Home> Health
Advertisement
Prev
Next

Nimboli Benefits: લીમડા કરતાં વધુ લાભકારી હોય છે લીંબોળી, આ રીતે ખાવાથી શરીર રહે છે નિરોગી

Nimboli Benefits: શું તમે જાણો છો કે લીમડાના પાન જેટલી જ ફાયદાકાર લીંબોળી પણ હોય છે?  લીંબોળી પોષક તત્વોનો ખજાનો છે કારણ કે તેમાં અનેક પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. લીંબોળી ખાવાથી ઇમ્યુનિટી વધે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.

Nimboli Benefits: લીમડા કરતાં વધુ લાભકારી હોય છે લીંબોળી, આ રીતે ખાવાથી શરીર રહે છે નિરોગી

Nimboli Benefits: લીમડાનો ઉપયોગ કરવાના ફાયદા વિશે તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. લીમડાનો ઉપયોગ તમે અનેક વખત કર્યો પણ હશે. પરંતુ શું તમે જાણો છો કે લીમડાના પાન જેટલી જ ફાયદાકાર લીંબોળી પણ હોય છે? લીમડાની જેમ જ લીંબોળી સ્વાદમાં કડવી હોય છે પરંતુ તે પોષક તત્વોનો ખજાનો છે કારણ કે તેમાં અનેક પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. લીંબોળી ખાવાથી શરીરની ઇમ્યુનિટી પણ વધે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે આ સાથે જ પેટની સમસ્યા અને સ્કીન ઇન્ફેક્શનને પણ લીંબોળી મટાડી શકે છે.

આ પણ વાંચો: હાર્ટના પેશન્ટ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, હાર્ટ એટેકથી બચવું હોય તો ડાયટ બદલો તુરંત

લીમડાના ઝાડની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે જેમાંથી એક લીંબોળી પણ છે. આયુર્વેદ અનુસાર લીંબોળી ખાવાનો સૌથી સારો સમય સવારનો છે. સવારે ખાલી પેટ લીંબોળી ચાવીને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આ સિવાય લીંબોળીને સૂપ અથવા સલાડમાં પણ ઉમેરીને લઈ શકાય છે. લીંબોળીનું સેવન સંતુલિત માત્રામાં કરવામાં આવે તો શરીરમાંથી ઘણા રોગ દવા વિના દૂર થઈ જાય છે. 

આ પણ વાંચો: ચણા-મમરાની જેમ ખાશો બદામ તો ફાયદો થવાને બદલે થશે નુકસાન, આ સમસ્યા થઈ ગઈ તો ગયા કામથી

લીંબોળીનું સેવન કરવાથી થતા ફાયદા

લીંબોળીમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જેના કારણે માઉથ આન્સરમાં જો તેનો ઉપયોગ કરવામાં આવે તો બેક્ટેરિયા અને ફંગસ મટી જાય છે. લીંબોળી ખાવાથી મોઢાના અલ્સર અને સોજાથી મુક્તિ મળે છે. લીંબોળી શરીરમાં બેક્ટેરિયાને વધતા અટકાવે છે. વિવિધ પ્રકારના દુખાવા અને સોજાથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: Clove: લવિંગ ખાવાથી થાય છે લાભ પણ સાચવીને કરવો ઉપયોગ, કરી શકે છે ગંભીર નુકસાન

લીંબોળીમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ જેવા સંક્રમણના કારણને દૂર કરે છે. તેમાં એવા તત્વો હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરની બીમારી સામે લડવાની ક્ષમતાને વધારે છે. 

લીંબોળી ત્વચા માટે પણ ખૂબ જ લાભકારી છે તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ત્વચાની એજિંગની પ્રક્રિયાને ધીમી કરે છે આ ઉપરાંત જો ઈજા થઈ હોય તો તેના ઉપર લીંબોળીની પેસ્ટ લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે. લીંબોળીમાં વિટામિન ઈ પણ હોય છે જે ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More