Home> Health
Advertisement
Prev
Next

આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત

ગરમીની મોસમ શરૂ થઈ ગઈ છે, પણ લોકડાઉન હોવાને કારણે લોકોને તે ઓછી અનુભવાઈ રહી છે. ગરમીની મોસમ શરૂ થતા જ તમામને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. શહેરોમાં તો લોકો ફ્રીજથી ઠંડુ પાણી કાઢીને પી લે છે, પરંતુ ગામમાં ફ્રીજ ન હોવાને કારણે લોકો આજે પણ માટલામાંથી પાણી પી લે છે. માટીના માટલાનું પાણી બહુ જ ઠંડુ રહે છે. હકીકતમાં માટીમાં અનેક રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેમાં લાભકારી મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરના ઝેરીલા તત્વોમાંથી મુક્તિ અપાવે છે. તેથી આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે માટલાનું પાણી માણસોને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ  વાસણોમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. 

આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત

ઝી મીડિયા/બ્યૂરો :ગરમીની મોસમ શરૂ થઈ ગઈ છે, પણ લોકડાઉન હોવાને કારણે લોકોને તે ઓછી અનુભવાઈ રહી છે. ગરમીની મોસમ શરૂ થતા જ તમામને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. શહેરોમાં તો લોકો ફ્રીજથી ઠંડુ પાણી કાઢીને પી લે છે, પરંતુ ગામમાં ફ્રીજ ન હોવાને કારણે લોકો આજે પણ માટલામાંથી પાણી પી લે છે. માટીના માટલાનું પાણી બહુ જ ઠંડુ રહે છે. હકીકતમાં માટીમાં અનેક રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેમાં લાભકારી મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરના ઝેરીલા તત્વોમાંથી મુક્તિ અપાવે છે. તેથી આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે માટલાનું પાણી માણસોને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ  વાસણોમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. 

- માટીના વાસણોમાં રાખેલુ પાણી પીવાથી સ્કીન સંબંધિત અનેક તકલીફો દૂર થઈ જાય છે. તે ચહેરા પર ફોલ્લા, મોઢામાં છાલા, પિંપલ્સ અને અન્ય ત્વચા સંબંધી અન્ય રોગોને તમારાથી દૂર રાખે છે. તેમાં રાખેલુ પાણી પીવાથી તમારી ત્વચા ચમકવા લાગશે. 

- માટલાનું પાણી ગેસની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે. તેથી જો કોઈને એસિડિટી સંબંધી તકલીફ હોય તો આવામાં માટીનું પાણી તેઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. સાથે જ પાચન પ્રક્રિયા પણ સારી ચાલે છે.

- માટલાનું પાણી બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે બેડ કોલેસ્ટ્રોલની માત્રાને પણ ઓછું કરે છે અને હાર્ટ એેટેકની શક્યતાઓને પણ તમારા દૂર રાખે છે. 

- માટીમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોવાને કારણે તે શરીરમાં દર્દ, સોજા જેવી સમસ્યાઓને આવવા દેતુ નથી. એટલુ જ નહિ, આર્થરાઈટિસ બીમારીમાં પણ લાભકારી માનવામાં આવે છે. 

- એનિમીયાની બીમારીથી ઝઝૂમી રહેલ વ્યક્તિઓ માટે માટીના વાસણોમાં રાખેલ પાણી પીવું વરદાન જેવુ સાબિત થાય છે. માટીમાં આર્યનની ભરપૂર માત્રા હોય છે. તમને જણાવી દઈએ કે એનીમિયા આર્યનની ઉણપથી થતી એક બીમારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More