Home> Health
Advertisement
Prev
Next

Hot Tea: શું તમને પણ ધુમાડા કાઢતી ચા પીવાની આદત છે ? તો જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન

Hot Tea Side Effect: સવારના સમયે પીવાતી ચા, કોફી કે ગ્રીન ટી મોટાભાગના લોકો ગરમ ગરમ પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોની ચા તો જરા પણ ઠંડી થઈ જાય તો તે ફરીથી ઉકાળીને પછી પીવે છે પરંતુ આ રીતે ગરમાગરમ કોઈ વસ્તુ પીવી શરીરને નુકસાન કરી શકે છે. જો તમે પણ ધુમાડા કાઢતી ચા સવાર સવારમાં ગટગટાવી જતા હોય તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે.

Hot Tea: શું તમને પણ ધુમાડા કાઢતી ચા પીવાની આદત છે ? તો જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન
Updated: Jul 15, 2023, 03:06 PM IST

Hot Tea Side Effect: ભારતમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ગરમા ગરમ ચા થી થાય છે. જે લોકો ચા નથી પીતા તેઓ ગરમ ગ્રીન ટી અથવા તો કોફી પીતા હોય છે. સવારના સમયે પીવાતી ચા, કોફી કે ગ્રીન ટી મોટાભાગના લોકો ગરમ ગરમ પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોની ચા તો જરા પણ ઠંડી થઈ જાય તો તે ફરીથી ઉકાળીને પછી પીવે છે પરંતુ આ રીતે ગરમાગરમ કોઈ વસ્તુ પીવી શરીરને નુકસાન કરી શકે છે. જો તમે પણ ધુમાડા કાઢતી ચા સવાર સવારમાં ગટગટાવી જતા હોય તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે.

વધારે પડતી ગરમ ચા કે કોફી પીવાથી થતા નુકસાન

આ પણ વાંચો:

વરસાદી ઋતુમાં થતી પેટની તકલીફને 10 મિનિટમાં દુર કરશે આ ઘરગથ્થુ ઉપચાર

હાર્ટને હેલ્ધી રાખે છે આ ફુડ, 30 વર્ષ પછી દરેક સ્ત્રી અને પુરુષે નિયમિત કરવું સેવન

ચોમાસામાં દિવસમાં એકવાર ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવાનુ રાખો, ટનાટન રહેશે તબીયત

1. જો તમે વધારે પડતી ગરમ ચા કે કોફી પીવો છો તો તેનાથી જીભ અને મોં દાઝી શકે છે. સાથે જ તેનાથી ગળામાં બળતરા પણ થઈ શકે છે. એક વખત જીવ દાઝી ગઈ તો પછી કોઈ પણ વસ્તુ ખાવામાં સમસ્યા થશે.
 

2. જો તમે વધારે પડતી જ કોઈ ગરમ વસ્તુ પીવો છો તો તેની ખરાબ અસર પાચન ક્રિયા પર પડે છે. કોઈપણ વસ્તુનું વધારે તાપમાન પાચનતંત્રને નુકસાન કરે છે. તેનાથી પેટમાં બળતરા ની સમસ્યા પણ થઈ શકે છે અને એસિડ રિફ્લેક્શન પણ થઈ શકે છે.
 

3. જો તમે વધારે પડતી ગરમ વસ્તુઓ પીવો છો તો તમને વારંવાર તરસ લાગે છે. તેમાં પણ ચા અને કોફીમાં કેફિનનું પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાઇડ્રેશન લેવલની પ્રભાવિત કરે છે.
 

4. ગરમીના દિવસોમાં વધારે પડતી ગરમ ચા કે કોફી પીવાથી સમસ્યા વધી શકે છે કારણ કે શરીરનું તાપમાન પણ તેનાથી વધે છે જેના કારણે વધારે પ્રમાણમાં પરસેવો થાય છે.
 

5. જો તમે ખૂબ જ ગરમ ચા કે કોફી પીવો છો તો તેનાથી લાંબા ગાળે તમારા દાંતને પણ અસર થશે તેનાથી દાંતના ઇનેમલને નુકસાન થવા લાગે છે.

(Disclaimer:અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે