Home> Health
Advertisement
Prev
Next

પેશાબમાં થતી બળતરાની તકલીફ મિનિટોમાં મટાડશે ઘઉં-ચોખાનો આ આયુર્વેદિક ઉપાય

Urinary Tract Inflammation: મોટાભાગે લોકો આ સમસ્યાની અવગણના કરે છે જેના કારણે તે ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ જ્યારે આ તકલીફની શરૂઆત થાય ત્યારે જ જો ઘરે કેટલાક ઈલાજ કરી લેવામાં આવે તો તકલીફથી મુક્તિ મળી શકે છે. આજે તમને યુરિન ઇન્ફેક્શન મટાડતો એક આયુર્વેદિક ઈલાજ જણાવીએ.

પેશાબમાં થતી બળતરાની તકલીફ મિનિટોમાં મટાડશે ઘઉં-ચોખાનો આ આયુર્વેદિક ઉપાય

Urinary Tract Inflammation: ગરમીના દિવસોમાં ઘણી વખત પેશાબ કરતી વખતે બળતરા થવાની તકલીફ થઈ જતી હોય છે. આ સિવાય ઘણી વખત પેશાબ કરવા જઈએ તો થોડો પેશાબ જ ઉતરે છે. આ બધી જ સમસ્યા યુરિન ઇન્ફેક્શનના કારણે હોય છે. મોટાભાગે લોકો આ સમસ્યાની અવગણના કરે છે જેના કારણે તે ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ જ્યારે આ તકલીફની શરૂઆત થાય ત્યારે જ જો ઘરે કેટલાક ઈલાજ કરી લેવામાં આવે તો તકલીફથી મુક્તિ મળી શકે છે. આજે તમને યુરિન ઇન્ફેક્શન મટાડતો એક આયુર્વેદિક ઈલાજ જણાવીએ. 

આ પણ વાંચો: 

Plant Health Benefits: આ છોડ ઘરમાં રાખો અને રહો હેલ્ધી, છોડથી થતા સ્વાસ્થ્ય લાભ જાણો

હાઈ બ્લડપ્રેશરના દર્દી છો ? તો મીઠું જ નહીં આ 5 વસ્તુઓને પણ ખોરાકમાં લેવાનું ટાળો

ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન મળે છે એક ચમચી પીનટ બટરથી, જાણો તેના 5 સૌથી મોટા ફાયદા

યુરિન ઇન્ફેક્શનના લક્ષણ

જો તમને સતત તાવ આવતો હોય અને ઠંડી લાગતી હોય. ભૂખ ન લાગતી હોય અને કમરમાં દુખાવો થતો હોય. સાથે જ વારંવાર પેશાબ કરવા જવાની ઈચ્છા થતી હોય પણ પેશાબ આવતો ન હોય. નાભી નીચે પેટના ભાગમાં ભારે પણું લાગતું હોય. પેશાબ નો રંગ કાંટો થઈ જાય અને દુર્ગંધ આવે તો સમજી લેવું કે તમને યુરિન ઇન્ફેક્શન થયું છે. 

યુરિન ઇન્ફેક્શનનો ઘરગથ્થુ ઈલાજ

- જો તમને યુરિન ઇન્ફેક્શન થયું હોય તો પાંચથી સાત એલચી દાણાને બરાબર રીતે પીસી તેમાં અડધી ચમચી સૂંઠ પાવડર, સિંધવ મીઠું અને દાડમનો રસ ઉમેરીને હુંફાળા ગરમ પાણી સાથે પી લેવું. 

- યુરીન ઇન્ફેક્શન થયું હોય તો નાળિયેર પાણી પીવાથી પણ ફાયદો થાય છે તેનાથી પેશાબમાં થતી બળતરા થી રાહત મળે છે અને પેટમાં પણ ઠંડક રહે છે.

- જો તમે ફળ ખાવાના શોખીન છો તો યુરિન ઇન્ફેક્શનની સ્થિતિમાં ખાતા ફળ ખાવાનું રાખવું તેનાથી શરીરમાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા મરી જાય છે.

- યુરીન ઇન્ફેક્શન ની સમસ્યા હોય તેમણે ભાત બનાવેલું ચોખાનું પાણી ફેકવું નહીં. ચોખાનું આ પાણી યુરીન ઇન્ફેક્શન ની સમસ્યામાં રામબાણ ઈલાજ છે. યુરિન ઇન્ફેક્શન થયું હોય તો અડધા ગ્લાસ ચોખાના પાણીમાં ખાંડ ઉમેરીને પીજવું તેનાથી યુરીન ઇન્ફેક્શન મટે છે.

- જો પેશાબ કરતી વખતે બળતરા વધારે પ્રમાણમાં થતી હોય તો એક મુઠ્ઠી ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે પલાળેલા ઘઉંમાં સાકર ઉમેરીને તેનું સેવન કરવું. તેનાથી પણ યુરીન ઇન્ફેક્શનમાં રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More