Home> Health
Advertisement
Prev
Next

ખતરાની ઘંટડી સમાન પ્રશ્ન : શું તમારું RO ખરેખર શુદ્ઘ પાણી આપે છે?

રિવર્સ ઓસ્મોસિસ એટલે કે (RO) ટેકનિક પાણીની અશુદ્ધિઓ સાફ કરવામાં સૌથી સારી છે. આવુ માનીને દરેક ઘરમાં આરઓ તો લાગી જાય છે, પરંતુ આટલા વર્ષોમાં આરઓ સિસ્ટમ ખુદની અશુદ્ધિઓમાંથી નિજાત મેળવી શક્યુ નથી. આરઓ ટેકનિક હંમેશાથી શંકાના ઘેરામાં આવે છે. કારણ કે તે પાણીમાંથી જરૂરી મનિરલ જેમ કે, કેલ્શિયમ અને મેગ્નેશિયમને પણ ખતમ કરી દે છે. સાથે જ પાણીની સફાઈના પ્રોસેસમાં થનારી બરબાદી માટે પણ આ ટેકનિક સવાલોના ઘેરામાં આવે છે. આરઓ પાણી સાફ કરવાના ચક્કકરમાં 80 ટકા સુધી પાણીને બેકાર કરી દે છે. 

ખતરાની ઘંટડી સમાન પ્રશ્ન : શું તમારું RO ખરેખર શુદ્ઘ પાણી આપે છે?

નવી દિલ્હી :રિવર્સ ઓસ્મોસિસ એટલે કે (RO) ટેકનિક પાણીની અશુદ્ધિઓ સાફ કરવામાં સૌથી સારી છે. આવુ માનીને દરેક ઘરમાં આરઓ તો લાગી જાય છે, પરંતુ આટલા વર્ષોમાં આરઓ સિસ્ટમ ખુદની અશુદ્ધિઓમાંથી નિજાત મેળવી શક્યુ નથી. આરઓ ટેકનિક હંમેશાથી શંકાના ઘેરામાં આવે છે. કારણ કે તે પાણીમાંથી જરૂરી મનિરલ જેમ કે, કેલ્શિયમ અને મેગ્નેશિયમને પણ ખતમ કરી દે છે. સાથે જ પાણીની સફાઈના પ્રોસેસમાં થનારી બરબાદી માટે પણ આ ટેકનિક સવાલોના ઘેરામાં આવે છે. આરઓ પાણી સાફ કરવાના ચક્કકરમાં 80 ટકા સુધી પાણીને બેકાર કરી દે છે. 

આમ તો, દિલ્હી જળ બોર્ડે નિર્ણય દરમિયાન તરત સ્પષ્ટતા આપી હતી કે, અમે જે પાણી સપ્લાય કરી રહ્યા છે, તેમાં કોઈ ખરાબી નથી. અમે કેટલાક ઘરોમાં જઈને સમજવાનો પ્રયાસ કર્યો કે, કેવી રીતે લોકો પાણી પીએ છે. 

અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેઘ, રસ્તાઓ ભીંજાયા, વસ્ત્રાપુર તળાવમાં આવ્યું પાણી...

મોટાભાગના ઘરોમાં પાણી સ્વાદરહિત, ગંધરહિત અને રંગરહિત છે, તો તે સાફ અને શુદ્ધ પાણી છે. આરઓથી બરબાદ થઈ રહેલા પાણીને કેટલાક લોકો પ્લાન્ટ્સ માટે ઉપયોગમાં લઈ રહ્યાં છે. કેટલાક લોકો તેનો ઉપયોગ સફાઈ માટે કરે છે, તો કેટલાક તેને ફેંકી દે છે. જળ સંકટનો સામનો કરી રહેલી દુનિયામાં આવી ટેકનિક પર સવાલ ઉઠાવવા યોગ્ય છે, જે રોજ પાણીનો વેડફાટ કરી રહ્યું છે. એનજીટીના લેટેસ્ટ આદેશમાં આ તથ્ય પર મોહર લગાવવામાં આવી છે કે, દરેક પાણીને સાફ કરવા માટે આરઓ જરૂરી નથી. 

