Home> Health
Advertisement
Prev
Next

Jeans પહેરો તો ઓછું ધુઓ, વૈજ્ઞાનિકોના રિસર્ચનું ચોંકાવનારું પરિણામ આવ્યું

જિન્સનું ચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે, આવામાં અચાનક એવુ તો શુ થયું કે જિન્સ ઓછું ધોવાનું કહેવાઈ રહ્યું છે, વૈજ્ઞાનિકોએ નવુ રિસર્ચ કરીને ચોંકાવનારી વાત કહી છે...

Jeans પહેરો તો ઓછું ધુઓ, વૈજ્ઞાનિકોના રિસર્ચનું ચોંકાવનારું પરિણામ આવ્યું

ઝી મીડિયા/બ્યૂરો :જિન્સ ટીશર્ટ નવયુવાનોની પહેલી પસંદ હોય છે. લગભગ અડધી દુનિયામાં જિન્સ પહેરવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો જિન્સ (Jeans) ન પહેરો તો સારું અને જો પહેરો તો બહુ જ ઓછા ધુઓ. આખરે એવું કેમ કહેવામા આવે છે. જિન્સનું ચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે, આવામાં અચાનક એવુ તો શુ થયું કે જિન્સ ઓછું ધોવાનું કહેવાઈ રહ્યું છે. 

જિન્સ કંપનીઓ પણ આવું જ કહે છે...
અત્યાર સુધી એવું હતું કે, જિન્સ કંપનીઓ એવું કહેતી હતી કે, જિન્સ મહિનામાં એક જ વાર ધોવી જોઈએ. અચાનક હવે વૈજ્ઞાનિકોએ જિન્સ પહેરનારા લોકોને મોટી સૂચના આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો તમે આદત પાડી લો કે તમે ઓછાા ઓછા કપડા ખરીદીને પણ આરામથી જીવી શકો. આ કામ થોડું મુશ્કેલ છે, કેમ કે દુનિયાની લગભગ અડધી વસ્તી જિન્સ પહેરે છે. 

આ પણ વાંચો : પેટાચૂંટણીમાં કાંટે કી ટક્કર, ભાજપ-કોંગ્રેસના આ ધુરંધરો સામસામે ટકરાશે 

પર્યાવરણની મદદ કરો
જિન્સ પહેરવાથી બચવાની સલાહ કેમ આપવામાં આવી, તેનું કારણ પર્યાવરણની સુરક્ષા છે. જો તમે જિન્સ પહેરવાની આદત નહિ છોડી શક્તા તો તેને ઓછામાં ઓછું વોશ કરવાની આદત તો પાડી જ શકો છો. આપણે હંમેશા દ્યાન રાખવું જોઈએ કે આપણી કઈ ગતિવિધિ પર્યાવરણ પર શું અસર પડી શકે છે. અડધી દુનિયા બ્લ્યૂ કે બીજા રંગની ડેનિમના જિન્સ શોખથી પહેરે છે. પરંતુ આ તથ્ય પર લાપરવાહ રહે છે કે, આ જિન્સના સૂક્ષ્મ પાર્ટિકલ નદી, સરોવર કે સમુદ્રમાં જઈને મળે છે અને તેને નુકસાન કરે છે.  

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા હોવ તો ખાસ જાણી લો આ સમાચાર 

કેમિકલ, માઈક્રોફાઈબર છે નુકસાનકારક
નવા રિસર્ચ પાસેથી માહિતી મળી છે કે, આપણે જ્યારે જિન્સ ધોઈએ છીએ કે, સૂક્ષ્મ કણ જિન્સમાંથી નીકળે છે અને પાણી સાથે વહી જાય છે. રિસર્ચમાં એ પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે, આ વાઈલ્ડલાઈફ અને પર્યાવરણ માટે નુકસાનદેહ બની શકે છે. જિન્સમાં કેમિકલનો ઉપયોગ થાય છે, તેમાં માઈક્રોફાઈબર પણ હોય છે. દર વખતે જિન્સ ધોવાની સાથે રેશેનુમા માઈક્રોફાઈબર નીકળે છે અને પાણીની સાથે નદીમાં ભળી જાય છે અને પ્રદૂષણનું કારણ બની જાય છે. 

આ પણ વાંચો : નવરાત્રિનો પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં ભક્તો પહોંચ્યા, પણ નારિયેળ-ચુંદડી નહિ ચઢાવી શકે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More