Home> Health
Advertisement
Prev
Next

Chia Seeds: ચિયા સીડ્સ ખાવામાં ક્યારેય ન કરવી આ 3 ભુલ, કરી તો હોસ્પિટલ જવું પડશે સારવાર માટે

Chia Seeds: કેટલાક લોકો ચિયા સીડ્સનો ઉપયોગ કરતી વખતે ત્રણ એવી ભૂલ કરી બેસે છે જેના કારણે ફાયદા તો એક તરફ રહી જાય છે અને બીજી સમસ્યાઓ થવા લાગે છે. આજે તમને જણાવીએ ચિયા સીડ્સને લઈને કઈ ત્રણ ભૂલ કરવી નહીં. 

Chia Seeds: ચિયા સીડ્સ ખાવામાં ક્યારેય ન કરવી આ 3 ભુલ, કરી તો હોસ્પિટલ જવું પડશે સારવાર માટે

Chia Seeds: ચિયા સીડ્સ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક સહિતના પોષક તત્વોનો સારામાં સારો સોર્સ છે. તેમાં જરૂરી એમિનો એસિડ પણ હોય છે. આ એમિનો એસિડ એવા હોય છે જેને શરીર બનાવી શકતું નથી. તેને આપણે ખોરાકના માધ્યમથી જ તેને લેવા પડે છે. અને ચિયા સીડ્સ આવા એમિનો એસિડથી ભરપૂર હોય છે. 

આ પણ વાંચો: Vata Dosha: વાત દોષ અસંતુલિત હોય તો શરીરમાં આપે છે સંકેત, વારંવાર થાય આ 6 બીમારી

શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડતા ચિયા સીડ્સનું મહત્વ લોકો સમજવા લાગ્યા છે અને તેનું સેવન પણ કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો ચિયા સીડ્સનો ઉપયોગ કરતી વખતે ત્રણ એવી ભૂલ કરી બેસે છે જેના કારણે ફાયદા તો એક તરફ રહી જાય છે અને બીજી સમસ્યાઓ થવા લાગે છે. આજે તમને જણાવીએ ચિયા સીડ્સને લઈને કઈ ત્રણ ભૂલ કરવી નહીં. 

આ પણ વાંચો: રાત્રે સુતા પહેલા પીવું 1 ગ્લાસ હુંફાળુ પાણી, આ 4 ફાયદા જાણશો તો આજથી જ કરી દેશો શરુ

સૂકા ચિયા સીડ્સ ખાવા 

ચિયા સીડ્સને ક્યારેય સૂકા ખાવા નહીં. તેને હંમેશા પાણીમાં પલાળવા જોઈએ. ચિયા સીડ્સ પાણીમાં ફૂલી જાય પછી જ તેનું સેવન કરવું જોઈએ. જો તમે સૂકા ચિયા સીડ ખાઈને પાણી પીવો છો તો તે પેટમાં જઈને ફૂલે છે. જેના કારણે ગ્રાસનળીમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે. આવું થાય તો ભયંકર સમસ્યા પણ સર્જાઈ શકે છે અને તુરંત હોસ્પિટલ દોડવું પડે છે. 

આ પણ વાંચો: Uterus cancer: ગર્ભાશયના કેન્સરની શરુઆતમાં જોવા મળે આ 8 લક્ષણ, મહિલાઓએ ન કરવા ઈગ્નોર

કેટલી માત્રામાં ખાવા ? 

ચિયા સીડ્સ શરીરને ખૂબ જ ફાયદો કરે છે પરંતુ તેનો મતલબ એવો નથી કે એક સાથે વધારે માત્રામાં ચિયા સીડ્સ ખાઈ લેવામાં આવે. આમ તો ચિયા સીડ્સ દિવસમાં કેટલા લેવા તેની કોઈ માત્રા નક્કી કરવામાં આવી નથી. પરંતુ આખા દિવસ દરમિયાન 5 ચમચીથી વધારે ચિયા સીડ્સ ખાવા નહીં. આદર્શ માપ તો એ છે કે તમે દિવસની શરૂઆતમાં પાણીમાં પલાળેલા એક ચમચી ચિયા સીડ્સ ખાઈ લો. વધારે માત્રામાં ચિયા સીડ્સ ખાવાથી કબજિયાત, જાડા, શરીરમાં સોજા કે ગેસની સમસ્યા પણ થઈ શકે છે. 

આ પણ વાંચો: Health Tips: આ 4 વસ્તુ સાથે લીંબુ ખાધું તો મર્યા સમજજો, ખોરાક પેટમાં જઈ બની જાશે ઝેર

દવાની સાથે ચિયા સીડ્સ

ચિયા સીડ્સ બ્લડ સુગર અને હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ બંને સમસ્યાની દવા સાથે ચિયા સીડ્સનું સેવન કરવું નહીં. અથવા તો કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી. બીપી અને સુગરને કંટ્રોલ કરવાની દવાની સાથે ચિયા સીડ્સ ખાવામાં આવે તો બ્લડ સુગર અને બીપી ઝડપથી ઘટી જાય છે જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ સર્જાઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More