Home> Health
Advertisement
Prev
Next

Bad Cholesterol: નસેનસમાં જામેલું કોલેસ્ટ્રોલ પણ દુર કરી દેશે આ એક મસાલો, 5 રીતે કરી શકાય છે ઉપયોગ

Bad Cholesterol: દરેક ઘરના રસોડામાં આદુનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. આદુમાં જીંજરોલ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. આદુની ખાસ વાત એ છે કે તમે તેને અલગ અલગ પાંચ રીતે ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ કે બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે તમે આદુને કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

Bad Cholesterol: નસેનસમાં જામેલું કોલેસ્ટ્રોલ પણ દુર કરી દેશે આ એક મસાલો, 5 રીતે કરી શકાય છે ઉપયોગ

Bad Cholesterol: જો તમે પણ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે લડી રહ્યા છો તો આજે તમને બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવાનો એક અસરકારક ઈલાજ જણાવીએ. બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બીમારીનું કારણ પણ બની શકે છે તેના કારણે નશોમાં બ્લોકેજ થઈ જાય છે અને રક્ત પરીભ્રમણમાં તકલીફ પડવા લાગે છે. આ સ્થિતિ હાર્ટ એટેકનું મુખ્ય કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે વધતા બેડ કોલેસ્ટ્રોલ ને સમયસર કંટ્રોલમાં કરો. અને આ કામ કરવામાં તમને આદુ મદદ કરી શકે છે.

દરેક ઘરના રસોડામાં આદુનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. આદુમાં જીંજરોલ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. આદુની ખાસ વાત એ છે કે તમે તેને અલગ અલગ પાંચ રીતે ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ કે બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે તમે આદુને કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

કાચું આદુ

આદુને તમે કાચું ચાવીને પણ ખાઈ શકો છો. જે લોકો તીખું ફૂડ ખાવાનું પસંદ કરે છે તેઓ આદુ સરળતાથી ખાઈ શકે છે કારણ કે આદુનો સ્વાદ પણ તીખો હોય છે જો તમે આ રીતે આ દુખાવો છો તો તેનાથી ઝડપથી અસર થાય છે.

આ પણ વાંચો:

Bad Food Combination: પપૈયા સાથે ન ખાવી આ 4 વસ્તુઓ, પેટથી લઈ ત્વચા થઈ જશે ખરાબ

કાળી દ્રાક્ષ ખાવાથી હાર્ટ રહે છે હેલ્ધી, જાણો ખાવાની સાચી રીત અને તેના ફાયદા વિશે

શિયાળામાં શરદી-ઉધરસથી બચવું હોય તો ખાવી આ વસ્તુઓ, શરીરને રાખે છે અંદરથી ગરમ

આદુનું પાણી

જે લોકો આદુ ખાઈ શકતા નથી તેઓ આદુનું પાણી પણ પી શકે છે તેનાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. તેના માટે આદુના નાના-નાના ટુકડા કરીને તેને  પાણીમાં ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય પછી તે હુંફાળું ગરમ થાય ત્યારે તેને પીવાનું રાખો.

આદુની ચા

જે લોકો આદુની ચા રોજ પીવે છે તેના શરીરમાંથી ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગે છે આ દુનિયા કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરે છે.

આદુનો પાવડર

આદુને સુકવી અને પાવડર ફોર્મમાં લાંબા સમય સુધી સાચવી શકાય છે. તેના માટે આદુને સાફ કરી તેના ટુકડા કરી તડકામાં સૂકવી પછી તેનો પાવડર કરી લેવો. આ પાવડરનો ઉપયોગ તમે આખું વર્ષ અલગ અલગ રીતે કરી શકો છો.

Ginger Side Effect: ફાયદા મેળવવા માટે હદ કરતાં વધારે આદુ ખાશો તો થશે આ 5 નુકસાન

Dragon Fruit: આ ફળ ખાવાથી બીમારીઓ રહેશે સો ફૂટ દુર, જાણો સ્વાસ્થ્યને થતા લાભ વિશે

આદુનો ઉકાળો

આદુ અને લસણનો ઉકાળો બનાવીને રોજ પીવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં આદુનો એક ટુકડો અને લસણને બરાબર ઉકાળો. ત્યાર પછી તેને હુંફાળું ગરમ હોય ત્યારે લીંબુનો રસ ઉમેરી પી જવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More