Home> Health
Advertisement
Prev
Next

Refrigerated Food: શું તમે પણ ફ્રિજમાં ખોરાક મૂકો છો? તો થઈ જાઓ સાવધાન! આ વિગતો ખાસ જાણો

Refrigerated Food: ફ્રિજમાં લાંબા સમય સુધી સ્ટોર કરાયેલું ભોજન ખાવાથી શું નુકસાન થાય છે અને તેને કેટલીવાર સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય તે અંગે ખાસ જાણો. 

Refrigerated Food: શું તમે પણ ફ્રિજમાં ખોરાક મૂકો છો? તો થઈ જાઓ સાવધાન! આ વિગતો ખાસ જાણો

Refrigerated Food: આજકાલની ભાગદોડવાળી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો માટે રોજ તાજું ખાવાનું બનાવવું ખુબ મુશ્કેલ બની ગયું છે. આ કારણે લોકો એકવારમાં જ મોટા પાયે ભોજન તૈયાર કરી લે છે. ત્યારબાદ તેના ઉપયોગ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી લે છે. પરંતુ અનેક હેલ્થ એક્સપર્ટ રાંધેલા ખાવાનાને વધુ સમય સુધી ફ્રિજમાં ન મૂકી રાખવાની સલાહ આપે છે. ફ્રિજમાં લાંબા સમય સુધી સ્ટોર કરાયેલું ભોજન ખાવાથી શું નુકસાન થાય છે અને તેને કેટલીવાર સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય તે અંગે ખાસ જાણો. 

આ અંગે જવાબ આપતા મીડિયા રિપોર્ટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કૃષ અશોકને ટાંકીને કહેવાયું છે લોકો વચ્ચે આ એક ખોટી ધારણા છે કે રેફ્રિજરેટ કરવામાં આવે તો ભોજન પોતાના પોષકતત્વો ગુમાવે છે, હકીકતમાં તો ભોજનના અનેક પોષક તત્વો રાંધતી વખતે ધ્યાન ન રાખવામાં આવે તો નષ્ટ થતા હોય છે. 

ફ્રિજમાં ભોજન સ્ટોર કરી શકાય કે નહીં
કૃષ અશોક કે જેઓ હંમેશા આ મુદ્દાઓ પર બનેલી અવધારણાઓને તોડતા સૂચનાત્મક વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોષ્ટ કરતા રહે છે તેઓ કહે છે કે પાણીમાં ઓગળી જનારા વિટામીન સૌથી વધુ અસ્થીર અને સરળતાથી નષ્ટ થતા પોષક તત્વો હોય છે પરંતુ તેનું મોટાભાગનું નુકસાન તો રાંધતી વખતે જ થઈ જાય છે. રેફ્રિજરેશન વખતે નહીં. વાસ્તવમાં હીટ જ વિટામીનોને નષ્ટ કરે છે, ઠંડક નહી. એક એરટાઈટ કન્ટેઈનરમાં મોટાભાગનું રાંધેલુ ભોજન ઓછામાં  ઓછું બેથી ત્રણ દિવસ ચાલે છે અને કેટલાક કિસ્સાઓમાં તો તે એક અઠવાડિયા સુધી ચાલે છે. 

ફ્રીજરમાં રાખેલી ખાવાની અનેક ચીજો છ મહિના સુધી (વીજ કાપ ન હોય તો) ચાલી શકે છે. તમામ જૈવિક ક્રિયાઓ તાપમાન સાથે ધીમી થઈ જાય છે એટલે ભોજન નષ્ટ થવાની સંભાવના પણ ઓછી હોય છે. 

કેટલાક ફૂડ જલદી ખરાબ થાય છે
તેઓ વધુમાં કહે છે કે 'જો કે તેમાં કેટલાક અપવાદ પણ છે. સાદા રાંધેલા/સ્ટીમ ભાતમાં ક્યારેક ક્યારેક એવા બેક્ટેરિયા પેદા થઈ શકે છે જે ઓછા તાપમાનમાં પણ સારી રીતે સર્વાઈવ થઈ શકે છે. આથી એક બે દિવસની અંદર જ તેનું સેવન કરી લેવું સારું છે. આ ઉપરાંત ભારતીય ભોજનમાં મસાલા, નમકીન અને ખાટ્ટાપણું હોય છે જેના કારણે તે આપોઆપ જ ફ્રિજ માટે  અનુકૂળ બની જતા હોય છે.'

