Home> Health
Advertisement
Prev
Next

Bad Cholesterol: માત્ર 5 દિવસમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા અજમાવો આ 5 માંથી કોઈ એક આયુર્વેદિક ઉપાય

Bad Cholesterol:આયુર્વેદમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાની સાથે તમે ડાયટમાં ફેરફાર કરો અને નિયમિત કસરત કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દુર થઈ શકે છે. આજે તમને કેટલાક અસરકારક આયુર્વેદિક ઉપાયો જણાવીએ જેનાથી માત્ર 5 દિવસમાં કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકાય છે.

Bad Cholesterol: માત્ર 5 દિવસમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા અજમાવો આ 5 માંથી કોઈ એક આયુર્વેદિક ઉપાય

Bad Cholesterol: શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જેમાં આહાર સૌથી મુખ્ય હોય છે. શિયાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં તળેલો ખોરાક અને ફાસ્ટ ફૂડ ખાવાનું થાય છે. તેના કારણે બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. જો તમારી જીવનશૈલી પણ બેઠાડુ હોય અને તમે કસરત ન કરતા હોય તો બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાનું જોખમ વધી જાય છે. હાઈ કોલેસ્ટ્રોલ લેવલને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

જો કે આયુર્વેદમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાની સાથે તમે ડાયટમાં ફેરફાર કરો અને નિયમિત કસરત કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દુર થઈ શકે છે. આજે તમને કેટલાક અસરકારક આયુર્વેદિક ઉપાયો જણાવીએ જેનાથી માત્ર 5 દિવસમાં કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચો: નપુંસકતાથી પીડિત પુરુષો માટે દવા સમાન છે આ 5 વસ્તુઓ, તુરંત વધારે છે સ્પર્મ કાઉન્ટ

મધ 
મધ નસોમાં કોલેસ્ટ્રોલને જમા થતું અટકાવે છે. તેના માટે 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફાયદો થશે.

લસણ  
લસણમાં સલ્ફર હોય છે જે હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લસણની 6-8 લવિંગને પીસી 50 એમએલ દૂધ અને 200 એમએલ પાણીમાં ઉકાળો અને પી જવું.

હળદર  
હળદર એક એવો મસાલો છે જે નસોમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને તોડીને બહાર કાઢે છે. તમે હૂંફાળા પાણીમાં હળદર ઉમેરીને રોજ પી શકો છો.

આ પણ વાંચો: High Blood Sugar: બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે નોર્મલ, સવાર સવારમાં પી લેવું આ પાણી

મેથી  
મેથીના દાણામાં અનેક પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તેના માટે એક ચમચી મેથીના પાવડરને દિવસમાં બે વખત ગરમ પાણી સાથે પીવો. 

બીટ
બીટમાં કેરોટીનોઈડ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ છે. આ એક એવું શાક છે જે બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. તમે તેને સલાડમાં લઈ શકો છો અથવા તેનો રસ પી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More