Home> Health
Advertisement
Prev
Next

Summer Health Tips:ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ લાગવાથી કેવી રીતે બચશો? જાણી લો આ ઉપાયો

Summer Health Tips:ધમધખતા તાપમાં લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે, સાથે લૂ ના કારણે લોકો વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉનાળામાં વધારે પડતું ઠંડુ પાણી પીવાથી અથવા તો તડકામાં ટોપી વગર ફરવાથી લૂ નો સામનો કરવો પડી શકે છે.

Summer Health Tips:ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ લાગવાથી કેવી રીતે બચશો? જાણી લો આ ઉપાયો

Health Tips: ગરમીના દિવસોમાં ઘણી વખત લૂ લાગવાના કારણે પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરાની સાથે બેભાન થઈ જવું જેવી અવસ્થાનો સામનો કરવો પડતો હોય છે. આ પરિસ્થિતિમાં દરેકને જાણવું જરૂરી છે કે લૂ થી  કેવી રીતે બચી શકશો? 

જાણો લૂ થી બચવા માટેના ઉપાયો
-માસ્ક પહેરવાથી સંક્રમિત લોકોથી બચી શકાય છે જ્યારે તડકા અને લૂથી બચવું હોય તો ઘરની બહાર નીકળતા હાથમાં છત્રી જરૂર રાખો, અથવા માથાને કપડા કે ટોપીથી ઢાંકીને બહાર નિકળો.
-ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન નિકળવું જોઈએ. શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે.
- એસી કે કૂલરમાં તમે બેઠા હોય અને અને અચાનક બહાર જવાનું થાય તો તરત જ  બહાર ન જાઓ. નહીં તો તમને લૂ લાગી જશે.
-ગરમીના દિવસોમાં વારેવારે પાણી પીવું, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય.
-ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવો. થોડીક વાર પછી  માટલાનું પાણી પીવો,જો તરત જ ઠંડુ પાણી પીશો તો લૂ લાગી જશે.
-વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી ન પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો
વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ
મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
આજે તમારું ભાગ્ય સાથ આપશે કે નહિ, આજનો દિવસ કેવો જશે તે જાણીને બીજા કામ કરજો

- કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી,મઠ્ઠો, છાશ,લસ્સી, કાચી કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.
- ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.
-શાકભાજીના જ્યુસ કે સુપ બનાવીને પણ તમે પી શકો છો જેનાથી પણ લૂથી બચી શકાય છે.
- ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ, જેનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે.
- ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં મેળવીને ચાટો,તેનાથી પણ લૂ  લાગવાનો ખતરો ઓછો રહે છે.
- ગરમીના કારણે શરીરમાં અડાય થઈ ગઈ હોય તો ચણાના લોટને પાણીમાં ભેળવી અને અડાયની જગ્યા પર લગાવવાથી રાહત થાય છે.

આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More