Home> Health
Advertisement
Prev
Next

Ear Cleaning: કાનમાં આવતી ખંજવાળ મટાડશે આ તેલ, રાત્રે 2 ટીપાં નાંખો, સવારે કાન થઈ જશે સાફ

Olive Oil For Ear: મોટાભાગે લોકો આંખ, નાક, ગળું અને શરીરના અન્ય અંગમાં તકલીફ થાય તો તુરંત ધ્યાન આપે છે. પરંતુ કાનની બાબતમાં બેદરકારી રાખતા હોય છે. કેટલાક લોકો તો કાનની સફાઈને લઈને પણ જાગૃત નથી હોતા. જો તમે કાનની સફાઈ નિયમિત નથી કરતાં તો પણ તમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

Ear Cleaning: કાનમાં આવતી ખંજવાળ મટાડશે આ તેલ, રાત્રે 2 ટીપાં નાંખો, સવારે કાન થઈ જશે સાફ

Olive Oil For Ear: કાન આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જો કાન બરાબર રીતે કામ ન કરે તો વ્યક્તિ ભીડ વચ્ચે પણ એકલતા અનુભવે છે. મોટાભાગે લોકો આંખ, નાક, ગળું અને શરીરના અન્ય અંગમાં તકલીફ થાય તો તુરંત ધ્યાન આપે છે. પરંતુ કાનની બાબતમાં બેદરકારી રાખતા હોય છે. કેટલાક લોકો તો કાનની સફાઈને લઈને પણ જાગૃત નથી હોતા. જો તમે કાનની સફાઈ નિયમિત નથી કરતાં તો પણ તમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. કાનમાં મીણ જેવો મેલ એકત્ર થાય તો સાંભળવામાં સમસ્યા થાય તેની સાથે ઈન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે. 

આ પણ વાંચો:

Health Tips: પુરુષોની નબળાઈ દુર કરે છે ખજૂર, જાણો નિયમિત ખાવાથી થાય છે કેટલા ફાયદા

આ જડીબુટ્ટી લેવાથી દવા વિના વધે છે પુરુષોની શક્તિ, પર્ફોમન્સથી પત્ની થઈ જશે ખુશ

30 દિવસ નિયમિત પીશો આ 5 માંથી કોઈ એક વસ્તુ તો પણ કંટ્રોલમાં આવી જશે બેડ કોલેસ્ટ્રોલ
 
કાનમાં મેલ જમા થવાના કારણે ઘણીવાર કાનમાં ખંજવાળ પણ આવે છે. તેમાં પણ જ્યારે લગ્ન, પાર્ટી કે ઓફિસની મિટિંગમાં હોય અને ત્યારે કાનમાં તીવ્ર ખંજવાળ આવે તો શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. 

કાનમાં ખંજવાળ આવવાનું મુખ્ય કારણ ઈન્ફેક્શન અને સફાઈનો અભાવ હોય છે. આ સિવાય શરદી કે ફ્લૂના કારણે કાનમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે. જેમાં કાનમાં દુખાવો, કાનમાંથી પ્રવાહી નીકળવું અને ખંજવાળ આવવા જેવી સમસ્યાઓ થાય છે.

કાનમાં ખંજવાળ આવવાનું અન્ય એક કારણ ડ્રાય ઈયર પણ હોય શકે છે. જો તમને ડ્રાય ઈયરના કારણે ખંજવાળ આવતી હોય તો તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે રાત્રે સૂતા પહેલા કાનમાં ઓલિવ ઓઈલના થોડા ટીપા નાંખી સુઈ જવું. સવારે તમે કાન સાફ કરશો તો કાનનો મેલ પણ દુર થઈ જશે અને ખંજવાળ પણ મટી જશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More