એનજીઓ ફ્રેન્ડ્સે એક અરજીમાં એનજીટીને કહ્યું હતું કે, દિલ્હીમાં ફિરોજશાહ કોટલા સ્ટેડિયમની સાફ-સફાઈમાં આરઓથી ટ્રીટ થયેલ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના બાદ આ કિસ્સાએ વેક પકડ્યો અને એનજીઓએ આરઓની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો છે. આરજીઓની જરૂરિયાતનો મામલો 2018માં પણ આ અદાલતમાં ઉઠ્યો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ પર્યાવરણ મંત્રાલયને નિર્દેશ આપ્યા કે, જ્યાં પાણીમાં ટીડીએસની માત્રા 500 એમજી પ્રતિ લિટરથી ઓછી હોય, ત્યાં આરઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવો અને લોકોને ડીમિનરલાઈઝ્ડ પાણીના નુકશાન પ્રતિ જાગૃત પણ કરો. એનજીટીએ નોટિફિકેશન જાહેર કરવા માટે મંત્રાલયને એક મહિનાનો સમય આપ્યો છે. 

Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે

એમ પણ કહ્યું છે કે, આરઓથી વેડફાઈ જનારા 60 થી 75 ટકા પાણીને રિકવર કરવામાં આવે અને તેનો ઉપયોગ ધોલાઈ જેવા કામોમાં કરવામાં આવે. આરઓતી મળનારું પાણી ક્વોલિટી પર રિસર્ચ કરવા માટે પણ મંત્રાલયને નિર્દેશ આપવામાં કહેવામાં આવ્યું. જળ બોર્ડે નિર્દેશ આપ્યા કે, નાગરિકોને સમય સમય પર પાણીની ગુણવત્તાની માહિતી આપો. આરઓ નિર્માતાઓને કહેવામાં આવ્યું કે, તેઓ પ્રોડક્ટ પર એવુ લખો કે, આરઓનો ઉપયોગ ત્યારે કરો જ્યારે પાણીમાં ટીડીએસની માત્રા 500થી ઉપર કરો. 

આરઓ બનાવનારી કંપનીઓના પ્રતિનિધિ તરીકે રજૂ થયેલા વોટર ક્વોલિટી ઈન્ડિયન એસોસિયેશનના સદસ્યોએ દલીલ આપી કે, દેશના 13 રાજ્યોના 98 જિલ્લા એવા છે, જ્યાં પાણીને આરઓ ટેકનિકથી જ પાણી યોગ્ય બનાવી શકાય છે. પરંતુ તેમણે પણ એ માન્યું કે, પાણીને શુદ્વ કરવાની પ્રોસેસમાં 80 ટકા પાણી વેડફાઈ જાય છે અને 20 ટકા પાણી માટે બચે છે. 

વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ

હવે અમે તમને બતાવીએ છે કે, આરઓ વોટર એટલે કે ડી-મિનરલાઈઝ્ડ વોટર શું હોય છે. ડિસ્ટીલેશન, ડી-આયોનાઈઝેશન અને મેમ્બ્રેન ફિલ્ટરેશન જેવી પ્રોસેરમાંથી પસાર થયા બાદ પાણી મિનરલમાંથી મુક્ત થઈ જાય છે. નેનો ફિલ્ટરેશન અને ઈલેક્ટ્રોડાયલિસીસ જેવી અલગ અલગ ટેકનિકથી યુક્ત આરઓ એટલે કે રિવર્સ ઓસ્મોસિસ ટેકનિકથી પસાર થઈને નીકળેલ પાણીમાં બહુ મિનરલ હોતા નથી. 

1970માં 10 વર્ષ સુધી એક રિસર્ચમાં 1980માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંગઠને પણ મિનરલમુક્ત પાણીને નુકશાનીવાળુ માન્યું હતું. ડબલ્યુએચઓએ 300 એમજી પ્રિત લીટરથી ઓછું ટીડીએસવાળા પાણીને બેસ્ટ ક્વોલિટીવાળું માન્યું છે. 

Pics : શાહપુરનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરુ, 20 વર્ષ પહેલા કરાવ્યું હતું બુકિંગ

આર્યુવેદ કહે છે પાણી કેવું હોવુ જોઈએ...
પીવાલાયક પાણીનો ઉલ્લેખ વેદોમાં પણ કરવામાં આવ્યો છે. ઋગ્વેદના જણાવ્યા અનુસાર, પાણી શીતલમ એટલે કે ઠંડું, સુશીની એટલે કે સાફ અને સિવમ એટલે કે તેમા જરૂરી ખનિજ તત્ત્વો હોવા જોઈએ અને પાણી ઈશ્ટમ એટલે કે પાણી પારદર્શી હોવું જોઈએ. પાણી વિલમલ લહુ શદગુનમ એટલે કે સીમિત માત્રાના એસિડ બેઝ સાથે હોવુ જોઈએ. એટલે કે જરૂરી નથી કે, દરેક ઘરમાં નળથી સપ્લાય થતા પાણીને આરઓ જ શુદ્ધ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More