Home> Health
Advertisement
Prev
Next

Diabetes: લીંબુથી બ્લડ સુગર રહે છે કંટ્રોલ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

Diabetes: લીંબુને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોઈ દવાથી ઓછુ નથી. તમે તેને તમારા ડાઇટમાં સામેલ કરીને ફાયદો ઉઠાવી શકો છો. તેનાથી કોલેસ્ટ્રોલ અને મોટાપાને પણ કંટ્રોલ કરી શકો છે. તેમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. 

Diabetes: લીંબુથી બ્લડ સુગર રહે છે કંટ્રોલ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

Diabetes: દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે દરેક ઉંમરના લોકો તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હંમેશા ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની વસ્તુમાં કંટ્રોલ કરવો પડે છે. ડાયાબિટીસ બાદ બધા લોકોએ દરેક વસ્તુ સમજી વિચારીને કરવી પડે છે. પરંતુ એવી ઘણી વસ્તુ હાજર છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાથી ઓછી નથી. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ લીંબુનું સેવન કરી શકે છે. લીંબુમાં ઘણા ગુણ હોય છે. લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે લીંબુમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇનબર જેવા પોષક તત્વો પણ હાજર હોય છે. તેમાં એન્ટી કેન્સર, એન્ટી-ઈમ્ફ્લેમેટરી અને એન્ટી-માઇક્રોબિયલ ગુણ પણ હાજર હોય છે. લીંબુને ડિટોક્સના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી લોહીને સાફ કરી શકાય છે અને અસ્થમાના રોગોમાં ફાયદાકારક હોય છે. ઘણા લોકો તો પોતાનો દિવસ લીંબુ પાણી પીને શરૂ કરે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક લીંબુ
ડાયાબિટીસના દર્દીઓ માટે લીંબુ ખુબ ફાયદાકારક હોય છે. લીંબુનો રસ બ્લડમાં ગ્લૂકોઝને ઘટાડી દે છે. લીંબુ એક ઓછા ગ્લાઇકેમિક ઈન્ડેક્સ વાળુ ફૂડ છે. જો તમે તેના ડાઇટમાં લીંબુ લો તો તેનાથી બ્લડ સુગર લેવલ ઘટાડી કરી શકાય છે. લીંબુમાં 2.4 ગ્રામ ફાઇરબ હોય છે. લીંબુના સેવનથી ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર પણ ઓછુ થાય છે. ડાયાબિટીસમાં દર્દીઓને હંમેશા પેટ સાથે જોડાયેલી સમસ્યા થતી રહે છે. તેવામાં તેણે લીંબુનું જરૂર સેવન કરવું જોઈએ. હકીકતમાં પેટને જલદી ખાલી કરવા અને હેલ્ધી રાખવા માટે લીંબુનું જ્યૂસ કે લીંબુ પાણી વધુ કુદરતી રીતે મદદ કરી શકે છે. તેવામાં સવારે ખાલી પેટ લીંબુ પાણી પી તમે તમારૂ મેટાબોલિઝ્મ સરખુ કરી શકો છો. 

આ પણ વાંચોઃ Benefits of Fig: વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે અંજીર , જાણો તેના અન્ય અદ્ભુત ફાયદા

હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે લીંબુ
લીંબુમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. પોટેશિયમ દર્દીઓના બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેનાથી હાર્ટ એટેકના ખતરાને ઘટાડી શકાય છે. 

ડિહાઇડ્રેશન ઘટાડે છે લીંબુ
ડાયાબિટીસમાં રોગિઓમાં હંમેશા ડિહાઇડ્રેશનનો ખતરો બનેલો રહે છે. સામાન્યથી વધુ બ્લડ તમારા શરીરના તરલ પદાર્થને ખતમ કરી દે છે. જો હેલ્ધી રહેવું હોય તો લીંબુને ડાઇટમાં સામેલ કરવું જોઈએ. 

લિવલ અને કિડની માટે ફાયદાકારક છે લીંબુ
લિવર અને કિડનીની બીમારીમાં લીંબુ ખુબ સારી રીતે કામ કરી શકે છે. તે બંને માટે ડિટોક્સીફાઈના રૂપમાં કામ કરે છે. બંનેના કામકાજને ઝડપી બનાવે છે. તેના સેવનથી ડાયાબિટીસના દર્દીઓમાં આ બંને વસ્તુ હેલ્ધી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More