Home> Health
Advertisement
Prev
Next

આ શાકાહારી વસ્તુમાં હોય છે ચિકન લેગ પીસ જેટલું પ્રોટીન, શરુ કરી દો ખાવાનું

મનુષ્યનો શારીરિક વિકાસ અને સ્નાયુઓની મજબૂતાઈ માટે પ્રોટીન ઘણી જરૂરી વસ્તુ છે. પ્રોટીનની ઉણપથી આપણા સ્વાસ્થયને મોટુ નુકસાન પહોંચી શકે છે. કેટલાક લોકો ઈંડા અથવા, માંસ-માછલીને પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત માને છે

આ શાકાહારી વસ્તુમાં હોય છે ચિકન લેગ પીસ જેટલું પ્રોટીન, શરુ કરી દો ખાવાનું
  • શાકાહાર પણ છે પ્રોટીનથી ભરપૂર
  • માંસાહારની ઉણપને કરી શકે છે પૂરા
  • આ ખાસ વસ્તુઓ લેશો તો મળશે ભરપૂર પ્રોટીન

નવી દિલ્હી: મનુષ્યનો શારીરિક વિકાસ અને સ્નાયુઓની મજબૂતાઈ માટે પ્રોટીન ઘણી જરૂરી વસ્તુ છે. પ્રોટીનની ઉણપથી આપણા સ્વાસ્થયને મોટુ નુકસાન પહોંચી શકે છે. કેટલાક લોકો ઈંડા અથવા, માંસ-માછલીને પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત માને છે. જ્યારે ઘણી એવી શાકાહારી વસ્તુઓ પણ છે જેમાં પ્રોટીનની માત્રા ઈંડા અથવા માંસથી બિલકુલ ઓછી નથી.

સફેદ રાજમા
સફેદ રાજમા પ્રોટીન અથવા સફેદ કિડની બીન્સ તરીકે ઓળખાય છે. તે માંસાહાર સિવાયનો સૌથી સારો સ્ત્રોત છે. અડધા કપ રાજમામાં અંદાજિત 10 ગ્રામ પ્રોટીન હોય છે. એટલે તેમાં ચીકલ લેગ પીસ જેટલુ પ્રોટીન હોય છે. તમે મન માત્ર તેનો સપૂ બનાવી શકો છો. પરંતુ તેને ટોસ્ટ અથવા સલાડની સાથે પણ લઈ શકો છો. તમે પાસ્તા અથવા ઔષધીઓ સાથે ફૂડ પ્રોસેસરમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો:- તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફયાદા, જાણો આ છે પાણી પીવાની યોગ્ય રીત

સોયાબીનની પાપડી
પ્રાણીઓથી મળનારા પ્રોટીનનું ફાયબર નથી હોતા. પરંતુ શાકાહારી વસ્તુઓ ફાઈબરથી પણ ભરેલી હોય છે. અડધા કપ સોયાબીનની પાપડીમાં અંદાજિત 9 ગ્રામ પ્રોટીન હોય છે અને 4 ગ્રામ ફાઈબર હોય છે. તેમાં વિટામીન એ અને વિટામીન બી સિવાય એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઈનફ્લેમેટરી પ્રોપર્ટીયુક્ત આઈસોફ્લેવન્સ નામના ફાઈટોકેમિકલ્સ પણ હોય છે.

દાળ
દાળના નાના આકાર પર ન જાઓ. આપણા સ્વાસ્થ્યમાં દાળનો ઘણો જ મોટો રોલ હોય છે. અડધો કપ બાફેલી દાળમાં અંદાજિ 9 ગ્રામ પ્રોટીન હોય છે. દાળમાં ન માત્ર પ્રોટીન હોય છે પણ તેમાં પોટેશિયમ, ફાઈબર અને ફોલેટ પણ વધુ માત્રામાં હોય છે. આપણે રોજ નિયમિત રીતે દાળનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો:- Cheese, પનીરમાંથી સમય મળે તો ખાઓ ક્યારેક બથુઆની ભાજી, ફાયદા જાણીને થઈ જશો હેરાન

ભાંગના બીજ
ત્રણ ચમચી ભાંગના બી શરીરમાં 10 ગ્રામ પ્રોટીનની ઉણપને પૂરા કરી શકે છે. તેના બીજ ભાંગના છોડમાંથી આવે છે જે ગાંજાના છોડ જેવી એક પ્રજાતિ છે. પરંતુ તેમાં THC અથવા CBD જેવા સાઈકોએક્ટિવ કમ્પાઉન્ડ નથી હોતા. તેના બીજ તમને ઘણી સરળતાથી સુપરમાર્કેટ અથવા નેચરલ ફૂડ સ્ટોર્સમાં મળી શકે છે. તેને તમે સૂપ, સલાડ અથવા ચટણી સાથે ખાઈ શકો છો.

