Home> Health
Advertisement
Prev
Next

ફ્રીજમાં મુકેલા લોટની રોટલી તમારા માટે બની શકે છે ઝેર! આ રીતે યમરાજને ના બોલાવશો

Health Care Tips: ઘણાં ઘરોમાં રોટલી બનાવતી વખતે વધેલો લોટ ફ્રીજમાં મુકી દેવાની આદત હોય છે. જો તમારા ઘરમાં પણ આવી આદત હોય તો આજે જ આ આદત બદલી નાંખજો. નહીં તો તમારા જિંદગી જલ્દી ટૂંકી શકે છે. કારણો જાણીને તમે પણ થઈ જશે હેરાન...

ફ્રીજમાં મુકેલા લોટની રોટલી તમારા માટે બની શકે છે ઝેર! આ રીતે યમરાજને ના બોલાવશો
Updated: Jun 14, 2024, 07:34 PM IST

Health Care Tips: શું તમારા ઘરમાં પણ બાંધેલો લોટ ફ્રીજમાં મુકવામાં આવે છે? શું તમારા ઘરમાં પણ રોટલી બનાવતી વખતે વધેલા લોટને ફ્રીજમાં રાખીને પછી ફરી તેનો ઉપયોગ કરવામાં આવે છે? જો તમારા ઘરમાં આવી આદત હોય તો આજથી જ ખરાબ આદત બદલી નાંખજો. કારણકે, આ આદત તમારા અને તમારા પરિવાર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ અમે નથી કહી રહ્યાં નિષ્ણાતો, આયુર્વેદ અને ધર્મગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.

સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીજમાં મુકી દેતા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. જો તમારા ઘરમાં પણ ગૃહિણીઓ બચેલા લોટને ફ્રીજમાં મુકતી હોય તો જરૂરથી તેમને આની ગંભીરતા અંગે જાણ કરજો. કારણકે, આ મામલો તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. રોટલી બનાવતી વખતે બચેલો લોટ બાંધીને તેને ફ્રીજમાં મુકવાથી તે તમારા માટે બની જાય છે ઝેર સમાન. આ લોટનો ફરી ઉપયોગ કરવાથી તમે પડી શકો છે ગંભીર રીતે બીમાર...

નિષ્ણાંતોનું કહેવું છે કે જેવો લોટમાં પાણી ઉમેરો છો તે સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. એવું એટલા માટે કહેવાય છે કારણ કે ઘણા એવા રાસાયણીક પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. લોટ જ્યારે પણ ફ્રીજમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીજમાં રહેલા હાનિકારક કિરણો તેમાં મળી જાય છે. જેના કારણે ફ્રીજમાં મુકેલ લોટ અનેક પ્રકારે બિમારીઓનો ખતરો પેદા કરે છે. 

ફ્રીજમાં મુકેલા લોટના ઉપયોગ વિશે શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદમાં પણ ફ્રીજમાં મુકેલા લોટનો ઉપયોગ નહી કરવા જણાવાયું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તો તાજો જ લોટ બાંધીને બનાવો. ફ્રીજમાં મુકેલ લોટનો ઉપયોગ ન કરો. ફ્રીજમાં જે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે અને તેનો સ્વાત તાજા લોટથી ખુબ જ અલગ હોય છે. ફ્રીજમાં જે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે અને તેનો સ્વાત તાજા લોટથી ખુબ જ અલગ હોય છે. 

શું કહે છે શાસ્ત્રો?
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસી ભોજન પ્રેત ભોજન સમાન છે. તે ઉપરાંત ગણા લોકો તેમ પણ કહે છે જ્યારે પણ ફ્રીજમાં વધેલો લોટ મુકો છો તો તે પિંડ સમાન થઇ જાય છે. ત્યાર બાદ આ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. માણસ જો આ ભોજન કરે તો તે પણ પ્રેત સમાન થઇ જાય છે. તે ઘરમાં હંમેશા આળશ અને રોગનો વાસ રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા લોકોને ગેસની પરેશાની પણ વાસી લોટનાં કારણે થઇ શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે સમયે તમારી રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધો અને તાજી રોટલી જ હંમેશા ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે