Home> Gujarat
Advertisement
Prev
Next

યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ થઈ

યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ થઈ
  • વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યાનો વીડિયો પોલીસે કર્યો જાહેર
  • પોલીસે કહ્યું- પોલીસ પર હુમલાના પ્રયાસ મુદ્દે યુવરાજસિંહની ધરપકડ થઈ, યુવાનો નથી જાણતા યુવરાજનું કૃત્યુ

હિતલ પારેખ/ગાંધીનગર :આંદોલનકારી નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે મીડિયાને જાણકારી આપતાં કહ્યું કે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પોલીસે સમજાવીને કહ્યું હતું કે વિધાનસભાના ગેટ પર રસ્તો જામ ના કરશો. પરંતુ તેઓ માન્યા નહીં એટલે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરીને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા. આ સમયે યુવરાજ સિંહ અને દીપક ઝાલા ત્યાં હાજર હતા અને અટકાયત કરેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જ્યાં રખાયા હતા ત્યાં આવીને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવરાજ અને દીપક ઝાલાને અટકાવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું  હતું. પોલીસે યુવરાજ સિંહને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. આ આરોપમાં યુવરાજ સિંહ સામે કલમ 307 અને કલમ 322 હેઠળ ગુનો નોંધાયો છે. આ સિવાય 55 ઉમેદવારો એવા છે જે ટેટ અને ટાટ પાસ છે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો દાખલ કરાશે. ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ આ જાણકારી આપી છે.

આ પણ વાંચો : તમે ક્યારેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ક્રિકેટ રમતા જોયા છે? ન જોયા હોય તો જુઓ આ વીડિયો

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ મીડિયાને જણાવ્યું કે, યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાસહાયકોની નિયમ ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ જાડેજા ડીએસપી કચેરી આવ્યા હતા. તેમણે પોલીસ પર ગાડી ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચડાવવાના પ્રયાસ મામલે ૩૦૭ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાની કારમા કેમેરા સેટ કરેલો છે. કેમેરાના આધારે જ તેની ગાડી ચડાવવાનો પ્રયાસ રેકોર્ડ થયો છે. ગાડીના કેમેરાની એફએસએલ દ્વારા તપાસ થશે. પોલીસ મથકમા રાત્રે વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમણે હોબાળો મચાવ્યો. બાદમાં સ્થળ છોડી ભાગ્યા હતા. ભાગેલા વિદ્યાર્થીઓના વાહનો પોલીસે કબ્જે કર્યા છે. 

આ પણ વાંચો : સુરત DCP નો ચાર્જ સંભાળનાર રૂપલ સોલંકી કયા મહિલા પ્લેયરથી પ્રભાવિત છે, જેને માને છે ગોડમધર

તેમણે વધુમાં જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને અમારી અપીલ છે કે, આ પ્રકારના કિસ્સામાં સત્ય જાણ્યા વગર તૂટી પડવુ યોગ્ય નથી. કોઈ નેતા તમારા માટે લડે, તેને અમે સમર્થન આપીએ છીએ. પણ પોતાનો હેતુ સિદ્ધ કરવા પોલીસ પર ગાડી ચલેવા તે યોગ્ય નથી. કોઈ પણ ઉશ્કેરીણી ખોટુ કરશે ચલાવી નહિ લઈએ. પરીક્ષા એ અલગ બાબત છે. પેપર ફૂટવાની બાબતમાં અમે પગલા લીધા છે. પોલીસે જરૂર પડે ત્યારે કાર્યવાહી કરી જ છે. ખોટા ગેરમાર્ગે દોરાય તેવુ ન કરે તેવી અમારી અપીલ છે. ઉમેદવારો કે વિદ્યાર્થીઓ કોઈની ઉશ્કેરણીમાં ન આવે. અગાઉ પેપર ફૂટવાની ઘટનામાં પોલીસે સખત કાર્યવાહી કરી છે. 

ઉલ્લેખનીય છે કે, 12 હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન અને આંદોલનકારીઓને જોમ પુરૂ પાડવા અને સમર્થન આપવા માટે યુવરાજસિંહ મંગળવારે પોલીસ હેડક્વાર્ટર ગયા હતા. આંદોલનકારીઓને તેમની લડ શરૂ રાખવા માટે જણાવ્યું હતું. આંદોલનકરનારા વિદ્યાર્થીઓએ પણ યુવરાજસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા. જો કે આંદોલનકારીઓને મળીને પરત ફરી રહેલા યુવરાજસિંહને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજસિંહની ગાડીને પોલીસે ઘેરી હતી. જો કે યુવરાજસિંહે ગાડી આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે યુવરાજસિંહને ખેંચીને પહાર કાઢી લીધા હતા. દરમિયાન એક પોલીસ જવાનને ઈજા પહોંચી હતી. સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More