Home> Health
Advertisement
Prev
Next

Health Tips: સવારે પેટ સાફ ન આવતું હોય તો આ વસ્તુઓ ખાવાનું રાખો, દવા વિના કબજિયાતથી મળશે મુક્તિ

Health Tips: જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને સુસ્તી, ડિહાઇડ્રેશન અને પેટમાં દુખાવા જેવી તકલીફો પણ થાય છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. જો તે ન મટે તો ગંભીર સમસ્યા પણ સર્જાઈ શકે છે.  જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે ફાઇબરથી ભરપૂર ફૂડનું સેવન કરવું જોઈએ. 

Health Tips: સવારે પેટ સાફ ન આવતું હોય તો આ વસ્તુઓ ખાવાનું રાખો, દવા વિના કબજિયાતથી મળશે મુક્તિ

Health Tips: કબજિયાત એટલે નિયમિત રીતે પેટ સાફ ન આવવું. કબજિયાત એક સમસ્યા નથી પરંતુ તેના કારણે ઘણી બધી સમસ્યા થાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને સુસ્તી, ડિહાઇડ્રેશન અને પેટમાં દુખાવા જેવી તકલીફો પણ થાય છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. જો તે ન મટે તો ગંભીર સમસ્યા પણ સર્જાઈ શકે છે. 

જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે ફાઇબરથી ભરપૂર ફૂડનું સેવન કરવું જોઈએ. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ મટે છે. જેને પણ કબજિયાત રહેતી હોય તેમણે આ છ વસ્તુઓ ખાવા પર ધ્યાન આપવું જોઈએ. આ છ વસ્તુનું સેવન કરવાથી કબજિયાત દવા વિના મટે છે. 

કબજિયાત મટાડતી વસ્તુઓ

આ પણ વાંચો: Health Tips: રોજ કરવી છે 7થી 8 કલાકની ઊંઘ ? તો ટ્રાય કરો 4-7-8 સ્લીપ મેથડ

1. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે.. સફરજનનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળી શકે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે છાલ સહિત રોજ એક સફરજન ખાવું જોઈએ.

2. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે ભોજનમાં દાળ અને કઠોળનો સમાવેશ પણ કરવો જોઈએ. આ બંને વસ્તુ નિયમિત રીતે મળત્યાગ કરવા ની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. દિવસ દરમિયાન સૂપ, સલાડ લેવાની સાથે દાળ અને કઠોળનું સેવન પણ કરવું. 

3. જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે ફાઇબરથી ભરપૂર આખા અનાજનું સેવન કરવું. આખા અનાજનું સેવન કરવાથી મળ નરમ પડે છે અને પાચનમાં સહાયતા થાય છે. આ સિવાય મેંદાની વસ્તુઓ ખાવાનું ટાળવું. 

આ પણ વાંચો: Brain hemorrhage પહેલા જોવા મળે છે આ લક્ષણો, સારવાર ન કરવાથી ફાટી શકે છે મગજની નસ

4. કબજિયાતની તકલીફ મટાડવી હોય તો રેશાવાળા અને લીલા પાન વાળા શાકભાજીનું સેવન વધારે કરવું. દૈનિક આહારમાં પાલક, કેળા જેવી વસ્તુઓનો સમાવેશ વધારે કરવો. લીલા પાનવાળા શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનની સાથે ઓલ ઓવર હેલ્થને પણ સુધારે છે.. તમે લીલા પાનવાળા શાકભાજીનું સલાડ કે સ્મુધી બનાવીને પણ લઈ શકો છો. 

5. શક્કરિયામાં ફાઇબર ભરપૂર હોય છે. શક્કરીયા ખાવાથી ડાયજેશન હેલ્થ સારી રહે છે. ફાઇબરથી ભરપૂર શક્કરીયા છાલ સહિત ખાવાથી ફાયદો થાય છે. શક્કરિયા ને તમે બાફીને કે શેકીને ખાઈ શકો છો. 

આ પણ વાંચો: Health Tips:જાણો એક દિવસમાં ઘઉંની કેટલી રોટલી ખાવી અને ઘઉં સિવાય કયો લોટ ફાયદાકારક ?

6. અંજીર ફાઇબર અને નેચરલ સુગરથી ભરપૂર હોય છે. અંજીર બાઉલ ફંકશનમાં સુધારો કરે છે. તમે તાજા અંજીર કે ડ્રાય અંજીર કોઈપણ ને આહારમાં સામેલ કરી શકો છો. અંજીરનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More