Home> Health
Advertisement
Prev
Next

Nutmeg Water: સવારે ખાલી પેટ પીવું જાયફળનું પાણી, હાર્ટ, મગજ અને ત્વચાની સમસ્યાઓ ક્યારેય નહીં થાય

Nutmeg Water: આજ સુધી તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ સવારે પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

Nutmeg Water: સવારે ખાલી પેટ પીવું જાયફળનું પાણી, હાર્ટ, મગજ અને ત્વચાની સમસ્યાઓ ક્યારેય નહીં થાય
Updated: Jun 19, 2024, 08:23 AM IST

Nutmeg Water: જાયફળ અનેક ગુણથી ભરપૂર હોય છે. વર્ષોથી તેનો ઉપયોગ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન તરીકે કરવામાં આવે છે. જાયફળનો ઉપયોગ વાનગીનો સ્વાદ અને સુગંધ વધારે છે. ભારતીય રસોડાનો આ લોકપ્રિય મસાલો છે. સ્વાદની સાથે આ મસાલો સ્વાસ્થ્યને પણ ફાયદા પહોંચાડે છે. આજ સુધી તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ સવારે પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

જાયફળનું પાણી પીવાથી થતા ફાયદા 

આ પણ વાંચો:  Bottle Gourd: આ 5 સમસ્યા હોય તેમણે ન ખાવી દૂધી, ખાવાથી બગડી શકે છે તબિયત

- જાયફળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાથે તે કેલ્શિયમ, આયરન. મેંગેનીઝથી પણ ભરપૂર હોય છે. જે હાર્ટને હેલ્થી બનાવવામાં મદદ કરે છે 

- જાયફળમાં ન્યુરોપ્રોટેકટીવ ગુણ પણ હોય છે. આ કમ્પાઉન્ડ મગજના ફંકશનને વધારે છે. તેનાથી યાદશક્તિ સુધરે છે અને મગજની બીમારીઓથી બચી શકાય છે. 

આ પણ વાંચો:  Habits That Damage Kidneys: આ 6 ભુલના કારણે જવાનીમાં જ કિડની થઈ જાય છે ડેમેજ

- જાયફળનો ઉપયોગ કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. તે ડાયજેસ્ટિવ એન્જાઈમને ઉત્તેજિત કરે છે. તેનાથી ભોજન પચવામાં મદદ મળે છે. સાથે જ ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. 

- જાયફળનું પાણી ઓરલ હેલ્થ માટે પણ લાભકારી છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શ્વાસની દુર્ગંધને પણ દૂર કરવામાં મદદ કરે છે. જાયફળના પાણીથી કોગળા કરવાથી દાંત અને પેઢાની બીમારી થવાનું જોખમ ઘટે છે. 

આ પણ વાંચો:  આ રોટલી ખાવાથી હાડકા વર્ષો સુધી રહેશે મજબૂત, બાબા રામદેવના મજબૂત હાડકાનું રહસ્ય આ છે

- જાયફળ કુલિંગ ઇફેક્ટ માટે પણ જાણીતું છે. તેનું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. રાત્રે સુતા પહેલા જાયફળ પાણીમાં ઉમેરીને પીવાથી અનિદ્રાના રોગીઓને ફાયદો થાય છે. 

- જાયફળ એન્ટિઓક્સિડન્ટ અને એસેન્સિયલ ઓઇલથી ભરપૂર હોય છે તે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. તેમાં રહેલા કમ્પાઉન્ડ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે અને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે તેના કારણે બીમારીઓ થવાનું જોખમ પણ ઘટે છે. 

આ પણ વાંચો: Breathing Exercise: બેચેની અને સ્ટ્રેસ અનુભવાય તો કરો આ બ્રીધિંગ એક્સરસાઇઝ

- જાયફળમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે તેનું નિયમિત રીતે સેવન કરવાથી ત્વચાની સમસ્યા જેમકે ડાઘ, ખીલ વગેરે દૂર થાય છે અને ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે