Home> Health
Advertisement
Prev
Next

Sugar Side Effects: અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો

Sugar Side Effects: ડાયાબિટીસ હોય તેમને ખાંડ અને અન્ય મીઠી વસ્તુઓ ઓછી ખાવી તેવી સલાહ આપવામાં આવે છે. આ રોગની ગંભીર અસરો શરીર પર થાય છે તેથી આ રોગથી બચવા માટે લોકો ખાંડ ખાવાનું છોડી પણ દેતા હોય છે. પરંતુ અચાનકથી ખાંડ ખાવાનું છોડી દેવું પણ જોખમી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. 

Sugar Side Effects: અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો

Sugar Side Effects: ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ બીમારી ખતરનાક હોવાથી તેને લઈને લોકોના મનમાં ભય પણ હોય છે. ડાયાબિટીસ હોય તેમને ખાંડ અને અન્ય મીઠી વસ્તુઓ ઓછી ખાવી તેવી સલાહ આપવામાં આવે છે. આ રોગની ગંભીર અસરો શરીર પર થાય છે તેથી આ રોગથી બચવા માટે લોકો ખાંડ ખાવાનું છોડી પણ દેતા હોય છે. પરંતુ અચાનકથી ખાંડ ખાવાનું છોડી દેવું પણ જોખમી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. 

કેટલા પ્રકારની હોય ખાંડ ?

આ પણ વાંચો: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ

ખાંડ બે પ્રકારની હોય છે એક નેચરલ સુગર અને એક પ્રોસેસ્ડ. પ્રાકૃતિક શુગર કેરી, અનાનસ, લીલી, નાળિયેર જેવા ફળમાંથી મળે છે. અને પ્રોસેસ્ડ શુગર શેરડી અને બીટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાંડને કંટ્રોલમાં રહીને ખાવી યોગ્ય છે પરંતુ તેનો ઉપયોગ સાવ બંધ કરી દેવો જોખમી છે. 

પ્રોસેસ અને નેચરલ શુગરમાં ફરક

આ પણ વાંચો: નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બને તે પહેલા આ 2 વસ્તુ ખાવાની કરી દો શરૂઆત

શેરડી અને બીટને પ્રોસેસ કરી બનતી સુક્રોઝમાં કેલેરી વધારે હોય છે. અને તેમાં કોઈ પોષકતત્વો હોતા નથી. પરંતુ નેચરલ શુગરમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે. ખાંડનો ઉપયોગ છોડી દેવો સરળ નથી. જો કે આમ કરવું હાનિકારક પણ સાબિત થઈ શકે છે. 

ખાંડ બંધ કરી દેવાથી થતા નુકસાન

આ પણ વાંચો: આ ફળ અને શાકભાજી દૂર કરી શકે છે હાર્ટ એટેકનું રિસ્ક, આજથી જ ડાયટમાં કરો સામેલ

ઘણી રિસર્ચમાં એ સાબિત થયું છે કે જો તમે અચાનક ખાંડ ખાવાનું છોડી દો છો તો શરીરમાં એવી જ અસર થાય છે જેમ નશો કરવાની આદત ધરાવતી વ્યક્તિ અચાનક નશો કરવાનું છોડી દે ત્યારે થાય છે. ખાંડનો ઉપયોગ ન કરો તો શરીરમાં સતત થાક જણાય, માથામાં દુખાવો થાય, સ્વભાવ ચિડિયો થઈ જાય. 

નેચરલ શુગર લેતા રહો

આ પણ વાંચો: Uric Acid: પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા આ 4 ઉપાય કરી કંટ્રોલ કરો વધેલું યુરિક એસિડ

ખાંડનો ઉપયોગ હંમેશા ધીરે ધીરે ઓછો કરવો જોઈએ. કારણ કે ખાંડ એનર્જીનો સોર્સ છે. અચાનક તેને બંધ કરી દેવાથી થાક લાગે છે. તમે પ્રોસેસ્ડ શુગર ખાવાનું છોડી શકો છો પરંતુ તેના વિકલ્પ તરીકે નેચરલ શુગરનો ઉપયોગ કરતા રહેવું. જેથી શરીરને જરૂરી ઉર્જા મળતી રહે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More