Home> Health
Advertisement
Prev
Next

Sanitizer ના સતત ઉપયોગથી થાય છે કેન્સર? જાણો વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

કોરોના સંકટ (Corona virus) કાળમાં અફવાઓનો દોર ચાલ્યા જ કરે છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક મેસેજ અનુસાર સેનિટાઇઝર (Hand sanitizer) ના સતત ઉપયોગથી કેન્સર અને ત્વચા સંબંધિત રોગ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસ વચ્ચે સેનિટાઇઝર મુદ્દે થઇ રહેલા આ દાવાનું સત્ય (PIB) ની ફેક્ટ ચેક ટીમે તપાસ્યું હતું.

Sanitizer ના સતત ઉપયોગથી થાય છે કેન્સર? જાણો વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

નવી દિલ્હી : કોરોના સંકટ (Corona virus) કાળમાં અફવાઓનો દોર ચાલ્યા જ કરે છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક મેસેજ અનુસાર સેનિટાઇઝર (Hand sanitizer) ના સતત ઉપયોગથી કેન્સર અને ત્વચા સંબંધિત રોગ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસ વચ્ચે સેનિટાઇઝર મુદ્દે થઇ રહેલા આ દાવાનું સત્ય (PIB) ની ફેક્ટ ચેક ટીમે તપાસ્યું હતું.

કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, અધિકારીઓએ તૈયારી શરૂ કરી

શું મેસેજ વાયરલ થઇ રહ્યો છે
સોશિયલ મીડિયા પર એક અખબારનું કટિંગ વાયરલ થઇ રહ્યું છે. જેની હેડલાઇનમાં સેનેટાઇઝર ખતરનાક, સાબુનો પણ ન કરશો ઉપયોગ. આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, સેનેટાઇઝરનાં 50-60 દિવસ સતત ઉપયોગ કરવાને કારણે કેન્સર ત્વચા રોગનો ખતરો વધી જાય છે. 

કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, અધિકારીઓએ તૈયારી શરૂ કરી

શું છે દાવાનું સંપુર્ણ સત્ય
પીઆઇબી ફેક્ટ ચેકની ટીમ અનુસાર સેનિટાઇઝર મુદ્દે થઇ રહેલો આ દાવો ખોટો છે. સેનિટાઇઝરનો ઉપયોગ કોઇ પણ પ્રકારે નુકસાન નથી પહોંચાડતો. 70% આલ્કોહલનું પ્રમાણ ધરાવતા સેનિટાઇઝરને કોરોના વાયરસ (Covid 19) ને ફેલાતો અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

મહારાષ્ટ્રને ધમરોળે તેવી શક્યતા વાળા તોફાનનું નામ 'નિસર્ગ' જ શા માટે પડ્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ (Corona Virus) ને દેશમાં ફેલાતો અટકાવવા માટે સરકારે સેનિટાઇઝરનો ઉપયોગ અને સાબુથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી હાથ ધોવાની અપીલ કરી છે. આ સાથે જ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ  (Social Distancing) ના નિયમોનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More