Home> Health
Advertisement
Prev
Next

આંતરડાની પરતમાંથી ખૂન ચૂસતા કીડાને મારવા બનાવો આ ખાસ ચટણી

આ કીડા એક પ્રકારના પરજીવી હોય છે, જે માનવોના આંતરડામાં રહે છે. તે આંતરડામાં રહેલો બધો ખોરાક ખાઈ જાય છે. તે આંતરડાની પરતમાંથી ખૂન ચૂસે છે

આંતરડાની પરતમાંથી ખૂન ચૂસતા કીડાને મારવા બનાવો આ ખાસ ચટણી

ઝી મીડિયા/બ્યૂરો :હંમેશા ખરાબ ખાણીપીણીને કારણે પેટમાં કીડા પડી જાય છે. આ બીમારી કોઈને પણ થઈ શકે છે. સંક્રમિત ભોજન કે પીણાંનું સેવન, ઘરની આસપાસ ગંદકી કે પછી કાચુ ભોજન, કે પછી પ્રદૂષિત ખોરાક લાંબા સમય સુધી સેવન કરવાથી પેટમાં કીડા થવાની શક્યતા રહે છે. પેટ સંબંધી સમસ્યાઓને પેદા કરીને તે તમારા શરીરને સમગ્ર પ્રોસેસ પર અસર નાંખે છે. ક્યારેય ક્યારેય આંતરડામા કીડાને કારણે ઈન્ફેક્શન પેદા થઈ જાય છે. આંતરડામાં કીડા પડી જાય તો તે બહુ જ દુખદાયી બની જાય છે. આ સમસ્યા સૌથી વધુ બાળકોમાં હોય છે. પરંતુ મોટા આંતરડામાં કીડા હોઈ શકે છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ, ભાવનગરમાં અંધારપટ કરીને વીજળી પડવાની ઘટનાનો video જુઓ 

આ કીડા એક પ્રકારના પરજીવી હોય છે, જે માનવોના આંતરડામાં રહે છે. તે આંતરડામાં રહેલો બધો ખોરાક ખાઈ જાય છે. તે આંતરડાની પરતમાંથી ખૂન ચૂસે છે. તે આંતરડાના પરજીવી માનવના આંતરડાતી પોષણ પ્રાપ્ત કરે છે. આ કારણે પ્રતિવર્ષ ન જાણે કેટલાય લોકો મોતના શિકાર થાય છે. 

પેટમાં કીડના લક્ષણ
તબીબોનું કહેવુ છે કે, પેટના કીડા 20 પ્રકારના હોય છે. તે આંતરડામાં ઈજા પહોંચાડી શકે છે. જો પેટમાં કીડા થાય તો, પેટમાં દુખવુ, જીવ તાળવે ચોંટવો, ભૂખ ન લાગવી, થાકી જવું, ખાવાનું હજમ ન થવું, કબજિયાત થવું. આ ઉપરાંત વજન ઘટી જવું, યોગ્ય રીતે ઊંઘ ન આવવી. ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી અને તાવ પણ આવી શકે છે. 

આ પણ વાંચો : ગાડીમાં કપાસની ગાંસડીઓ લઈને ગાંધીનગર પહોંચ્યા ખેડૂત, વિધાનસભા બહાર કર્યો વિરોધ

આ ઉપાય કરો 
પેટમાં કીડા થયા હોય તો ઘરેલુ ચટણી બનાવીને તેનો ઉપાય કરી શકો છો. તેને બનાવવા માટે ફુદીના, લીંબુ અને કેટલાક કાળા મરીની જરૂર છે. જો તમે એક વ્યક્તિ માટે ચટણી બનાવી રહ્યા છો તો ફુદીનાના કેટલાક પાનમાં દોઢ ચમચી લીબુંનો રસ, અને 4 થી 4 કાળા મરી નાંખીને બારીક મિશ્રણ બનાવી લો. ટેસ્ટ અનુસાર તેમાં હળવુ મીઠું અને ખાંડ નાંખી શકાય છે. 

આ ચટણી 5 થી 6 દિવસ સુધી રોજ સવાર-સાંજ એક ચમચી ખાવાથી પેટમાં રહેલા કીડા દૂર થાય છે. 

આ પણ વાંચો : ઘેર-ઘેર જેના ભજનો ગવાતા તે બાળકને હવે ઓળખવો મુશ્કેલ છે, વરુણ ધવન જેવો સ્માર્ટી દેખાય છે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More