Home> Health
Advertisement
Prev
Next

શિયાળામાં આ રીતે કરશો આદુનું સેવન તો બીમારીઓ રહેશે દૂર, જાણો ફાયદા

આદુમાં સોડિયમ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-ઓક્સિડન્ટ, પોટેશિયમ, વિટામિન બી, સી, ફોલેટ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ગુણો મળી આવે છે, જે શિયાળાની ઋતુમાં ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
 

શિયાળામાં આ રીતે કરશો આદુનું સેવન તો બીમારીઓ રહેશે દૂર, જાણો ફાયદા

Ginger Benefits in Winter : શિયાળામાં શરદી-ઉધરસ જ નહીં અન્ય બીમારીઓ પણ ઝડપથી ઝપેટમાં લેતી હોય છે. તેવામાં શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ સીઝનમાં ઘણી એવી વસ્તુ હોય છે, જે શિયાળામાં શરીરને ઠંડીથી બચાવી સ્વસ્થ રાખે છે. તેમાંથી એક વસ્તુ છે આદુ. સોડિયમ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સીડેન્ટ, પોટેશિયમ, વિટામિન બી, સી, ફોલેટ, ઝિંક અને મેગ્નીશિયમ જેવા ગુણોથી ભરપૂર આદુ શિયાળામાં ઘણી બીમારીથી બચાવી શકે છે. જાણો આદુના ફાયદા...

શિયાળામાં આદુ ખાવાના ફાયદા
ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે
શિયાળામાં આદુનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી શરીર બીમારીઓ સામે લડવામાં સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે. તેવામાં આ સીઝનમાં આદુના સેવનની સલાહ આપવામાં આવે છે.

શરદી-ઉધરસથી રાહત
આયુર્વેદમાં આદુને ખુબ ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં આદુના સેવનથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળ પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઈન્ફેક્શનથી બચેલું રહે છે. 

આ પણ વાંચોઃ નવસેકા પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી મળશે 6 મોટા ફાયદા

ફેટી લિવરની સમસ્યા કરશે દૂર
શિયાળાની સીઝનમાં ગરમા ગરમ ચામાં આદુનો એક ટુકડો નાખી પીવાથી ફાયદો થાય છે. તેનું સેવન ભોજન કર્યાના એક કલાક બાદ કરવાથી ઘણા પ્રકારના લાભ થઈ શકે છે. આમ કરવાથી ફેટી લિવરની સમસ્યા પણ દૂર થઈ શકે છે. 

કબજીયાતથી છુટકારો
શિયાળાની સીઝનમાં ખાનપાનમાં ફેરફાર થાય છે, તેવામાં કબજીયાત, ગેસ, અપચો જોવા મળે છે. તમે આદુનું સેવન કરી પેટની આ બીમારીથી બચી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More