Home> Health
Advertisement
Prev
Next

Tomato Side Effects: આ લોકો માટે છે ખતરનાક ટામેટા, ખાતા પહેલાં જાણી લેજો આ વાત

સ્વાથ્ય માટે સારા ગણાતા ટામેટા પણ તમારી તબીયત બગાડી શકે છે. વાત જાણીને વિશ્વાસ નહીં થાય પણ એના માટે તમારી આ આર્ટિકલ વાંચવો પડશે જેમાં તમને સાચું કારણ પણ જાણવા મળશે.

Tomato Side Effects: આ લોકો માટે છે ખતરનાક ટામેટા, ખાતા પહેલાં જાણી લેજો આ વાત

નવી દિલ્લીઃ લાલ-લાલ ટામેટા ખાવાના ફાયદા છે તો નુકસાન પણ છે..ટામેટામાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે. ટામેટામાં લાઈકોપીન તત્વ હોય છે જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે.ટામેટા ખૂબ જ આરોગ્યપ્રદ આહાર છે. ટામેટાનું વધારે પડતું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે.

ટામેટા ખાવાના ગેરફાયદાઃ

1) કિડની સમસ્યાઓઃ
કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો ટામેટાનું સેવન ન કરવું જોઈએ. કારણકે ટામેટામાં પોટેશિયમનો ભરપૂર સ્ત્રોત છે અને તેમાં ઓક્સાલેટ નામના એન્ટી-ઓક્સીડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે કિડનીની બીમારીનું કારણ બની શકે છે.

2) એલર્જીઃ
ટામેટાંમાં હિસ્ટામાઈન નામનું કમ્પાઉન્ડ હોય છે.વધુ પ્રમાણમાં ટામેટાનું સેવન કર્યા પછી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમને મોં, જીભ, ચહેરા પર સોજો, છીંક અને ગળામાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

3) સાંધાનો દુખાવોઃ
ટામેટાંના વધુ પડતા ઉપયોગથી સાંધામાં દુખાવો અને સોજો આવી શકે છે, કારણ કે તેમાં સોલેનાઇન નામનું આલ્કલાઈન તત્વ હોય છે.

4) ગેસ્ટ્રિક સમસ્યાઓઃ
ટામેટામાં એસિડ વધુ માત્રામાં જોવા મળે છે, વધુ પ્રમાણમાં ટામેટા ખાવાનું શરૂ કરો છો, તો તેનાથી પેટમાં ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થશે અને જો તમને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ છે તો ટામેટા ઓછા ખાવા વધારે  સારૂ ગણાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More