Home> Health
Advertisement
Prev
Next

દેશમાં વધ્યાં Heart Attackથી મોત, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- બે મહિનામાં આવશે ICMRની રિપોર્ટ

Heart Attack: કોરોના મહામારી પછી દેશમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ વિષય પર સંશોધન ચાલી રહ્યું છે.

દેશમાં વધ્યાં Heart Attackથી મોત, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- બે મહિનામાં આવશે ICMRની રિપોર્ટ

Heart Attack Case: કોરોના મહામારી પછી દેશમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ વિષય પર સંશોધન ચાલી રહ્યું છે.  તેમણે કહ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આ અંગે સંશોધન કરવાનો આદેશ આપ્યો છે, જેને ત્રણ-ચાર મહિના થઈ ગયા છે અને બે મહિનામાં રિપોર્ટ આવશે. એક મીડિયા સંસ્થાના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીકરણ અને કોમોર્બિડિટી (એકથી વધુ રોગોથી પીડિત દર્દીઓ)નો ડેટા અમારી પાસે છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) હાર્ટ એટેકથી થતા મૃત્યુના ઉપલબ્ધ ડેટા પર સંશોધન કરી રહી છે. 

આ પણ વાંચો:
ગુજરાત હાઈકોર્ટને મળ્યા બે નવા જજ: કુલ સંખ્યા 31 પર પહોંચી,જુઓ કોના નામોની થઈ પસંદગી
આ હકીકત જાણી લેજો! કેરીના રસિયાઓ…વાટે રેજો, આ વર્ષે ક્યારે અને શું ભાવે મળશે કેરી?
ધર્મ અને રાજનીતિ જ્યાં સુધી અલગ નહીં થાય, હેટ સ્પીચ ખતમ નહીં થાયઃ સુપ્રીમ

fallbacks

કોરોના પછી વધ્યાં હાર્ટ એટેકથી મોત!
સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કામ કરતી સંસદીય સમિતિએ ICMRને હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુમાં અચાનક થયેલા વધારા અંગેના કારણો શોધવા અને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. જેનું નેતૃત્વ રાજ્યસભાના સાંસદ ભુવનેશ્વર કલિતા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી, જેના આધારે એવું કહી શકાય કે મૃત્યુ ખરેખર કોવિડ રસીના કારણે થઈ રહ્યા છે... પરંતુ આવા પ્રકારના મોત કોરોના પછી જ વધ્યાં છે.

હોસ્પિટલમાં હાર્ટ અટેકથી 10-15 ટકા કેસ વધ્યાં
કોરોના મહામારી બાદથી એવું જોવા મળી રહ્યું છે કે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવી ઘણી ઘટનાઓ સામે આવી હતી જેમાં જોવા મળ્યુ કે સ્વસ્થ દેખાતા લોકો અચાનક નીચે પડી ગયા અને મૃત્યુ પામ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં જોવા મળ્યું હતું કે 24 વર્ષીય એક વ્યક્તિનું જિમ કરતી વખતે મોત થયું હતું. એક વ્યક્તિ તહેવાર પર ડાન્સ કરી રહ્યો હતો અને પડી જતાં જ તેનું મોત નિપજ્યુ.. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હોસ્પિટલોમાં હાર્ટ એટેકની ફરિયાદો સંબંધિત દર્દીઓની સંખ્યામાં 10-15%નો વધારો થયો છે.

આ પણ વાંચો:
કર્ણાટકમાં કઇ પાર્ટીને મળશે કેટલી સીટો? Zee News ના ઓપિનિયન પોલે ચોંકાવ્યા
World Cup 2023: ભારતમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં વિશ્વકપની મેચ રમી શકે છે પાકિસ્તાન
જાણો બ્લેક કોફીનો સૌથી મોટો અને બેસ્ટ ફાયદો, આ રોગ થવાની ઘટે છે શક્યતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More