Home> Health
Advertisement
Prev
Next

Winter Superfoods: વર્ષ આખું રહેવું હોય નિરોગી અને ફીટ તો શિયાળામાં આ 5 વસાણાં ખાવાનું ચૂકતા નહીં

Winter Superfoods: શિયાળા દરમિયાન દરેક ઘરમાં કેટલાક વસાણાં બને છે. આ શિયાળુ પાકને ડાયટમાં સામેલ કરવાથી શરીરને ગરમી પણ મળે છે અને શરીર નિરોગી પણ રહે છે. કારણ કે આ વસાણામાં આયુર્વેદમાં ઔષધીઓ ગણાતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. 

Winter Superfoods: વર્ષ આખું રહેવું હોય નિરોગી અને ફીટ તો શિયાળામાં આ 5 વસાણાં ખાવાનું ચૂકતા નહીં

Winter Superfoods: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની ઋતુ શરૂ થાય એટલે આહારમાં ફેરફાર કરવો પણ જરૂરી થઈ જાય છે. આ ઋતુ દરમિયાન એવી વસ્તુઓનું વધારે સેવન કરવામાં આવે છે જે શરીરને ગરમી આપે. આહારમાં ફેરફાર કરવો એટલા માટે પણ જરૂરી છે કે આ ઋતુ દરમિયાન જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં જો ભોજનમાં બેદરકારી રાખવામાં આવે તો બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. 

આ સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ ધીરે ધીરે વધવા લાગે છે તેથી જરૂરી છે કે આપણે આહાર દ્વારા શરીરને અંદરથી પણ ગરમ રાખીએ. તેથી જ શિયાળા દરમિયાન દરેક ઘરમાં કેટલાક વસાણાં બને છે. આ શિયાળુ પાકને ડાયટમાં સામેલ કરવાથી શરીરને ગરમી પણ મળે છે અને શરીર નિરોગી પણ રહે છે. કારણ કે આ વસાણામાં આયુર્વેદમાં ઔષધીઓ ગણાતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. તો જો તમે પણ આખું વર્ષ નિરોગી અને ફિટ રહેવા માંગો છો તો આ શિયાળામાં આ પાંચ વસાણા ખાવાનું ચૂકતા નહીં.

આ પણ વાંચો: Healthy Food: 8 અઠવાડિયા સુધી કરો આ પ્રકારનું ભોજન, હૃદય રોગનું દુર થઈ જશે જોખમ

અડદિયા

ગુજરાતની આ સૌથી પ્રખ્યાત મીઠાઈ છે. શિયાળાની શરૂઆત થાય એટલે ઘરે ઘરમાં અડદીયા બનવા લાગે છે. કારણકે અડદિયામાં એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે શરીરને ગરમ રાખે છે. અડદીયાનો ઉપયોગ મીઠાઈ તરીકે નહીં પરંતુ શિયાળામાં ઠંડીથી બચવા માટે અને શરીરને ગરમ રાખવા માટે થાય છે. 

સૂંઠના લાડુ

ઠંડીની શરૂઆત થાય એટલે ઘરમાં સૂંઠના લાડુ પણ બનવા લાગે છે. ઘણા લોકોને સૂંઠના લાડુ ખાવા પસંદ નથી પરંતુ જો તમારે ઠંડીમાં બીમાર પડવું ન હોય તો સૂંઠનો લાડુ ખાવો જોઈએ.. સૂંઠ ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને શરીરને ઠંડી લાગવાથી થતી બીમારીઓથી બચી જવાય છે.

આ પણ વાંચો: સફેદ બ્રેડ ખાવાથી અનેકગણું વધે છે કોલન કેન્સર થવાનું જોખમ, સંશોધનમાં થયો ખુલાસો

ગુંદના લાડુ

ગુંદના લાડુ અથવા તો ગુંદ પાક શિયાળામાં ખવાતા વસાણામાંથી એક છે.. આયુર્વેદ અનુસાર ગુંદ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે શરીરમાંથી ઘણી બીમારીઓને દૂર કરે છે. ઠંડી દરમિયાન ગુંદના લાડુ ખાવાથી શરીર સશક્ત બને છે અને તંદુરસ્તી વધે છે.

મગની દાળનો શીરો

મગની દાળનો શીરો પણ તમે ઘરે બનાવીને ખાઈ શકો છો.. મગની દાળનો શીરો ઘરે સરળતાથી બની જાય છે અને તે પણ શરીરને ગરમી આપે છે. ગરમાગરમ મગની દાળનો હલવો સ્વાદિષ્ટ તો લાગે છે સાથે જ સ્વાસ્થ્યને પણ સુધારે છે.

આ પણ વાંચો: Jaggery Benefits: શિયાળામાં ભોજન સાથે રોજ ખાવો એક ટુકડો ગોળ, શરીરને થશે આ 5 ફાયદા

તલના લાડુ

તલના લાડુ પણ ગરમ તાસીર ધરાવે છે. ગોળ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આ ગોળને જ્યારે તલ સાથે લેવામાં આવે છે તો તેના ફાયદા અનેક ઘણા વધી જાય છે. શિયાળા દરમિયાન તલ અને ગોળના કોમ્બિનેશનથી બનતા લાડુ ખાવાથી ઘણી બધી બીમારીઓથી બચાવ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More