Home> Health
Advertisement
Prev
Next

Diabetes and Smoking: ડાયાબિટીસ હોય અને સ્મોકિંગ કરતા હોવ તો ચેતી જજો! નહીંતર આ અંગો થઇ જશે ખલાસ

Smoking Habit: જે ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોવા છતાં પણ ધૂમ્રપાન કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓ ધૂમ્રપાન કરે છે, ત્યારે તેમના બ્લડ સુગરનું સ્તર વધે છે. આ સ્થિતિમાં ડાયાબિટીસનું સંચાલન કરવું તમારા માટે ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે.

Diabetes and Smoking: ડાયાબિટીસ હોય અને સ્મોકિંગ કરતા હોવ તો ચેતી જજો! નહીંતર આ અંગો થઇ જશે ખલાસ

Smoking on Diabetes : ડાયાબિટીસને ક્રોનિક રોગ કહેવામાં આવે છે કારણ કે આ સમસ્યાનો સંપૂર્ણ ઈલાજ થઈ શકતો નથી પરંતુ જીવનશૈલીમાં ફેરફાર કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી અથવા ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ વધે છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

જોકે, એવા ઘણા લોકો છે જે ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોવા છતાં પણ ધૂમ્રપાન કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓ ધૂમ્રપાન કરે છે, ત્યારે તેમના બ્લડ સુગરનું સ્તર વધે છે. આ સ્થિતિમાં ડાયાબિટીસનું સંચાલન કરવું તમારા માટે ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને ધૂમ્રપાન કરો છો તો ચાલો જાણીએ કે આ કારણે તમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

ધમનીઓનું સખત થવું - ધૂમ્રપાનને કારણે, ડાયાબિટીસના દર્દીઓની ધમનીઓ ખૂબ જ સખત થવા લાગે છે, જેના કારણે તેમની સમસ્યા વધુ વધી શકે છે.

હૃદય સંબંધિત સમસ્યાઓ- જે લોકોને ડાયાબિટીસ છે અને તેઓ ધૂમ્રપાન અને તમાકુ જેવી વસ્તુઓનું સેવન કરે છે તો હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી જાય છે.

કિડની સંબંધિત રોગો- ડાયાબિટીસ સાથે ધૂમ્રપાન કરવાથી કિડની સંબંધિત રોગો અને આંખના ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

આ પણ વાંચો: Career: તમારા સપનાની ભરો ઉડાન, આ રીતે બની શકો છો પાયલોટ
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે

ગ્લુકોઝના લેવલમાં વધારો-ઘટાડો :  જો તમે ડાયાબિટીસની સાથે ધૂમ્રપાન કરો છો તો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારી અથવા ઘટાડી શકે છે, જે તમારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

એલ્બ્યુમિનમેહ- એલ્બ્યુમિનમેહની સમસ્યા હોય ત્યારે પેશાબમાં એલ્બ્યુમિનનું અસામાન્ય પ્રમાણ જોવા મળે છે. તે પ્રોટીનનો એક પ્રકાર છે. સામાન્ય સ્થિતિમાં દરેક વ્યક્તિના પેશાબમાં એલ્બ્યુમિન જોવા મળે છે, પરંતુ કિડનીની બિમારીને કારણે પેશાબમાં એલ્બ્યુમિનનું પ્રમાણ ઘણું વધી જાય છે. આ બીમારીને કારણે નર્વ ડેમેજ થવાનો ખતરો ઘણો વધી જાય છે સાથે જ ઇજાઓના ઘાને રૂઝાવવામાં પણ ઘણો સમય લાગે છે.

ટાઈપ 2 ડાયાબિટીસ- એવું જોવામાં આવે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ બાકીના લોકોની સરખામણીમાં વધુ જોવા મળે છે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More