Home> Health
Advertisement
Prev
Next

તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ ભારે પડી શકે છે, તેમાં પણ કાળુ પડેલુ તેલ તો....!!!

તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ ભારે પડી શકે છે, તેમાં પણ કાળુ પડેલુ તેલ તો....!!!
  • તેલમાં કેટલાક મુક્ત કણોનું નિર્માણ થાય છે, જે આગળ જઈને સ્વસ્થ કોષિકાઓ સાથે જોડાય છે અને બીમારીઓ પેદા કરે છે.
  • તેલ જેટલીવાર ગરમ થશે, તેટલીવાર તેમાં કેન્સરના કણ બને છે. આ કણ જ્યારે વધુ સમય સુધી તેલમાં રહી જાય છે તો તે વધી જાય છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતી પરિવારોમાં નાસ્તાની ભરમાર હોય છે. રોજેરોજ ગરમાગરમ મઠિયા, ફાફડા, ભજીયા, પૂરી બનતા રહે છે, અને પિરસાતા રહે છે. સમોસા ને ભજીયા તો સામાન્ય નાસ્તા છે. મોટાભાગના ગુજરાતી નાસ્તા તેલ વગર બનતા નથી. ત્યારે આવામાં ગુજરાતીઓનો તેલનો વપરાશ વધી રહ્યો છે. પરંતુ કેટલાક પરિવારોમાં કઢાઈમાં બચેલા તેલનો વારંવાર ઉપયોગ થતો રહે છે. એક નાસ્તા બાદ એ જ તેલમાં બીજો નાસ્તો બનાવવામાં આવે છે. બચેલા તેલને વાપરવું એ કરકસરનો જ એક ભાગ ગણાય છે. પરંતુ આવી કરકસર કરનારાઓને ખબર નથી કે, તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ કેટલુ નુકસાનકારક બની શકે છે. તે આગળ જઈને અનેક બીમારીઓને આમંત્રણ આપી શકે છે. 

ફૂડ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, તેલમાં કેટલાક મુક્ત કણોનું નિર્માણ થાય છે, જે આગળ જઈને સ્વસ્થ કોષિકાઓ સાથે જોડાય છે અને બીમારીઓ પેદા કરે છે. આ મુક્ત કણ કેન્સર પેદા કરનારા હોઈ શકે છે. અર્થાત તેનાથી કેન્સર થઈ શકે છે. તથા ધમનીઓમાં ખરાબ કોલેસ્ટોરોલનું સ્તર પણ વધી શકે છે અને ધમનીઓમાં તકલીફ પેદા થઈ શકે છે.  

આ પણ વાંચો : બે દિવસ સી પ્લેન ઉડાન નહિ ભરે, તારીખ જાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્લાનિંગ કરજો
 
જેટલું ગરમ કરશો તેટલું નુકશાન
તેલ જેટલીવાર ગરમ થશે, તેટલીવાર તેમાં કેન્સરના કણ બને છે. આ કણ જ્યારે વધુ સમય સુધી તેલમાં રહી જાય છે તો તે વધી જાય છે અને તેને ફરીથી ઉકાળવાથી તેની શક્તિ વધી જાય છે. તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં કેન્સર ઉત્પન્ન કરનારા તત્ત્વ આવી જાય છે. જેને કારણે શરીરમાં ગોલ બ્લેડર કે પેટનું કેન્સર થવાની શક્યતા વધે છે. 
 
શરીર માટે ખતરો
કઢાઈમાં બચેલા તેલને ફરીથી ગરમ કરીનેય યુઝ કરવાથી તેમાં ધીરેધીરે ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે. આ રેડિકલ્સના રિલીઝ થવાથી તેલમાં એન્ટી ઓક્સીડન્ટ ખત્મ થઈ જાય છે અને બચેલા તેલથી કેન્સરનો કણ બની શકે છે. કઢાઈમાં તેલમાં ફેટ જમા થવાથી કઢઈનું તેલ કાળું થઈ જાય છે. આ તેલ ખાવાથી પેટમાં ચોંટી જાય તો હેલ્થને નુકસાન થાય છે. આ પ્રકારનું ખાવાનું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. જેને કારણે તમારો મોટાપો પણ વધી શકે છે. સાથે જ અનેક તકલીફો જેમ કે, એસિડિટી અને દિલની બીમારીઓ પણ થઈ શકે છે. 

આ પણ વાંચો : નોટના બદલે વોટનો ખેલ : કરજણ બેઠક પર રૂપિયા વહેંચણીનો વીડિયો વાયરલ 

સરસવના તેલની સરખામણીએ ગ્રેપસીડ ઓઈલ, સનફ્લાવર, કોર્ન ઓઈલ જેવા તેલોમાં લિનોલેઈક એસિડની માત્રા વધુ હોય છે. તેથી આ પ્રકારના તેલનો ઉપયોગ ડીપ ફ્રાઈ કરવા માટે ન કરવું જોઈએ.

તેલમાં ધ્યાન રાખો કે તેમાં જાડી ફેટ ન જમા થાય. જો કઢઈમાં ચીપચીપવાળું કાળુ દેખાવા લાગે તો આવા તેલનો ઉપયોગ જરા પણ ન કરતા. આવા તેલમાં અનેક વિષાક્ત પદાર્થ આવી જાય છે, જે હેલ્થને બહુ જ નુકશાન કરી શકે છે. તેથી આવા તેલનો ઉપયોગ બિલકુલ પણ ન કરો અને કંઈ પણ વિચાર્યા વગર તેને ફેંકી દો.

આ પણ વાંચો : ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ, સવારે 11.30 સુધી 23.29% મતદાન, ધારીમાં સૌથી ઓછું 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More