મહિલાઓ આ 5 ખાદ્યપદાર્થો ખાવાનું ના ભૂલો, સ્તન કેન્સરથી કરશે બચાવ

શુગર કંટ્રોલમાં રાખવા માટે રોજ કરો આ ભાખરીનું સેવન, જાણો 3 જબરદસ્ત ફાયદા

સ્પ્રાઉટ્સના ડબ્બા ભરીને ખાતા લોકો ચેતજો, નહીં તો સુધરવાને બદલે બગડશે તબીયત!

આ પ્રકારનો ખોરાક જલદી ખાઈ લેવો જોઈએ
ફ્રિજમાં સ્ટોર કરવાથી સમયની પણ બચત થાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત છે. એ સવાલનો જવાબ આપતા પોષણ વિશેષજ્ઞ કહે છે કે માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી ઉત્પાદનો અને અંદા જેવી જલદી ખરાબ થનારી ખાદ્ય ચીજોને રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ અને તેમનો થોડા દિવસની અંદર લગભગ એક સપ્તાહની અંદર ઉપયોગ પણ કરી લેવો જોઈએ. જ્યારે જલદી ખરાબ ન થતી વસ્તુઓ જેમ કે રોટલી, ફળો અને શાકભાજીને વધુ સમય સુધી સ્ટોર કરી શકાય છે. 

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ફ્રિજમાં રાખેલા ભોજનમાં ત્રણથી  ચાર દિવસ બાદ બેક્ટેરિયા ઉછરવા લાગે છે. ત્યારબાદ વધુ સમય સુધી રાખવામાં આવે તો ભોજનમાં ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. બેક્ટેરિયા સામાન્ય રીતે ભોજનના સ્વાદ, ગંધ કે રંગને નથી બદલતા. જેના કારણે ભોજન સુરક્ષિત છે કે નહીં તે જાણવું તમારા માટે મુશ્કેલ બની જાય છે. 

કેમ બેક્ટેરિયા વધે છે?
આપણામાંથી કોઈ પણ ખાવાનું રાંધ્યા બાદ તરત ફ્રિજમાં મૂકતા નથી. ભોજનને પહેલા ખાવા માટે બહાર રાખવામાં આવે છે. ત્યારબાદ વધેલા ભોજનને રૂમના તાપમાન પર ઠંડુ થયા બાદ ફ્રિજમાં રાખવામાં આવે છે. આ સ્થિતિ બેક્ટેરિયાને જલદી ભોજનને દૂષિત કરવાની તક આપે છે. 

તમારા ઘરમાં મહિલાઓને થાય છે આવું? ખાસ જાણો આ પિસ્ટેન્થ્રોફોબિયા વિશે

Urfi Javed પરાઠામાં મિક્સ કરીને ખાય છે 2 વસ્તુ, જાણો સ્વાસ્થ્યને થશે ફાયદો કે નુકસાન

દારૂ સાથે ક્યારેય ન લો આ વસ્તુઓ, નહિ તો આવશે સીધુ મોત

બેક્ટેરિયા અટકાવવા શું કરવું
ભોજનમાં બેક્ટેરિયાને વધતા રોકવા માટે સૌથી પહેલા ખરાબ થઈ જાય તેવી વસ્તુઓનું જેમ બને તેમ જલદી સેવન કરી લેવું જોઈએ. ત્યારબાદ જે ખાવાનું બચી જાય તેને એરટાઈટ કન્ટેઈનરમાં સ્ટોર કરો અથવા તો તેને ઢાંકીને રાખો. વધેલું ખાવાનું રેફ્રિજરેટરની ઉપરની રેકમાં મૂકો જેથી કરીને તેને વધુ હવા અને ઠંડક મળતી રહે. વાસી વધેલું ભોજન ફ્રિજની આગળની બાજુ અને તાજું પાછળની બાજુ રાખવું જોઈએ. 

આ ભોજન સ્ટોર કરવા અને તેની શુદ્ધતાને ઓળખવાના સાધારણ દિશા નિર્દેશ છે. સૌથી સારું એ છે કે તમે જોઈને, સૂંઘીને, અને સ્પર્શીને તપાસ પણ કરો જેથી કરીને ભોજન હજુ પણ આરોગવા માટે સુરક્ષિત છે કે નહીં તે ખબર પડે. જો તમને ભોજનની સુરક્ષા પર શંકા હોય તો તેને વધુ વિચાર્યા વગર સીધું ફેંકી દેવું જ સારું છે. આ ઉપરાંત દરેકે જેટલું પણ શક્ય હોય, તેટલું તાજું રાંધેલું ભોજન  જ ખાવું જોઈએ. ફ્રિજમાં રાખેલું ખાવાનું લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા રહેવું તે સારું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More