘરમાં પણ આ રીતે વાસી લોટનો ઉપયોગ થાય છે તો ખાસ સાવધાન રહેજો. 

ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી કે ભાખરી તમે પણ ખાતા હોય તો એકવાર વાંચી લો તેનાથી થતાં નુક્સાન વિશે પણ

Refrigerated Roti Dough: ઘણા લોકોને આવી ટેવ હોય છે. ક્યારેક ક્યારેક તો મહિલાઓ આળસના કારણે એકવારમાં બપોર અને સાંજનો એકસાથે લોટ બાંધી દે છે કારણ કે સાંજે ફરી લોટ બાંધવો ના પડે. અથવા ઘણા લોકો વધેલા લોટને ફ્રીઝમાં મૂકી દે છે બાદમાં વધેલા તમામ લોટને એકસાથે ભેગા કરીને રોટલી કે ભાખરી બનાવી દેવામાં આવતી હોય છે. જો તમારા ઘરમાં પણ આ રીતે વાસી લોટનો ઉપયોગ થાય છે તો ખાસ સાવધાન રહેજો. ફ્રીઝમાં બાંધેલો લોટ પડી રહેતો હોય તો તમારા શરીર માટે આ નુક્સાનકારક છે.  આજે તમને જણાવીએ ફ્રીઝમાં રાખેલા લોટનો ઉપયોગ કરવાથી કેટલા નુકસાન થાય છે. 

આ પણ વાંચો:

પ્રોટીન મેળવવા ઈંડા ખાવાની નહીં પડે જરૂર, આ શાકભાજીનું સેવન કરવાથી પણ થાય છે લાભ

આ વસ્તુઓનો ડાયટમાં કરશો સમાવેશ તો શરીરમાં જળવાઈ રહેશે એનર્જી

Benefits of Jackfruit: ફણસનું સેવન કરવાથી થતા ફાયદા જાણી આજથી જ ખાવાનું કરી દેશો શરુ

સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીજમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે. 

આયુર્વેદ શું કહે છે ?

આયુર્વેદમાં પણ ફ્રીજમાં મુકેલા લોટનો ઉપયોગ નહી કરવા જણાવાયું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તો તાજો જ લોટ બાંધીને બનાવો. ફ્રીજમાં મુકેલ લોટનો ઉપયોગ ન કરો. ફ્રીજમાં જે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે અને તેનો સ્વાત તાજા લોટથી ખુબ જ અલગ હોય છે. 

ધાર્મિક કારણ

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસી ભોજન પ્રેત ભોજન સમાન છે. તે ઉપરાંત ગણા લોકો તેમ પણ કહે છે જ્યારે પણ ફ્રીજમાં વધેલો લોટ મુકો છો તો તે પિંડ સમાન થઇ જાય છે. ત્યાર બાદ આ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. માણસ જો આ ભોજન કરે તો તે પણ પ્રેત સમાન થઇ જાય છે. તે ઘરમાં હંમેશા આળશ અને રોગનો વાસ રહે છે. 

વૈજ્ઞાનિક તથ્ય

નિષ્ણાંતોનું કહેવું છે કે જેવો લોટમાં પાણી ઉમેરો છો તે સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. એવું એટલા માટે કહેવાય છે કારણ કે ઘણા એવા રાસાયણીક પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. લોટ જ્યારે પણ ફ્રીજમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીજમાં રહેલા હાનિકારક કિરણો તેમાં ભળી જાય છે. જેના કારણે ફ્રીજમાં મુકેલ લોટ અનેક પ્રકારે બિમારીઓનો ખતરો પેદા કરે છે. 

ઘણા લોકોને ગેસની પરેશાની પણ વાસી લોટનાં કારણે થઇ શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે સમયે તમારી રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધો અને તાજી રોટલી જ હંમેશા ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More