Home> Health
Advertisement
Prev
Next

બરફમાં દટાયેલો 40 હજાર વર્ષ જૂનો એવો જીવ મળ્યો, કે વૈજ્ઞાનિકો પણ વિશ્વાસ ન થયો

બરફમાં દટાયેલો 40 હજાર વર્ષ જૂનો એવો જીવ મળ્યો, કે વૈજ્ઞાનિકો પણ વિશ્વાસ ન થયો
  • આ અવશેષ પાછળ 40 હજાર વર્ષના સાઈબેરિયાના બરફમાં દબાયેલા હતા. પરંતુ બરફ પીઘળવાની સાથે તેના અવશેષ બહાર નીકળી આવ્યા 

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયામાં સદીઓ જૂના જીવોના અવશેષો મળતા રહે છે. આ વખતે સાઈબેરિયા (Siberia) માં એક ગેંડાના અવશેષો વૈજ્ઞાનિકોના હાથ લાગ્યા છે. લાંબા વાળ ધરાવતા આ ગેંડા (Rhino) ના અવશેષ એટલા જૂના છે કે, તમે સાંભળીને દંગ રહી જશો. તસવીરોમાં દેખાઈ રહેલ ગેંડાના અવશેષો 40 હજાર જૂના છે. આ અવશેષ પાછળ 40 હજાર વર્ષના સાઈબેરિયાના બરફમાં દબાયેલા હતા. પરંતુ બરફ પીઘળવાની સાથે તેના અવશેષ બહાર નીકળી આવ્યા છે. 

ગેંડાના અવશેષ જોઈ વૈજ્ઞાનિકો પણ હેરાન
સાઈબેરિયામાં યુકિતયા નામની જગ્યા છે. અહી બરફ (Snow) પીધળ્યા બાદ એક પ્રાણીનું શરીર બહાર નીકળી આવ્યું હતું. તેને જોઈને અહીંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પરંતુ તેઓએ તાત્કાલિક આ વિશેની વૈજ્ઞાનિકોની માહિતી આપી હતી. સ્થાનિકો લોકોના બોલાવવા પર વૈજ્ઞાનિકો સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ કીચડમાં દબાયેલ ગેંડાને જોઈને હેરાન રહી ગયા હતા. તેમણે જોયું કે, હજારો વર્ષ બાદ પણ ગેંડાના શરીરના કેટલાક હિસ્સા સુરક્ષિત હતા.

fallbacks

40 હજાર વર્ષ જૂનો ગેંડો
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ ગેંડાના અવશેષ લગભગ 40 હજાર વર્ષ જૂના છે. ડેઈલી મેઈલ (Dailymail) ના રિપોર્ટ અનુસાર, આ ગેંડા પર માઉન્ટેન લાયને હુમલો કર્યો હતો. જેનાથી બચવા માટે આ ગેંડો કીચડમાં ફસાઈ ગયો હતો, અને બાદમાં વહેતી નદીથી પહોંચીને અહી આવી ગયો હશે. માઉન્ટેન લાયનની પ્રજાતિ હવે દુનિયાભરમાંથી લુપ્ત થઈ ચૂકી છે. 

fallbacks

8 ફીટ લાંબો અને 4.5 ફીટ ઉંચો ગેંડો
આ લાંબા વાળવાળા ગેંડા (Woolly Rhino) ની પ્રજાતિ યુરોપ, સાઈબેરિયા, ચીન અને દક્ષિણ કોરિયામાં હતી. આ તમામ દેશોમાં પણ આ ગેંડાના અવશેષ મળી ચૂક્યા છે. સાઈબેરીયામાં મળેલા આ ગેંડાની લંબાઈ 8 ફીટ અને ઊંચાઈ સાડા ચાર ફીટ છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, જ્યારે આ ગેંડો મર્યો હશો, ત્યારે તેની ઉંમર ત્રણ કે ચાર વર્ષની રહી હશે.

fallbacks

ગેંડાના મોતનું કારણ જાણવામાં લાગ્યા વૈજ્ઞાનિકો
આ ગેંડાના શરીરના મોટાભાગના હિસ્સા સુરક્ષિત છે. હવે વૈજ્ઞાનિકો (Scientist) તેના મોતનું કારણ લાગવામાં જોડાઈ ગયા છે. ડો.આલ્બર્ટ પ્રોતોપોવે કહ્યું કે, આ વાત તો દાવાની સાથે કહી શકાય છે કે આ ગેંડાનું મોત નદીમાં ડૂબવાથી થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More