Home> Health
Advertisement
Prev
Next

હાર્ટ એટેકના તે 8 લક્ષણ, જેને ગરમી સમજી નજરઅંદાજ ન કરશો, પડી શકે છે ભારે

Difference In Heat Attack And Heat: ગરમીમાં હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકના કેસ વધતા હોય છે. તેની પાછળનું મોટું કારણ હાર્ટ એટેક અને ગરમીનો લક્ષણોમાં અંતર સમજવાનું હોય છે. આવી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. જાણો હાર્ટ એટેકના એવા લક્ષણ જે ગરમી જેવા લાગે છે.
 

હાર્ટ એટેકના તે 8 લક્ષણ, જેને ગરમી સમજી નજરઅંદાજ ન કરશો, પડી શકે છે ભારે
Updated: Jun 12, 2024, 08:25 PM IST

નવી દિલ્હીઃ હેલ્ધી લાઇવ જીવવા માટે શરીર સ્વસ્થ રહેવું જરૂરી છે. જ્યારે શરીર સ્વસ્થ હશે તો આપણા બધા અંગ સારી રીતે કામ કરી શકશે. જ્યારે બધા અંગ સારી રીતે કામ કરશે તો જીવનમાં ખુશીઓ રહેશે. એટલે કે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. તેથી સ્વાસ્થ્યને લઈને કોઈ બેદરકારી દાખવવી જોઈએ નહીં. ગરમીમાં જ્યારે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકના કેસ વધે છે તો સાવચેતી રાખવી જરૂરી છે. ઘણીવાર લોકો હાર્ટ એટેકને લક્ષણોને ગરમી સમજી નજરઅંદાજ કરી દેતા હોય છે. આવી સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. જાણો હાર્ટ એટેકના તે 12 લક્ષણ જે ગરમી જેવા હોઈ શકે છે.

હાર્ટ એટેકના લક્ષણ (Heart Attack Symptoms)

હાર્ટ એટેક ઘણીવાર સાયલન્ટ હોઈ શકે છે, જ્યારે શરીરમાં કોઈ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી. કેટલાક મામલામાં સપ્તાહ પહેલાથી હાર્ટ એટેકના સંકેત જોવા મળવા લાગે છે. પરંતુ આ લક્ષણ અલગ-અલગ લોકોમાં જુદા-જુદા હોઈ શકે છે. તેમ છતાં કેટલાક સામાન્ય લક્ષણ છે, જે હાર્ટ એટેકનો સંકેત આપે છે. 

આ પણ વાંચોઃ શા માટે ચોમાસામાં ઉકાળેલું પાણી પીવાની સલાહ અપાય છે ખબર છે? નથી જાણતા તો જાણો કારણ

1. અચાનક ખુબ પરસેવો આવવો હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકો તેને ગરમી સમજી નજરઅંદાજ કરતા હોય છે. 

2. થોડો માથાનો દુખાવો ગરમીને કારણે હોઈ શકે છે, પરંતુ તે હાર્ટ એટેક પહેલા પણ આ લક્ષણ જોવા મળે છે. 

3. ગરમીને કારણે ઉલ્ટી થવા લાગે છે પરંતુ આ હાર્ટ એટેકનો એક સંકેત પણ છે એટલે તેને સીરિયસલી લેવો જોઈએ.

4. હાર્ટ એટેક આવવાને કારણે ચક્કર આવે છે. ઘણીવાર ગરમીમાં બહાર ફરવાને કારણે પણ ચક્કર આવે છે. તેવામાં બંનેને સમજવાની જરૂર છે. 

5. જો આ લક્ષણો સાથે તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. 

6. જો  હાથ, ગરદન, ખભા કે પીઠના નિચલા ભાગમાં દુખાવો થઈ રહ્યો છે અને નબળાઈ લાગી રહી છે તો તે હાર્ટ એટેકનો લક્ષણ હોઈ શકે છે. 

7. છાતીમાં અસ્વસ્થતા, છાતીમાં ચુસ્તતા અને છાતીમાં પરેશાની થવાને કારણે ચાલવામાં સમસ્યા થાય તો તે હાર્ટ એટેકનો લક્ષણ હોઈ શકે છે. 

8. હાર્ટ એટેકના લક્ષણોમાં ઘણીવાર જડબામાં દુખાવો થવા લાગે છે. આ લક્ષણ સામાન્ય નથી.

જો તમને આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થાય તો આ હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે. આવા લક્ષણ જોવા મળે તો તત્કાલ નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

ડિસ્ક્લેમરઃ આ માહિતી સામાન્ય જાણકારી માટે આપવામાં આવી છે. જો તમારે હાર્ટ એટેક વિશે વધુ જાણકારી જોતી હોય તો તમે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે