Home> Health
Advertisement
Prev
Next

પેટ સાફ તો રોગ માફ, પાચનશક્તિને વધારવાના જાણીલો આ ઘરેલુ ઉપાયો

બહારના નાસ્તા તમારી પાચનશક્તિ બગાડી નાખે છે. બહારના નાસ્તા કરવાથી કોઈને અપચો થઈ જાય છે તો કોઈકને ગેસ થાય છે. વારંવાર થતી આ સમસ્યાથી તમારી પાચનશક્તિ નબળી બની જાય છે. અને પાચનશક્તિ નબળી થયા બાદ તમને પેટમાં ઘણા બધા રોગો પેદા થાય છે. તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા અવશ્ય ડોકટર પાસે જશો અને તેમ છતાં પણ તમારી સમસ્યાનું સમાધાન નહીં આવે અને પૈસાનો વ્યય કરશો. તો અમે તમને જણાવીશું કેવી રીતે તમે તમારી પાચન શક્તિ વધારી શકશે.
 

પેટ સાફ તો રોગ માફ, પાચનશક્તિને વધારવાના જાણીલો આ ઘરેલુ ઉપાયો

 

ઝી બ્યૂરો, અદાવાદઃ પોતાના સ્વાસ્થય પર ધ્યાન આપવું એ લોકો માટે પડકારજનક છે...ભાગદોડ ભરી જિંદગીમાં સરખી રીતે જમવાનો પણ ટાઈમ નથી મળતો...અને ગમે તે બહારનો નાસ્તો કરીને પેટ ભરી લઈએ છીએ..પરંતુ બહારનું મસાલાયુક્ત વધુ પ્રમાણમાં ખાવાથી એસીટીડી, છાતીમાં દુખાવો થાય છે.પરતું ઘરેલુ ઉપાય અને દેશી આયુર્વેદિક નુસખાથી પણ આ સમસ્યા આસાનીથી દૂર કરી શકાય છે.વધારે પ્રમાણમાં ખોરાક ખાવાથી ગેસ બનવાનું શરૂ થાય છે, ખાવા-પીવા દરમ્યાન હવા પેટમાં જાય, ધૂમ્રપાન, મસાલેદાર અને તળેલા ખોરાકના કારણે ગેસ ઉત્પન્ન થાય છે. પેટ પણ ફૂલે છે. જેના  પરિણામે ઘણી વખત ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેથી તેની કાળજી લેવી મહત્વપૂર્ણ છે. ઘરની કેટલીક વસ્તુઓ આ સમસ્યાઓથી તાત્કાલિક રાહત આપે છે.

જીરૂ
પેટમાં એસિડ ઓછું કરવા માટે જીરું ગુણકારી છે. અડધાથી એક ચમચી જીરું કાચું ચાવીને ખાવું અને 10 મિનિટ પછી નવશેકુ પાણી પી લેવું અને આ ઘરેલુ નુસખા અપનાવવાથી ગંભીરમાં ગંભીર એસિડિટીમાંથી રાહત મળી શકે છે.

આદુ
આદુ ગેસની સમસ્યામાં તરત રાહત આપે છે.  પેટ ફૂલી જતું હોય ત્યારે મુશ્કેલીમાં આદુ ખૂબ અસરકારક છે. ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે આદુની ચા પીવી એ ઘરેલું ઉપાય પણ છે.

એપલ સાઈડર વિનેગાર
રોજ સવારે એક ગ્લાસ પાણીમાં એક સફરજન સાઈડર વિનેગર પીવો. તેનાથી તમને આખો દિવસ પેટ ફુલવાની તકલીફ અથવા ગેસની સમસ્યાથી રાહત મળશે. તમે સફરજન સાઈડર વિનેગર બદલે લીંબુનો રસ પણ પી શકો છો.

વરિયાળીની ચા
વરિયાળીનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં થાય છે. તમે વરિયાળીને આખી રાત પલાળીને સવારે તેને ગાળીને તેનું પાણી પી શકો છો. તેનાથી પેટની સમસ્યા દૂર થાય છે. જો તમારા પેટમાં સોજો આવે છે તો એક કપ ગરમ વરિયાળીની ચા પીવો.

દારૂ સિગરેટથી દૂર રહો
દારૂ અને સિગરેટ આપણા સ્વાસ્થય માટે સારૂ નથી. તેનું સતત સેવન કરવાથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. અને ઘણી બધી બિમારીઓ ઘર કરી જાય છે. તેથી દારૂ અને સિગરેટના સેવનથી દૂર રહેવું જોઈએ.

ચરબીવાળુ ભોજન ન લેવું
ચરબીવાળા પદાર્થો આપણી પાચનક્રિયાને ધીમી પાડી દે છે. જો પાચનતંત્ર ધીમુ રહેશે તો ભોજન પચવામાં સમય લાગશે. જેથી જેટલુ બને તેટલું ચરબીવાળા પદાર્થોનું સેવન ઓછું કરો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More