અમરંથ
આ ગ્લૂટેન ફ્રી અનાજ તમામ નવ જરૂરી અમીનો એસિડની સાથે એક પૂર્ણ પ્રોટીન છે એક કપ બાફેલા અમરંથમાં 9 ગ્રામ પ્રોટીન હોય છે. તમે મીઠાશ અથવા કોઈ પણ પ્રકારની સ્વાદિષ્ટ ડિશમાં તેનો ઉપયોગ કરી શકો છો.

કોળાના બીજ
કોળું અનેક રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક ચતુર્થાર્થ કપ કોળાના બીજમાં 8 ગ્રામ પ્રોટીન હોય છે અને તે શરીરમાં મેગ્નેશિયમની રોજિંદી જરૂરિયાતને 42 ટકા પૂરી કરી શકે છે. તમે સલાડ અથવા રોજિંદા નાસ્તામાં પણ તેને લઈ શકો છો.

આ પણ વાંચો:- પોસ્ટ ઓફિસની જબરદસ્ત બેનિફિટ સ્કીમ, 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા; જાણો વધુ વિગત

પીનટ બટર
અમેરિકામાં કાયદો છે કે પીટન એટલે કે મગફળીના લેબલવાળી કોઈ પણ વસ્તુમાં ઓછામાં ઓછું 90 ટકા પીન હોવું જોઈએ. સ્વાસ્થ્ય માટે તે ઘણું જ સારુ છે. કારણ કે તેમાં માત્ર પ્રોટીન હોય છે.બે ચમચી પીનટ બટરમાં 8 ગ્રામ પ્રોટીન અને વધુ માત્રામાં હેલ્ધી ફેટ હોય છે.

બ્લેક બીન્સ
બ્લેક બીન્સ જેને રાજમા કહેવામાં આવે છે. અડધા કપ કાળા રાજમામાં 8 ગ્રામ પ્રોટીન હોય છે. તેની સાથે તેમાં વિટામીન-એ, ફોલેટ અને કેલ્શિયમ હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ, આયરન અને મેગ્નેશિયમની પણ સારી માત્રા હોય છે.

આ પણ વાંચો:- તારક મહેતાના ફેન્સ વર્ષોથી જોઈ રહ્યા હતા જેની રાહ, આખરે તે આવી ગઈ!

સૂર્યમુખીના બીજ
એક મુઠ્ઠી પણ ઓછા સૂરજમુખીના બીજ શરીરને 7 ગ્રામ પ્રોટીન આપી શકે છે. તમે રોજ સવારે બ્રેકફાસ્ટમાં દહી અથવા સલાહની સાથે આને ખાઈ શકો છો. જેમાં પ્રોટીનની સાથે સાથે એનસેન્ચ્યુરેટેડ ફેટ, કોપર અને વિટામીન-ઈ પણ હોય છે.

ક્વિનોઆ
શરીરમાં પ્રોટીનની ઉણપને પૂર્ણ કરવા માટે તેમે ક્વિનોઆનું  સેવન પણ કરી શકો છો.એક કપ સૂકા ક્વિનોઆને બે કપ પાણી અને લીલા શાકભાજી સાથે ઉકાળીને ધીમા તાપે 15 મિનિટ સુધી બાફવા દો. એક ક્વિનોઆથી શરીરમાં 8 ગ્રામ પ્રોટીનની ઉણપણ પૂરી થઈ શકે છે જે શરીરમાં મેગ્નેશિયમ ફાસ્ફોરસ, મેગ્નીઝ અને ફોલિક એસિડની ઉણપને 20 ટકા સુધી પૂર્ણ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More