Home> Health
Advertisement
Prev
Next

Coronavirus: ઓક્સિજન ન મળતા શું આ હોમ્યોપેથિક દવા છે 'રામબાણ'?

કોરોના વાયરસના (Coronavirus) નવા વેરિએન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓમાં ઓક્સિજન (Oxygen) સેચ્યુરેશન લેવલ ઓછું થવાની ફરિયાદો મળી રહી છે. આ કારણ છે કે, દેશાના ઘણા રાજ્યોમાં અચાનક ઓક્સિજનની સમસ્યા ઉભી થઈ રહી છે

Coronavirus: ઓક્સિજન ન મળતા શું આ હોમ્યોપેથિક દવા છે 'રામબાણ'?

નવી દિલ્હી: કોરોના વાયરસના (Coronavirus) નવા વેરિએન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓમાં ઓક્સિજન (Oxygen) સેચ્યુરેશન લેવલ ઓછું થવાની ફરિયાદો મળી રહી છે. આ કારણ છે કે, દેશાના ઘણા રાજ્યોમાં અચાનક ઓક્સિજનની સમસ્યા ઉભી થઈ રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર એક હોમ્યોપેથિક દવાની (Homeopathy Medicine) પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં દવો કરવામાં આવી રહ્યો છે કે, તે દવા લેવાથી તમારું ઓક્સિજન લેવેલ વધી શકે છે. આવો જાણીએ આ પોસ્ટ (Viral Massage) પાછળનું સત્ય...

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મેસેજ
વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે, ઓક્સિજન લેવલ નીચે જઈ રહ્યું છે તો ઓક્સિનજ મળવાની રાહ ના જુઓ. ASPIDOSPERMA Q 20 ટીપાં એક કપ પાણીમાં આપવાથી ઓક્સિજન લેવલ તરત મેન્ટેન થશે જે હમેશા માટે રહેશે. આ હોમ્યોપેથિક મેડિસિન છે.

આ પણ વાંચો:- કોરોના સંક્ટ વચ્ચે વકીલોનો સરકારને પત્ર, કહ્યું- હોસ્પિટલમાં તેમના માટે રિઝર્વ રાખો બેડ

શું આ પોસ્ટ સાચી છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી
વેબદુનિયા સાથે વાત કરતાં આયુષ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર ડો. એકે દ્વિવેદીએ જણાવ્યું હતું કે જો ઓક્સિજન સેચ્યુરેશન લેવેલ થોડા પોઇન્ટ્સ ઓછું થયા છે. તો આ દવા (ASPIDOSPERMA Q) દ્વારા મેન્ટેન કરી શકાય છે. કેટલાક લોકો આ દવા સાથે કાર્બો વેજ (Carbo Veg) પણ લઈ રહ્યા છે, જેનાથી તેમને ઘણો ફરક પડ્યો છે. પરંતુ પરેશાની વધારે થવા પર અથવા ઓક્સિજન સેચ્યુરેશનનું લેવલ 93 ની નીચે હોય, તો પછી વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં જાઓ અને ઓક્સિજનનો સપોર્ટ લો. જો કે, તેમણે કહ્યું કે આ ડ્રગ દ્વારા ઓક્સિજનનું લેવલ કાયમ માટે યથાવત્ રહેતું નથી.

આ પણ વાંચો:- કોરોનાના ભયંકર પ્રકોપના પગલે ચારધામ યાત્રા રદ

ડોક્ટરની સલાહ બાદ શરૂ કરો દવા
કોરોના કાળમાં સોશિયલ મીડિયા પર ઘણી આવી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં મહામારીની સરાવાર સંબંધિત જાણકારી, ઘરેલું ઉપાય અથવા દવાઓના નામ આપવામાં આવે છે. એવામાં કેટલાક લોકો જાણકારીના અભાવે તે મેસેજને સાચો માની લે છે અને ડોક્ટરની સલાહ વગર દવાઓ શરૂ કરી દે છે. ZEE News ની અપીલ છે કે, કોઈપણ વ્યક્તિ ડોક્ટરની સલાહ વગર કોઈ દવાઓ ના લો. કોઈપણ સંશોધન વિના, સારવાર કરવું અને સેલ્ફ મેડિકેશન ભારે પડી શકે છે. બધા ડોકટરો દર્દીના શરીરના પ્રકાર અને લક્ષણો અનુસાર દવાઓ સૂચવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More