Home> Health
Advertisement
Prev
Next

મોટાપો છે મોટી સમસ્યા, શરીરના આ 5 પ્રેશર પોઇન્ટ દબાવીને ઘટાડો વજન

Dieting: શરીરના એવા પણ કેટલાક પ્રેશર પોઈન્ટ્સ છે કે જેને દબાવવાથી તમે તમારું વજન ઓછું કરી શકો છો. આવો જાણીએ આવા જ કેટલાક પ્રેશર પોઈન્ટ વિશે. 

મોટાપો છે મોટી સમસ્યા, શરીરના આ 5 પ્રેશર પોઇન્ટ દબાવીને ઘટાડો વજન

Reduce weight: આજના સમયમાં મોટાપો એ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. આરામદાયક જીવનશૈલી, ખોટી ખાન પાનની આદત અને શારીરિક શ્રમના અભાવના કારણે લગભગ બધી ઉમર વર્ગના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ તેનાથી છૂટકારો મેળવવા માટે વલખા મારે છે. વજન ઉતારવા માટે અનેક લોકોએ ખાવા પીવાનું પણ છોડી દીધુ છે. જેને ડાયેટિંગ પણ કહીએ છીએ. 

ડાયેટિંગ કરવાથી પણ ક્યારેક એવું બને છે કે વજન ઓછુ થતું નથી. ઉલ્ટું તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ સર્જાય છે. તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપથી અનેક બીમારીઓનું જોખમ વધે છે. તમારા શરીરના વજનને ઓછુ કરવા માટે સૌથી અસરકારક રીત યોગ્ય ખાણીપીણી અને વ્યાયામ છે. 

શરીરના એવા પણ કેટલાક પ્રેશર પોઈન્ટ્સ છે કે જેને દબાવવાથી તમે તમારું વજન ઓછું કરી શકો છો. આવો જાણીએ આવા જ કેટલાક પ્રેશર પોઈન્ટ વિશે. 

કાન
તમારા કાનમાં એક ખાસ પ્રકારનો પ્રેશર પોઈન્ટ હાજર છે. જે લોકો મોટાપાની પરેશાનીથી હેરાન થતા હોય તેઓ આ પ્રેશર પોઈન્ટ્સને દબાવીને પોતાનું વજન ઓછુ કરી શકે છે. તમારે તમારા કાનના માંસલ ફ્લેપને 3 મિનિટ સુધી દબાવીને રાખવાનું છે, તેનાથી તમારી ભૂખ શાંત થશે અને આમ કરવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે. 

આ પણ વાંચો: How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
આ પણ વાંચો: Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન
આ પણ વાંચો: નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, તાત્કાલિક રાહત માટે આ 3 પોઈન્ટ દબાવો

ઘૂંટણ
તમારા ઘૂંટણનો એક ભાગ એવો હોય છે કે જેને દબાવવાથી તમે તમારું વજન ઓછું કરી શકો છો. આમ કરવા માટે તમારે કોઈ વ્યક્તિની મદદ લેવી પડશે. તમારે તમારા ઘૂંટણના પાછલા ભાગના મસલ્સ પર મસાજ કરવાનું રહેશે. જો તમે દરરોજ એક મિનિટ સુધી મસાજ કરશો તો તેનાથી તમારી પાચનક્રિયામાં ઘણો સુધાર થશે અને તેનાથી તમારું વજન પણ વધશે નહીં. 

નાભિ
તમારી નાભિનું પ્રેશર પોઈન્ટ તમારા વજનને ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. તમારે નાભિના જમણી બાજુના પ્રેશર પોઈન્ટને દબાવવાનો રહેશે અને તેની સાથો સાથ પિંડલીને પણ દબાવો. જો તમે નિયમિત રીતે આમ કરશો તો તેનાથી તમારા પાચનતંત્રમાં ઘણો ફેરફાર આવવા લાગશે અને તેનાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળશે. 

કોણી
તમારી કોણીના ક્રિઝવાળા ભાગને દબાવવાથી તમે વજન ઓછુ કરી શકો છો. તમારે રોજ એક હાથની મદદથી તમારા બીજા હાથની કોણીના પ્રેશર પોઈન્ટ્સને 5 મિનિટ સુધી દબાવવાનો છે. આમ કરવાથી તમારી પાચનક્રિયા યોગ્ય રહે છે અને તમારું વજન વધતું નથી. 

પગના તળિયા અને હથેળી
તમારી હથેળીઓ અને પગના તળિયા ઉપર પણ વજન કંટ્રોલ કરવા માટેના પ્રેશર પોઈન્ટ્સ અપાયેલા છે. તમારે તમારી હથેળીના ઉભરેલા ભાગને અંગુઠાની મદદથી દબાવવાના છે. આમ તમારે 2 મિનિટ સુધી સતત કરવાનું રહેશે. તમે તમારા પગની સાથે પણ આમ કરી શકો છો. તમારા તળિયાની વચ્ચેના ભાગને દબાવવાથી પણ વજન ઓછુ થાય છે. 

આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More