Home> Health
Advertisement
Prev
Next

Health Tips: બંધ નાક 5 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ આયુર્વેદિક ઉપાય

Health Tips: જોકે નાક બંધ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જે તમારું બંધ નાક પાંચ મિનિટમાં જ ખોલી શકે છે. આજે તમને આ આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીએ જે બંધ નાકની સમસ્યાને તુરંત દૂર કરે છે. 

Health Tips: બંધ નાક 5 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ આયુર્વેદિક ઉપાય
Updated: Jan 05, 2024, 05:59 PM IST

Health Tips: શિયાળામાં જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો વારંવાર બીમારીનો સામનો કરવો પડે છે. શિયાળામાં સૌથી વધારે શરદી ઉધરસની સમસ્યા થતી હોય છે. તેમાં પણ જો શરદીના કારણે નાક બંધ થઈ જાય તો શ્વાસ પણ લઈ શકાતો નથી અને સુવામાં પણ સમસ્યા થાય છે. એટલું જ નહીં વાતચીત કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. જોકે નાક બંધ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જે તમારું બંધ નાક પાંચ મિનિટમાં જ ખોલી શકે છે. આજે તમને આ આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીએ જે બંધ નાકની સમસ્યાને તુરંત દૂર કરે છે. 

બંધ નાક ખોલવાના ઉપાય

આ પણ વાંચો: કાચી ડુંગળી વિના ગળે નથી ઉતરતું જમવાનું ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ

સરસવનું તેલ

જો તમને શરદી થઈ ગઈ છે અને નાક બંધ રહેતું હોય તો રાત્રે સૂતા પહેલા નાકમાં બે-બે ટીપા સરસવનું તેલ નાખો. આ નુસખો વર્ષો જૂનો છે અને ખૂબ જ અસરકારક છે. 

સ્ટીમ લેવી

જો તમારું નાક વારંવાર બંધ થઈ જાય છે તો દિવસમાં બે વખત સ્ટીમ લેવાનું રાખો. તેના માટે તપેલામાં ગરમ પાણી કરી તેમાં ફુદીનાનું તેલ અથવા તો કોઈપણ બામ મિક્સ કરી ટુવાલથી માથાને કવર કરીને સ્ટીમ લેવી. 

આ પણ વાંચો: સવારે પીવો આ 5 ડ્રિંક્સ, હળવું ફુલ જેવું થઈ જશે પેટ, આખો દિવસ રહેશો ફ્રેશ

તુલસીની ચા

દરેક ઘરમાં તુલસીનો છોડ તો હોય જ છે, તુલસીનું ધાર્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વ છે તેટલું જ આયુર્વેદમાં પણ છે. તુલસીના પાન ઔષધી સમાન છે. જો તમને શરદીના કારણે નાક બંધ રહેતું હોય તો તુલસીની ચા પીવાથી ફાયદો થશે. 

આદુની ચા

આદુનો ઉપયોગ કરીને પણ તમે બંધ નાખી છુટકારો મેળવી શકો છો. જ્યારે પણ શરદી થાય ત્યારે ચામાં આદુ ઉમેરીને પીવાનું રાખો. તમે આદુનો રસ પણ પી શકો છો. તેનાથી બંધ નાક તુરંત ખુલી જશે.

આ પણ વાંચો: ચા બનાવતી વખતે અને પીતી વખતે કરેલી આ ભુલ ચાને બનાવે છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

નીલગીરીનું તેલ

નીલગીરીનું તેલ શરદીની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમારું નાક બંધ થઈ ગયું હોય તો નીલગીરીના તેલમાં રૂ પલાળી અને થોડી થોડી વારે તેને સૂંઘતા રહો. ગણતરીની મિનિટમાં જ તમારું નામ ખુલી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે