Home> Health
Advertisement
Prev
Next

Weak Immunity: રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે આ વસ્તુઓ, ખાતા હોય તો તુરંત કરી દો બંધ

Weak Immunity: જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે વારંવાર બીમાર પડતા નથી.  તેવામાં જો તમે ઈચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે અને તમારાથી બીમારીઓ દુર રહે તો તમારે કેટલીક વસ્તુઓ ખાવાની આદત છોડવી જોઈએ. કઈ છે આ વસ્તુઓ તે પણ જાણી લો. 

Weak Immunity: રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે આ વસ્તુઓ, ખાતા હોય તો તુરંત કરી દો બંધ

Weak Immunity: ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે પૌષ્ટિક આહારનું સેવન કર્યા પછી પણ તેઓ વારંવાર બીમાર પડે છે એટલે કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આમ થવાથી લોકો વારંવાર બીમાર પડવા લાગે છે. જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે વારંવાર બીમાર પડતા નથી.  તેવામાં જો તમે ઈચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે અને તમારાથી બીમારીઓ દુર રહે તો તમારે કેટલીક વસ્તુઓ ખાવાની આદત છોડવી જોઈએ. કઈ છે આ વસ્તુઓ તે પણ જાણી લો. 

ખાંડ યુક્ત વસ્તુઓ

આ પણ વાંચો:

Makka Roti Benefits: બીપીવાળાને થશે ફાયદો, આ દેશી રોટલો ખાશો તો કદી નહીં આવે ખાટલો

Muskmelon Seeds: આ બીજનો મુખવાસ તરીકે કરશો તો રહેશો સ્ટ્રેસ ફ્રી, શરીર રહેશે નિરોગી

એક નહીં અનેક બીમારીની દવા છે સફેદ ડુંગળી, આ સમસ્યામાં તો દવાની જેમ કરે છે કામ

જો તમે વધુ પડતી ખાંડનું સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. આ ઉપરાંત જો તમને વારંવાર ચા-કોફી પીવાની આદત હોય તો પણ તેને બદલો. આ સિવાય મીઠાઈ ખાવાના શોખીનો પણ યાદ રાખે છે વધારે પડતી મીઠાઈ તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડી શકે છે. 

આલ્કોહોલ 

જો તમે વધુ પડતું આલ્કોહોલ લો ​​છો તો તે પણ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તેના કારણે તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. તેથી જેઓ આલ્કોહોલનું સેવન કરે છે તેમણે પણ આ આદત છોડી દેવી જોઈએ.
 
કેફીન

કેફીનના વધુ પડતા સેવનથી શરીરમાં સોજો આવવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.  જો તમે ચા અને કોફીના શોખીન છો તો આજથી જ ચા અને કોફીનું પ્રમાણ ઘટાડવા મંડો.  ખાસ કરીને સુવાનો સમય હોય તેના 6 કલાક પહેલા ચા કે કોફીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More