Home> Health
Advertisement
Prev
Next

Healthy Heart: ગરમીમાં હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આ ફ્રુટ જ્યૂસને સામેલ કરો ડાયટમાં

Healthy Heart: ગરમીના દિવસોમાં હૃદયને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાની સાથે કેટલાક ફળના સેવન પણ ઉનાળા દરમિયાન કરવું જોઈએ. જેનાથી તમને એક નહીં અનેક ફાયદા મળે છે.

Healthy Heart: ગરમીમાં હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આ ફ્રુટ જ્યૂસને સામેલ કરો ડાયટમાં

Healthy Heart: અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધવા લાગે છે. અનહેલ્ધી ડાયેટના કારણે સૌથી મોટું જોખમ હૃદય સંબંધિત સમસ્યા થવાનું હોય છે. હૃદયની બીમારીઓ કેટલીક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હૃદય સુધી બ્લડ બરાબર રીતે ન પહોંચતું હોય તો તેના કારણે ઘણી બધી સમસ્યાઓની શરૂઆત થાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં હૃદયને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાની સાથે કેટલાક ફળના સેવન પણ ઉનાળા દરમિયાન કરવું જોઈએ. જે ફળોના જ્યુસ તમારા શરીરને મોટો ફાયદો કરાવશે. 

આ પણ વાંચો: Health Tips: તડકામાં બહાર નીકળો ત્યારે આ વાતનું રાખશો ધ્યાન તો નહીં બગડે તબિયત

હાર્ટને હેલ્ધી રાખતા ફળના જ્યુસ

- ઉનાળામાં દ્રાક્ષનું સેવન પણ ભરપૂર કરવું જોઈએ. દ્રાક્ષનું જ્યુસ પીવાથી પણ હાર્ટની હેલ્થ સુધરે છે. નિયમિત રીતે દ્રાક્ષ ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી હૃદય રોગ થવાની સંભાવના પણ ઘટી જાય છે.

- ગરમીમાં કેરીનું જ્યુસ કે રસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. કેરી વિટામીન સી, વિટામિન ઈ અને વિટામીન એથી ભરપૂર હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 

- ઓરેન્જ જ્યુસ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે. ઓરેન્જ જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તેમાં રહેલું ફોલેટ તેમજ પોટેશિયમ હાર્ટ માટે ફાયદાકારક સાબિત થાય છે. 

આ પણ વાંચો: Papaya: સ્વાદમાં ભયંકર કડવું લાગે પણ તેની એક ચમચી શરીરને બનાવી દેશે લોખંડ જેવુ મજબૂત

- સફરજનનું જ્યુસ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સફરજનનું જ્યુસ ફાઇબરથી ભરપૂર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. 

- દાડમનું જ્યુસ પણ ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More