Home> Health
Advertisement
Prev
Next

હાર્ટએટેક આવવાનું કારણ કોરોના વેક્સીન છે? જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટે કર્યો આ અંગે મોટો ખુલાસો

death due to cardiac arrest : વેક્સીને કારણે હાર્ટએટેક આવવાનું કારણ કેટલુ સાચું તે વિશે તેઓ જણાવે છે કે, કેટલાક લોકો કોવિડની વેકસીનને દોષ આપે છે, જે બરોબર નથી

હાર્ટએટેક આવવાનું કારણ કોરોના વેક્સીન છે? જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટે કર્યો આ અંગે મોટો ખુલાસો

Heart Attack અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. સુરત જેવા શહેરોમાં હાર્ટએકેટથી મોતના કિસ્સાના રોજના બની ગયા છે. આવામાં હવે લોકોમાં ફફડાટ ફેલાયો છે. એક ચર્ચા એવી પણ છે કે, કોરોના વેક્સીનને કારણે હાર્ટએટેક આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે આ અંગે ખુલાસો કર્યો છે. હાર્ટએટેક અને વેક્સીન સાથે શું સંબંધ છે તે જાણીએ. 

હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ અંગે પદ્મશ્રી વિજેતા અને જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ પટેલ સાથે અમે આ અંગે ખાસ વાતચીત કરી. 30 વર્ષ કરતા વધુ સમયથી હાર્ટના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી ટ્રેન્ડ બદલાયો છે. અગાઉ 50 વર્ષની ઉપરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા જોવા મળતા હતા, જે હવે 30 વર્ષથી નીચેના લોકોમાં પણ જોવા મળી રહ્યા છે. કોવિડ વખતે જે કિસ્સાઓ આવ્યા, તે સમયે કોવિડની સારવાર બાદ લોહીના ગઠ્ઠા થવાને કારણે સમસ્યાઓ થઈ તેવું જોવા મળ્યું હતું. અગાઉ માત્ર ઠંડીમાં જ હાર્ટના કેસો આવતા પણ હવે હાર્ટની બીમારી કોઈ સિઝન પૂરતી સીમિત નથી રહી. 

કેનેડાના જંગલમાં ફરી રહી છે બે ડાકણ, કપડા વગર હરણનું માંસ ખાતી જોવા મળી

વેક્સીને કારણે હાર્ટએટેકનું શું તથ્ય
વેક્સીને કારણે હાર્ટએટેક આવવાનું કારણ કેટલુ સાચું તે વિશે તેઓ જણાવે છે કે, કેટલાક લોકો કોવિડની વેકસીનને દોષ આપે છે, જે બરોબર નથી. વેક્સીનના કારણે તકલીફ વધી એ ભ્રામક વાતો છે, કોવિડમાં ભારતની પ્રજા બચી છે, ઓછી તકલીફ વેઠવી પડી, એની ક્રેડિટ પીએમ અને સરકારને આપવી જ પડે. વેક્સીનેશન આપણા દેશમાં થયું એવું અન્ય ક્યાંય નથી થયું. યુરોપ અને અમેરિકામાં ખૂબ નુકસાન થયું છે, આપણે સુરક્ષિત રહી શક્યા છે.

ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, દરિયામાં કરંટ છતાં ભાવનગર રો-રો ફેરી ચાલુ રખાઈ

કેમ આવી રહ્યાં છે હાર્ટએટેક
આજના સમયમાં લાઈફ સ્ટાઇલ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. ખોરાકની પેટર્ન બદલાઈ છે, ભાવે છે એટલે ખાવું જ છે, એવું ના હોય. સમાજમાં સતત સ્પર્ધા વધી છે, લોકોને પોતાના ભવિષ્યની ચિંતા વધી છે જેના કારણે અંતરસ્ત્રાવોમાં બદલાવ થતા હોય છે.યુવાનોમાં હાર્ટ એટેક, સ્ટ્રોક, બ્લોકેજના કિસ્સા વધી રહ્યા છે. જે મુજબ હાર્ટના કેસો વધી રહ્યા છે, તેને જોતા સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હાર્ટના પ્રિવેંશનનો સમય આવશે, નોન ફાર્મેકોલોજીકલ દિશા તરફ આગળ વધવું પડશે.

હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો

હાર્ટએટેકથી બચવા શું કરવું

  • અનુલોમ-વિલોમ, સવાસન જેવા યોગ કરતા રહેવું જરૂરી છે
  • ખાણીપીણી સુધરવી પડશે
  • વજન જાળવવું પડશે
  • તમાકુ - સિગારેટથી દૂર રહેવું જરૂરી છે
  • કસરત કરવી જરૂરી બન્યું છે

ડો.તેજસ પટેલે આ અંગે સલાહ આપતા કહ્યું કે, અચાનક ઢળી પડવાના કિસ્સોઓ સમાજમાં સતત વધી રહ્યા છે પરંતુ 100 હાર્ટ એટેકના દર્દીને પૂછો, એમાંથી 50 લોકોએ હૃદય સંબંધિત અગાઉ કોઈ જ સમસ્યા અનુભવી નથી હોતી. હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર બંને અલગ અલગ વાત છે, હાર્ટ એટેકએ બ્લોકેજની સમસ્યા છે, જ્યારે હાર્ટ ફેલ્યોર હૃદયના પંપિંગની સમસ્યા છે. આજની પરિસ્થિતિઓ જોતા ECG તેમજ ઇક્કો સમયાંતરે કરાવવું હિતાવહ છે. હાર્ટમાં 40 ટકા બ્લોકેજ હોય તો એ શારીરિક તકલીફ ના પણ આપે, છતાંય અચાનક સમસ્યા પેદા થઈ પણ શકે. હૃદયનો મસલ જાડો થાય તો પણ અચાનક સમસ્યાઓ થઈ શકે છે. કેટલાકમાં ઇલેક્ટ્રિક સર્કિટની સમસ્યા જન્મથી હોય પણ એમાં કોઈ બદલાવ આવે તો અચાનક હાર્ટની સમસ્યા થઈ શકે.

અમદાવાદીઓ આ રોડ પરથી નીકળો તો સાવધાન, ટ્રાફિકથી સતત ધમધમતો આ બ્રિજ બંધ રહેશે

કેવા લોકોએ હાર્ટએટેકથી સાવધાન રહેવું
ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અથવા પરિવારમાં અગાઉ હાર્ટની સમસ્યા કોઈને થઈ હોય તો સાવચેત રહેવું જોઈએ. એક વર્ષે લોહીની તપાસ કરાવતા રહેવું જોઈએ, 35 કે 40 વર્ષની ઉંમરે એકવાર સંબંધિત રિપોર્ટ કરાવવા જોઈએ, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ કરાવવા જોઈએ. આજના સમયમાં હવે લાઈફ સ્ટાઇલ મેનેજમેન્ટ જરૂરી છે, કોઈને સમજાવીએ એટલે એ સમજે પણ થોડા દિવસોમાં પછી બધુ ભૂલી જાય, એ ના ચાલે.

ગુજરાત કોંગ્રેસમાં વાવાઝોડું આવ્યું, દિલ્હીમાં ગુજરાતના બે નેતાઓની ફરિયાદો થઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More