Home> Health
Advertisement
Prev
Next

Health Tips: બદલતા વાતાવરણના કારણે થતાં શરદી-ઉધરસ માટે નહીં દોડવું પડે દવા લેવા, આ મસાલો તુરંત કરશે અસર

Health Tips: હાલ સ્થિતિ એવી છે કે વાતાવરણનું કંઈ જ નક્કી નથી. ક્યારેક અંગ દઝાડતી ગરમી હોય તો બીજા જ દિવસે અનારાધાર વરસાદ વરસવા લાગે છે. આ રીતે વાતાવરણમાં થતા ફેરફારની અસર શરીરને પણ થાય છે. સતત બદલતા વાતાવરણ વચ્ચે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે સૌથી વધુ ચેપ શરદી, ઉધરસ અને તાવનો લાગે છે. બદલતા વાતાવરણમાં વાયરલ બીમારીઓ ઝડપથી ફેલાય છે.

Health Tips: બદલતા વાતાવરણના કારણે થતાં શરદી-ઉધરસ માટે નહીં દોડવું પડે દવા લેવા, આ મસાલો તુરંત કરશે અસર
Updated: Jun 22, 2023, 12:17 PM IST

Health Tips: હાલ સ્થિતિ એવી છે કે વાતાવરણનું કંઈ જ નક્કી નથી. ક્યારેક અંગ દઝાડતી ગરમી હોય તો બીજા જ દિવસે અનારાધાર વરસાદ વરસવા લાગે છે. આ રીતે વાતાવરણમાં થતા ફેરફારની અસર શરીરને પણ થાય છે. સતત બદલતા વાતાવરણ વચ્ચે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે સૌથી વધુ ચેપ શરદી, ઉધરસ અને તાવનો લાગે છે. બદલતા વાતાવરણમાં વાયરલ બીમારીઓ ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય અને મોસમી રોગોથી બચવું હોય તો રસોડામાં રોજ ઉપયોગમાં આવતા લવિંગનું સેવન કરવાનું રાખવું જોઈએ. રસોડામાં ઉપલબ્ધ આ મસાલો એવો છે જે સ્વાસ્થ્ય માટે દવા જેવું કામ કરે છે. 
 
લવિંગ ખાવાના ફાયદા

આ પણ વાંચો:

હૃદય નબળું પડે ત્યારે જોવા મળે છે આ સંકેત, ક્યારેય ન કરવી આ લક્ષણોની અવગણના

એક નહીં અનેક બીમારીની દવા છે સફેદ ડુંગળી, આ સમસ્યામાં તો દવાની જેમ કરે છે કામ

50 વર્ષે પણ શરીરમાં ઘોડા જેવી સ્ફુર્તિ જાળવવી હોય તો આ 5 વસ્તુઓનું શરુ કરો સેવન

શરદી, ઉધરસ, તાવ મટાડે છે
લવિંગમાં વિટામીન સી અને એન્ટી-ઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં શ્વેત રક્તકણોને વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીર વાયરલ બીમારીઓ સામે લડવા માટે સક્ષમ થાય છે. આવા વાતાવરણમાં રોજ લવિંગને ચાવીને ખાવા જોઈએ.

પાચન સુધરે છે
જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય છે તેમણે પણ નિયમિત રીતે લવિંગ ચાવીને ખાવું જોઈએ. આમ કરવાથી પાચન સંબંધિત સમસ્યા દુર કરી શકાય છે. જમ્યા પછી લવિંગ ચાવીને ખાવાથી કબજિયાત અને ગેસની તકલીફ દુર થાય છે.

લીવર માટે લાભકારી
લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. તેને સ્વસ્થ રાખવા માટે દરરોજ એક લવિંગ ચાવીને ખાવું જોઈએ. લવિંગ ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

હાડકાં મજબૂત થશે
વધતી ઉંમરે હાડકાં નબળા પડવા લાગે છે. પરંતુ જો તમે નિયમિત રીતે લવિંગ ચાવીને ખાશો તો તેનાથી શરીરને ફ્લેવોનોઈડ સહિતના પોષકતત્વો મળી આવે છે જે હાડકાંની ઘનતા વધારે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે