Home> Health
Advertisement
Prev
Next

કબજિયાતથી લઈ લોહીની ઊણપ સુધીની સમસ્યા દુર કરે છે ખજૂર, જાણો ખાવાની સાચી રીત

Dates Benefits: ખજુરથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે તો તમે પણ સાંભળ્યું હશે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે તેનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ નુકસાન થતું નથી. ખજૂર ફાઇબરથી ભરપૂર હોય છે અને તે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ખજૂર થી થતા ફાયદા મેળવવા માટે રોજ સવારે બે થી ત્રણ ખજૂરનું સેવન કરવું જોઈએ.  

કબજિયાતથી લઈ લોહીની ઊણપ સુધીની સમસ્યા દુર કરે છે ખજૂર, જાણો ખાવાની સાચી રીત

Dates Benefits: આજની મોર્ડન જીવનશૈલીમાં સ્વસ્થ રહેવું એક પડકાર સમાન બાબત છે. વ્યક્તિ અનેક પ્રયત્ન કરે તેમ છતાં હેલ્દી લાઇફ સ્ટાઇલને ફોલો કરી શકતા નથી. કારણ કે વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે એટલો સમય જ હોતો નથી. પરંતુ જો તમે પોતાને ફિટ રાખવા ઈચ્છો છો તો તમે કેટલીક સામાન્ય આદતોને ફોલો કરીને શરીરને સ્વસ્થ રાખી શકો છો. આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો અને શરીરને હેલ્ધી રાખી શકો છો.

ડ્રાયફ્રુટ્સ પોષણથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ડ્રાયફ્રુટ્સમાંથી જ એક ખજૂર એવી વસ્તુ છે જેનું સેવન કરવાથી તમે હેલ્ધી રહી શકો છો. ખજુરથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે તો તમે પણ સાંભળ્યું હશે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે તેનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ નુકસાન થતું નથી. ખજૂર ફાઇબરથી ભરપૂર હોય છે અને તે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ખજૂર થી થતા ફાયદા મેળવવા માટે રોજ સવારે બે થી ત્રણ ખજૂરનું સેવન કરવું જોઈએ. તમે સાંજના સમયે નાસ્તા તરીકે પણ ખજૂર ખાઈ શકો છો. જે લોકોને મીઠી વસ્તુ ખાવાની ક્લેમિંગ થતી હોય તે પણ ખજૂર ખાઈ શકે છે.

આ પણ વાંચો:

રોજ આ રીતે કરો ઈસબગુલનું સેવન, 30 દિવસમાં સ્થૂળતા સહિતની આ 3 સમસ્યા થશે દુર

Health Tips: જો તમે વધુ પડતા બટાટા ખાઓ છો તો થઈ જાઓ સાવધાન, શરીરને થાય છે આ નુક્સાન

Oil In Navel: રાત્રે નાભિમાં મુકો આ તેલના ટીપાં, સવારથી જ શરીરમાં દેખાવા લાગશે ફાયદા

ખજૂર ખાવાની સાચી રીત

સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર ખજૂરને પાણીમાં પલાળીને પછી તેને ખાવામાં આવે તો તેનાથી અનેક ગણા ફાયદા થાય છે. ખજૂરમાં જે ટેનીન અને ફાઈટીક એસિડ હોય છે તે પાણીમાં પલાળવાથી નીકળી જાય છે ત્યાર પછી તેનું સેવન કરવામાં આવે તો ખજૂરને પચાવવો પણ સરળ રહે છે અને તેના પોષક તત્વો પણ શરીરને સારી રીતે મળે છે. ખજૂરને રાત્રે પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે તેનું સેવન કરવું જોઈએ આમ કરવાથી ખજૂરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.

પલાળેલો ખજૂર ખાવાથી થતા ફાયદા

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પલાળેલું ખજૂર ખાવો જોઈએ તેનાથી કબજિયાત માટે છે.

પલાળેલું ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે.

સવારે પલાળેલું ખજૂર ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય છે.

જે લોકોને એનીમિયા હોય એટલે કે શરીરમાં રક્તની ઉણપ હોય તેમણે રોજ સવારે પલાળેલો ખજૂર ખાવો જોઈએ.

આ પણ વાંચો:

Weight Loss: સવારે નાસ્તામાં ખાશો શક્કરીયા તો ઝડપથી ઘટશે વજન અને થશે આ 5 ફાયદા

દવા વિના કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા ફોલો કરો આ ડાયટ, હાર્ટ એટેકનું જોખમ પણ થશે ઓછું

રોજ સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી બદામ ખાવાનું રાખો, હાડકા થશે લોખંડ જેવા મજબૂત

ત્વચા અને વાળ માટે પણ પલાળેલો ખજૂર ફાયદા કારક છે. 

પલાળેલું ખજૂર ખાવાથી સ્ટેમીના વધે છે અને શારીરિક શક્તિ માં પણ વધારો થાય છે.

પલાળેલો ખજૂર હાટને હેલ્ધી રાખે છે.

પલાળેલું ખજૂર ખાવાથી પુરુષ અને મહિલા બંનેની યોગ શક્તિ વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More