Home> Health
Advertisement
Prev
Next

તમે તમારા પીળા દાંતથી પરેશાન છો? આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય, મોતીની જેમ ચમકવા લાગશે

ખાવાનો સોડા નેચરલ રીતે દાંતને સાફ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટમાં પણ થાય છે. તે આલ્કલાઇન પ્રકૃતિનું છે, જેના કારણે બેક્ટેરિયા વધતા નથી. જોકે વિજ્ઞાનમાં એવા કોઈ પુરાવા નથી કે ખાવાનો સોડા દાંતને સફેદ કરે છે.

તમે તમારા પીળા દાંતથી પરેશાન છો? આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય, મોતીની જેમ ચમકવા લાગશે

ઘણીવાર દાંત ગમે તેટલા સાફ કરવા છતાં પણ પીળાશ જતી નથી. દાંતમાં પીળાશનું કારણ પ્લેક જમા થવું પણ હોય શકે છે. જે દાંતને સારી રીતે સફાઈ ન કરવાને કારણે થાય છે. ત્યારે તમે પણ પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો તો આ રામબાણ ઈલાજ અપનાવો.

હાઈડ્રોજન પેરોક્સાઈડથી ચમકી જશે દાંતઃ
હાઈડ્રોજન પેરોક્સાઈડ એક નેચરલ બ્લીચિંગ એજેંટ છે. જે બેક્ટેરિયાને મારવા અને ઈજાને ઠીક કરવામાં મદદ કરે છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જે ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા અને એક ટકા હાઈડ્રોજન પેરાક્સાઈડનો ઉપયોગ થાય છે તેનાથી દાંત સફેદ થઈ જાય છે. તેમાં ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે, ડાઈલ્યૂટ હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો તમારા દાંતના પેઢામાં દુખાવો થઈ શકે છે.

બેકિંગ સોડાથી ઉજળા કરો દાંતઃ
ખાવાનો સોડા નેચરલ રીતે દાંતને સાફ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટમાં પણ થાય છે. તે આલ્કલાઇન પ્રકૃતિનું છે, જેના કારણે બેક્ટેરિયા વધતા નથી. જોકે વિજ્ઞાનમાં એવા કોઈ પુરાવા નથી કે ખાવાનો સોડા દાંતને સફેદ કરે છે. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરવાથી દાંત ચમકદાર અને સફેદ બને છે.

સુરજમુખીનું તેલ દાંત પરની પીળાશ દૂર કરશેઃ
દાંત પર તેલ લગાવવું એ જૂનો ઘરગથ્થુ ઉપાય છે. આ કારણે તમારા મોંમાં બેક્ટેરિયા વધતા નથી. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું પણ કામ કરે છે. સૂર્યમુખી અને રોઝવૂડ તેલ દાંત માટે અસરકારક સાબિત થઈ શકે છે. આ સિવાય નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. તે લૌરિક એસિડથી ભરપૂર છે જે બળતરા ઘટાડવા અને બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે.

ભરપૂર માત્રામાં કેલ્શિયમ લેવાથી દાંત થશે મજબૂતઃ
શરીરમાં કેલ્શિયમની ઉણપથી ઘણી બીમારીઓ થઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે તમે તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી લો. લોકોમાં કેલ્શિયમની ઉણપને કારણે દાંત પીળા પડવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More